Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Congress Candidates List: કોંગ્રેસની કેન્દ્રીય બેઠકમાં ઉમેદવારી પર લાગી અંતિમ મોહર, જાણો રાહુલ ગાંધી વિશે

Congress Candidates List: હવે, ગણતરીના દિવસોમાં લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) નું આગમન થઈ જશે. ત્યારે દેશમાં પાર્ટીઓ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરવમાં આવી છે. કોંગ્રેસની કેન્દ્રીય સ્તરે ઉમેદવાર માટે બેઠક યોજાઈ દિલ્હીની 3 બેઠકો પર નામ નક્કી થઈ...
12:07 AM Mar 08, 2024 IST | Aviraj Bagda
Congress Candidate List

Congress Candidates List: હવે, ગણતરીના દિવસોમાં લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) નું આગમન થઈ જશે. ત્યારે દેશમાં પાર્ટીઓ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરવમાં આવી છે.

ત્યારે કેન્દ્રીય સ્તરે યોજાયેલી કોંગ્રેસ (Congress) ની બેઠકમાં સાંસદ રાહુલ ગાંધી (Rahul Gandhi) ની લોકસભા બેઠકને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. કોંગ્રેસ (Congress) ની પ્રથમ યાદીમાં રાહુલ ગાંધી (Rahul Gandhi) નું નામ સામેલ થશે. રાહુલ ગાંધી Kerala ની Wayanad લોકસભા સીટ પરથી ફરી એકવાર ચૂંટણી લડશે.

આ બેઠકમાં પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Kharge) , પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi) સહિત ઘણા મોટા નેતાઓ હાજર રહ્યા હતા. CEC ની બેઠકમાં વિવિધ સ્ક્રીનીંગ કમિટીઓ દ્વારા મોકલવામાં આવેલા નામોમાંથી ઉમેદવારોના નામોને મંજૂરી આપવામાં આવી હતી.

દિલ્હીની 3 બેઠકો પર નામ નક્કી થઈ શક્યા નથી

કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં છત્તીસગઢના રાજનાંદગાંવથી ભૂપેશ બઘેલ અને કોરબા બેઠક પરથી જ્યોત્સના મહંતના નામ નક્કી કરવામાં આવ્યા છે. તે સહિત દિલ્હીની 3 બેઠકો પર નામ નક્કી થઈ શક્યા નથી. સમિતિની આગામી બેઠક 11 મીએ મળી શકે છે.

તેલંગાણા અને કેરળ માટે CEC ની બેઠક પૂરી થઈ ગઈ

કોંગ્રેસ (Congress) ની પ્રથમ યાદીમાં છત્તીસગઢ, દિલ્હી, કર્ણાટક, તેલંગાણા, કેરળ, લક્ષદ્વીપ, મેઘાલય, ત્રિપુરા, સિક્કિમ અને મણિપુરની સીટો પર નામ નક્કી કરવામાં આવે તેવી શક્યતા છે. તેલંગાણા અને કેરળ માટે CEC ની બેઠક પૂરી થઈ ગઈ છે. લોકસભા ચૂંટણી 2019 માં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ અમેઠી અને વાયનાડ એમ બે બેઠકો પરથી ચૂંટણી લડી હતી.

આ પણ વાંચો: AMCA Fighter Jet: ભારતીય વાયુસેના શાન અને શક્તિમાં થશે વધારો, આખરે… AMCA યુદ્ધ જહાજ તૈયાર કરાશે

Tags :
BJPCongressCongress Candidates ListCongress MeetingDelhiGujaratFirstMallikarjun KhadgeNationalRAGArahul-gandhiSonia GandhiWayanad
Next Article