Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Commando Pradeep Nain: જીંદના 27 વર્ષના નીડર સૈનિકે આતંકવાદીઓની સામે લડાઈમાં વીરગતિ સ્વીકારી

Commando Pradeep Nain: Jammu-Kashmir માંથી આતંકવાદને સંપૂર્ણ રીતે ખતમ કરવા માટે ભારતીય સૌનિકોનું અવિરત અભિયાન કાર્યરત છે. ત્યારે 6 જુલાઈના રાત્રે આંતકવાદીઓની સામે લડતા બે સૈનિકોને વીરગતિ પ્રાપ્ત થઈ હતી. તે ઉપરાંત આ ઘમાસાણમાં 6 Terrorist ને પણ ઠાર માર્યા...
commando pradeep nain  જીંદના 27 વર્ષના નીડર સૈનિકે આતંકવાદીઓની સામે લડાઈમાં વીરગતિ સ્વીકારી

Commando Pradeep Nain: Jammu-Kashmir માંથી આતંકવાદને સંપૂર્ણ રીતે ખતમ કરવા માટે ભારતીય સૌનિકોનું અવિરત અભિયાન કાર્યરત છે. ત્યારે 6 જુલાઈના રાત્રે આંતકવાદીઓની સામે લડતા બે સૈનિકોને વીરગતિ પ્રાપ્ત થઈ હતી. તે ઉપરાંત આ ઘમાસાણમાં 6 Terrorist ને પણ ઠાર માર્યા હતાં. ત્યારે ભારતીય સૈનિકોએ નીડરતાથી Terrorist નો સામનો કર્યો હતો. અને આ અભિયાનને પાર પાડ્યું હતું.

Advertisement

  • Pradeep Nain 2015 માં સેનામાં કમાન્ડો તરીકે જોડાયા

  • 27 વર્ષની ઉંમરે Pradeep Nain એ પોતાનો જીવ આપી દીધો

  • પ્રથમ રાષ્ટ્રીય રાઈફલ્સના હવાલદાર રાજ કુમાર શહીદ થયા

આ અભિયાન દરમિયાન જમ્મુ-કાશ્મરીમાં આવેલા કુલગામમાં Terrorist સામે થયેલા ગોળીબારમાં સેનાના કમાન્ડો Pradeep Nain શહીદ થયા હતાં. તેઓ જીંદના નરવાના રહેવાસી હતાં. તો આ ઘટનાની જાણ થતા શહીદ Pradeep Nain ના પરિવારમાં સહિત સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ પ્રસરી ગયો છે. શહીગ Pradeep Nain એ 2015 માં સેનામાં કમાન્ડો તરીકે જોડાયા હતા અને માત્ર બે વર્ષ પહેલા લગ્ન કર્યા હતા.

27 વર્ષની ઉંમરે Pradeep Nain એ પોતાનો જીવ આપી દીધો

Advertisement

Terrorist ઓ સામે લડતા શહીદ થયા બાદ Pradeep Nain ના પાર્થિવ દેહને આજે ગામમાં લાવવામાં આવશે. Pradeep Nain ના પરિવારમાં તેના માતા-પિતા અને તેની પત્નીનો સમાવેશ થાય છે. Pradeep Nain તેના માતા-પિતાનો એકમાત્ર પુત્ર હતો. Pradeep Nain ની પત્ની ગર્ભવતી છે અને પતિની શહીદીના સમાચાર મળતાં જ તેની તબિયત લથડી પડી છે. તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. Pradeep Nain ની શહાદત બાદ આખા ગામમાં શોકનો માહોલ છે, કારણ કે માત્ર 27 વર્ષની ઉંમરે શહીદ Pradeep Nain એ દેશની સુરક્ષા માટે પોતાનો જીવ આપી દીધો હતો.

પ્રથમ રાષ્ટ્રીય રાઈફલ્સના હવાલદાર રાજ કુમાર શહીદ થયા

તમને જણાવી દઈએ કે Terrorist સાથે સુરક્ષા દળોની પ્રથમ અથડામણ મોદરગામ ગામમાં થઈ હતી, જ્યાં પેરા કમાન્ડો લાન્સ નાઈક Pradeep Nain કાર્યવાહીમાં શહીદ થયા હતા. આ પછી સુરક્ષા દળોએ ગુપ્ત માહિતીના આધારે ઓપરેશન શરૂ કર્યું અને ત્રણ Terrorist ને તેમના ઠેકાણા પર ઘેરી લીધા. ત્યારબાદ થયેલા ગોળીબારમાં Terrorist ને ઠાર માર્યા હતાં. બીજી એન્કાઉન્ટર ફ્રિસલ ચિનીગામ ગામમાં થઈ છે. જ્યારે સુરક્ષા દળોને આ વિસ્તારમાં લશ્કર-એ-તૈયબાના સંભવિત Terrorist વિશે માહિતી મળી. આ ઓપરેશન દરમિયાન પ્રથમ રાષ્ટ્રીય રાઈફલ્સના હવાલદાર રાજ કુમાર શહીદ થયા હતા.

Advertisement

આ પણ વાંચો: Mumbai Hit And Run: પૂરપાટે આવતી BMW Car એ દંપતીને અડફેટે લીધું, મહિલા 100 મીટર સુધી ઘસડાઈ

Tags :
Advertisement

.