Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કોંગ્રેસ આરક્ષણની દુશ્મન! રાહુલના અનામત ખતમ કરવાના નિવેદન પર માયાવતી ભડક્યા

રાહુલના અનામત નિવેદન પર માયાવતીનો પ્રતિકાર અનામત મુદ્દે માયાવતીનો રાહુલને જવાબ માયાવતીનો પલટવાર: અનામત વિરુદ્ધના રાહુલના નિવેદન પર આક્રોશ બહુજન સમાજ પાર્ટી (BSP)ના પ્રમુખ માયાવતી (Mayawati) એ અનામત ખતમ કરવા અંગેની ટિપ્પણી માટે રાહુલ ગાંધી (Rahul Gandhi) ની ટીકા...
કોંગ્રેસ આરક્ષણની દુશ્મન  રાહુલના અનામત ખતમ કરવાના નિવેદન પર માયાવતી ભડક્યા
  • રાહુલના અનામત નિવેદન પર માયાવતીનો પ્રતિકાર
  • અનામત મુદ્દે માયાવતીનો રાહુલને જવાબ
  • માયાવતીનો પલટવાર: અનામત વિરુદ્ધના રાહુલના નિવેદન પર આક્રોશ

બહુજન સમાજ પાર્ટી (BSP)ના પ્રમુખ માયાવતી (Mayawati) એ અનામત ખતમ કરવા અંગેની ટિપ્પણી માટે રાહુલ ગાંધી (Rahul Gandhi) ની ટીકા કરી હતી. માયાવતીએ કહ્યું કે રાહુલના નિવેદનથી સ્પષ્ટ થાય છે કે તેમની કોંગ્રેસ પાર્ટી અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST), અને અન્ય પછાત વર્ગો (OBC)ના કલ્યાણના વિરોધમાં છે અને આરક્ષણ ખતમ કરવાનો ષડયંત્ર ગૂંધી રહી છે. આ નિવેદન રાહુલ ગાંધીએ જ્યોર્જટાઉન યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપમાં આપ્યું હતું, જેમાં તેમણે કહ્યું કે કોંગ્રેસને અનામત ખતમ કરવાનો વિચાર છે, પરંતુ તે માત્ર ત્યારે થશે જ્યારે ભારતમાં સાચી સમાનતા આવી જશે.

Advertisement

કૉંગ્રેસના ષડયંત્ર અંગે ચેતવણી

માયાવતી (Mayawati) એ સોશિયલ મીડિયા પર કહ્યું કે, કોંગ્રેસની વર્ષોથી ચાલતી નીતિ અને ષડયંત્રને લોકો સમજવા જોઈએ. તેમના સમયમાં, કોંગ્રેસની સરકાર OBC આરક્ષણ લાગુ કરવામાં નિષ્ફળ રહી હતી અને જાતિ ગણતરી પણ કરવામાં આ પાર્ટી નિષ્ફળ રહી હતી. આ પ્રકારની વિષયોને ઉઠાવીને કોંગ્રેસ હવે સત્તામાં આવવાનો પ્રયાસ કરી રહી છે, અને આવનાર સમયમાં આ જ નાટકને તે આગળ ધપાવશે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ અમેરિકાની જ્યોર્જટાઉન યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ સાથે એક વાર્તાલાપ કાર્યક્રમમાં કહ્યું કે કોંગ્રેસ પાર્ટી અનામત ખતમ કરવા વિશે જ વિચારશે. જ્યારે ભારતમાં આરક્ષણની બાબતમાં નિષ્પક્ષતા હશે ત્યારે થશે પરંતુ અત્યારે નહીં. જેના પર માયાવતીએ કૉંગ્રેસને આ મુદ્દે સતત ફટકાર લગાવી અને કહ્યું કે કૉંગ્રેસ વર્ષોથી અનામત વિરુદ્ધ ષડયંત્ર કરી રહી છે, અને રાહુલના નિવેદનથી એ વધુ સ્પષ્ટ બની ગયું છે.

Advertisement

બંધારણ અને અનામત બચાવવાનો ઢોંગ

માયાવતી (Mayawati) એ કૉંગ્રેસ પર આક્ષેપ કર્યો કે આ પાર્ટી બંધારણ અને અનામતના બચાવના નામે નાટક કરી રહી છે. માયાવતી (Mayawati) એ આ ખાસ વર્ગોને ચેતવણી આપી કે જો કોંગ્રેસ ફરી સત્તામાં આવશે, તો તે અનામત ખતમ કરી દેશે. આ નાટકથી લોકોને સાવધ રહેવું જોઈએ અને કૉંગ્રેસના ખોટા દાવા પર ભરોસો ન કરવો જોઈએ. બસપાના વડાએ કહ્યું, “સત્ય એ છે કે કોંગ્રેસ શરૂઆતથી જ અનામત વિરોધી વિચારસરણી ધરાવે છે. જ્યારે કેન્દ્રમાં તેની આગેવાની હેઠળની સરકારમાં અનામતનો ક્વોટા પૂરો થયો ન હતો, ત્યારે આ પાર્ટીથી આ વર્ગ (SC, ST, OBC) ના લોકોને ન્યાય ન મળવાના કારણે જ બાબા સાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરે કાયદા પ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધું હતું. લોકોએ સાવચેત રહેવું જોઈએ."

Advertisement

યોગ્ય બંધારણીય હુકમ ચાલુ રાખવા

તેમણે કહ્યું, “એકંદરે, જ્યાં સુધી દેશમાંથી જાતિવાદ સંપૂર્ણપણે નાબૂદ ન થાય ત્યાં સુધી, ભારતની તુલનાત્મક રીતે સારી સ્થિતિ હોવા છતાં, આ વર્ગના લોકોની સામાજિક, આર્થિક અને શૈક્ષણિક સ્થિતિમાં સુધારો થવાનો નથી. તેથી જ્યાં સુધી જ્ઞાતિવાદનો સંપૂર્ણ નાશ ન થાય ત્યાં સુધી અનામતની યોગ્ય બંધારણીય વ્યવસ્થા ચાલુ રાખવી જરૂરી છે.

રાહુલ ગાંધીનું આરક્ષણ વિશે નિવેદન

કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ અમેરિકાની પ્રતિષ્ઠિત જ્યોર્જટાઉન યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરતા ભારતના આરક્ષણ મુદ્દે ખાસ નિવેદન આપ્યું હતું. તેઓને પૂછવામાં આવ્યું કે, ભારતમાં આરક્ષણ ક્યા સુધી ચાલુ રહેશે, જેના જવાબમાં રાહુલે કહ્યું, “જ્યારે ન્યાય થશે, ત્યારે જ અમે આરક્ષણ ખતમ કરવા પર વિચાર કરીશું. હાલ ભારત તે સ્થિતિમાં નથી કે આરક્ષણને ખતમ કરી શકાય.” તેમના આ નિવેદનથી દેશમાં અનેક ચર્ચાઓ શરૂ થઈ છે. રાહુલ ગાંધીએ આરક્ષણનો મુદ્દો ઉઠાવતાં આદિવાસી, દલિત અને અન્ય પછાત વર્ગ (OBC)ના લોકોની નાણાકીય સ્થિતિને ધ્યાનમાં રાખી વાત કરી. તેમણે જણાવ્યું કે, “જ્યારે તમે નાણાકીય ડેટા જુઓ છો, ત્યારે આદિવાસીઓને 100 રૂપિયામાંથી માત્ર 10 પૈસા મળે છે, દલિતોને 100 રૂપિયામાંથી 5 રૂપિયા મળે છે, અને OBC વર્ગને પણ લગભગ એટલી જ રકમ મળે છે.” આ આંકડાઓ દ્વારા તેમણે બતાવ્યું કે આ વર્ગોને તેમની ન્યાયસંગત ભાગીદારી હજુ સુધી મળી નથી. રાહુલ ગાંધીએ પોતાના નિવેદન દ્વારા સ્પષ્ટ કર્યું કે, દેશમાં આરક્ષણની જરૂરિયાત હજી પણ છે. તેમનું માનવું છે કે, આરક્ષણ ત્યારે જ ખતમ થઈ શકે, જ્યારે તમામ વર્ગોને યોગ્ય ન્યાય અને ફાળવણી મળવી શરૂ થશે. આ સમયે તે સ્પષ્ટ રીતે સંકેત આપ્યો કે કઈંક નવું કરવા માટે દેશને વધુ સમાનતાની જરૂર છે, જે હાલની પરિસ્થિતિમાં શક્ય નથી.

આ પણ વાંચો:  જો રામ કો લાયે હૈ.... ના ગીતકાર કન્હૈયા મિત્તલે કોંગ્રેસમાં જવાની ઈચ્છા પર જનતાની માગી માફી

Tags :
Advertisement

.