બિહારમાં Rahul Gandhiની હાજરીમાં જ કોંગ્રેસ કાર્યકર્તાઓ બાખડ્યા....કરી થપ્પડવાળી
- બિહારના બેગુસરાયમાં રાહુલ ગાંધી 'પલાયન રોકો, નોકરી દો' યાત્રામાં જોડાયા
- યાત્રાના પડાવ સદાકત આશ્રમમાં વકફ બિલ મુદ્દે કોંગ્રેસ કાર્યકરો બાખડ્યા
- એક કાર્યકર વકફ બિલના સમર્થનનું પોસ્ટર લઈને હાજર થતા હોબાળો મચ્યો
Bihar: આજે બિહારના બેગુસરાયમાં Rahul Gandhi 'પલાયન રોકો, નોકરી દો' યાત્રામાં ભાગ લેવા પહોંચ્યા હતા. આ યાત્રાના એક પડાવ સદાકત આશ્રમમાં રાહુલ ગાંધીની હાજરીમાં જ કાર્યકર્તાઓ વચ્ચે અથડામણ જોવા મળી હતી. કાર્યકર્તાઓએ એકબીજાને થપ્પડો મારતા સમગ્ર વાતાવરણ તંગ થઈ ગયું હતું. કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અખિલેશ પ્રસાદ સિંહે પણ એક કાર્યકરને થપ્પડ મારી હતી.
શું છે સમગ્ર મામલો ?
'પલાયન રોકો, નોકરી દો' યાત્રામાં ભાગ લેવા માટે કોંગ્રેસના સાંસદ Rahul Gandhi બિહારના બેગુસરાય પહોંચ્યા હતા. હવે આ યાત્રાનો એક પડાવ સદાકત આશ્રમમાં હતો. યાત્રાના પડાવ દરમિયાન અચાનક જ એક કાર્યકર્તા વક્ફ બિલને સમર્થન આપવાની માંગણી કરતું પોસ્ટર લઈને પહોંચી ગયો હતો. પોસ્ટરમાં લખ્યું હતું કે, રાહુલ ગાંધીજી, વક્ફ બોર્ડને ટેકો આપો. કેટલાક કોંગ્રેસના કાર્યકરોએ પણ વકફ બિલવાળા પોસ્ટર દર્શાવતા કાર્યકરને સપોર્ટ કર્યો હતો. જ્યારે અન્ય કાર્યકરોએ આ કાર્યકરનો વિરોધ કર્યો, પોસ્ટર છીનવી લીધું અને ફાડી નાખ્યું. આ કાર્યકરને આશ્રમના દરવાજામાંથી બહાર ધકેલી દીધો હતો. કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ Akhilesh Prasad Singhએ પણ પોસ્ટર લઈને આવેલા કાર્યકરને થપ્પડ મારી હતી.
આ પણ વાંચોઃ કુણાલ કામરાએ બોમ્બે હાઈકોર્ટમાં FIR રદ કરવાની માંગ કરી
હું 50 ટકા અનામતની આ દિવાલ તોડી નાખીશ-રાહુલ
આ હોબાળો મચ્યો તે અગાઉ Rahul Gandhiએ 'પલાયન રોકો, નોકરી દો' યાત્રામાં કહ્યું હતું કે, મારા પરદાદા જવાહરલાલ નેહરુ સત્યને ચાહતા હતા. હું 50 ટકા અનામતની આ દિવાલ તોડીને ફેંકી દઈશ. આ દેશ માત્ર દસ-પંદર લોકો ચલાવી રહ્યા છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસે બિહારમાં જેટલું કામ કરવું જોઈએ તેટલું કર્યુ નથી. અગાઉ, બિહારમાં કોંગ્રેસના બે તૃતીયાંશ જિલ્લા પ્રમુખો ઉચ્ચ જાતિના હતા. હવે અમે ટીમ બદલી છે. હવે બે તૃતીયાંશ જિલ્લા પ્રમુખો દલિત-પછાત છે.
જાતિગત વસ્તી ગણતરી એક ક્રાંતિકારી પગલું- રાહુલ
આ પ્રસંગે Rahul Gandhiએ કરેલા સંબોધનમાં જાતિગત વસ્તી ગણતરી મુદ્દે ભાજપ પર આકરા વાકપ્રહાર પણ કર્યા હતા. તેમણે કહ્યું કે, જાતિગત વસ્તી ગણતરી એક ક્રાંતિકારી પગલું છે. તેનાથી દેશનું સત્ય બહાર આવશે. તેથી જ ભાજપ જાતિગત વસ્તી ગણતરીને રોકવા માંગે છે પણ દુનિયાની કોઈ તાકાત તેને રોકી શકશે નહીં. હવે અમે બિહારના નબળા લોકો માટે મજબૂતાઈથી કામ કરીશું.
આ પણ વાંચોઃ ઉનાળાનો કહેર શરૂ! દેશના 21 શહેરોમાં તાપમાન 42 ડિગ્રીથી વધુ