Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

PM ના લગ્નની કંકોત્રી બનાવી વાયરલ કરનાર સામે ફરિયાદ

સોશિયલ મીડિયા પર PM નરેન્દ્ર મોદીના લગ્નની કંકોત્રી બનાવીને વાઇરલ કરનાર વિરુદ્ધ ફરિયાદ નોંધીને સાયબર ક્રાઇમની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. વાઇરલ કંકોત્રીમાં લગ્નનું સ્થળ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આ વાઇરલ કંકોત્રીમાં લગ્નનું સ્થળ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદ દર્શાવવામાં...
pm ના લગ્નની કંકોત્રી બનાવી વાયરલ કરનાર સામે ફરિયાદ

સોશિયલ મીડિયા પર PM નરેન્દ્ર મોદીના લગ્નની કંકોત્રી બનાવીને વાઇરલ કરનાર વિરુદ્ધ ફરિયાદ નોંધીને સાયબર ક્રાઇમની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

Advertisement

વાઇરલ કંકોત્રીમાં લગ્નનું સ્થળ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ

આ વાઇરલ કંકોત્રીમાં લગ્નનું સ્થળ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદ દર્શાવવામાં આવ્યું હતું. અને સાથે જ ‘ટહુકા’માં કોમેન્ટ કરવા માટે પણ કહેવામાં આવ્યું હતું. જે બાદ PM નરેન્દ્ર મોદીની પ્રતિષ્ઠાને નુકસાન કરે તેવી આ પોસ્ટ અંગે સાઈબર ક્રાઇમ બ્રાન્ચે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સોશિયલ મીડિયા પર વોચ રાખવા માટે એલર્ટ

અમદાવાદ સાઈબર ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા સતત સોશિયલ મીડિયા પર વોચ રાખવા માટે એલર્ટ છે ત્યારે તેમના ધ્યાનમાં આવ્યું હતું કે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કબીર હાન્ડા નામની પ્રોફાઇલ દ્વારા એક લગ્નની કંકોત્રી વાયરલ કરવામાં આવી હતી. જેમાં લખવામાં આવ્યું હતું કે, અ.સૌ. હીરાબેન તથા દામોદરદાસ મોદીના સુપુત્ર ચિ. નરેન્દ્રના શુભ લગ્ન ચિં. મેલોની સાથે રાખેલ છે. જેમાં PM ના ફોટા સાથે કોઇ મહિલાનો ફોટો મૂકવામાં આવ્યો હતો.

Advertisement

ટહુકામાં કોમેન્ટ લખી પોસ્ટ વાયરલ કરવામાં આવી

સાથે સાથે મંડપ રોપણ, દાંડિયા રાસ, તથા જાન આગમન અને હસ્તમેળાપ તથા લગ્ન સ્થળ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ લખવામાં આવ્યું હતું. જ્યારે ટહુકામાં કોમેન્ટ લખી પોસ્ટ વાયરલ કરવામાં આવી હતી. સાયબર ક્રાઇમ દ્વારા આ પોસ્ટ હટાવી ફરિયાદ નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો -  સોફિયા અંસારીએ એકવાર ફરી બોલ્ડ વીડિયો કર્યો શેર, હવે આ તો હદ થઇ ગઇ

Advertisement

આ પણ વાંચો – સોફિયા અંસારીનો કપડા પહેરતો આ વીડિયો થઇ રહ્યો છે ખૂબ વાયરલ, જુઓ Video

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.