ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

CM meet PM : દિલ્હીમાં CM ભૂપેન્દ્ર પટેલની PM મોદી સાથે મુલાકાત, પછી કહી આ વાત!

ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે દિલ્હી પહોંચ્યા છે. અહીં, તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) સાથે મુલાકાત કરી (CM meet PM) હતી. માહિતી મુજબ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) ત્રીજી વખત PM બનવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શુભેચ્છા...
07:42 PM Jun 22, 2024 IST | Vipul Sen
Rahul Gandhi interacts with families of Rajkot game zone fire victims

ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે દિલ્હી પહોંચ્યા છે. અહીં, તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) સાથે મુલાકાત કરી (CM meet PM) હતી. માહિતી મુજબ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) ત્રીજી વખત PM બનવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શુભેચ્છા પાઠવી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, મુકાલાત દરમિયાન PM નું બહુમૂલ્ય માર્ગદર્શન પ્રાપ્ત કર્યું અને વડાપ્રધાન સાથે ગુજરાત રાજ્યનાં સર્વાંગી વિકાસ હેતું ચર્ચા કરી છે.

સોશિયલ મીડિયા પર PM સાથેના ફોટો કર્યા શેર

ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાલ દિલ્હીનાં પ્રવાસે છે. અહીં, તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) સાથે મુલાકાત કરી (CM meet PM) હતી. આ મુલાકાત અંગેની માહિતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પર ટ્વીટ કરી આપી છે. આ ટ્વીટમાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેનાં ફોટો પણ શેર કર્યા છે. મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ત્રીજી વખત દેશના પીએમ બનવા માટે શુભેચ્છા પાઠવી હતી.

રાજ્યના સર્વાંગી વિકાસ હેતુ ચર્ચા કરી: CM

મુખ્યમંત્રીએ (CM Bhupendra Patel) ટ્વીટમાં પીએમ સાથેના ફોટો શેર કરી લખ્યું કે, 'આજે નવી દિલ્હી ખાતે વૈશ્વિક નેતા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને સતત ત્રીજી વખત વડાપ્રધાન બનવા બદલ હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવી હતી. આ અવસરે તેઓનું બહુમૂલ્ય માર્ગદર્શન પ્રાપ્ત કરી રાજ્યનાં સર્વાંગી વિકાસ હેતું ચર્ચા કરી હતી.' જણાવી દઈએ કે ગઈકાલે 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ'ની (International Yoga Day) ઉજવણી નિમિત્તે નડાબેટ (Nadabet) ખાતે રાજ્યકક્ષાનાં કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, PM નરેન્દ્ર મોદીએ વિશ્વભરમાં યોગને અલગ ઓળખ અપાવી છે. યોગથી અનેક રોગ દૂર થાય છે. યોગ એક આશિર્વાદ છે. ગુજરાત સરકારે યોગ બોર્ડની પણ રચના કરી છે.

 

આ પણ વાંચો - Bangladesh-India: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે તાજેતરમાં આ કરાર પર હસ્તાક્ષર થયા

આ પણ વાંચો - સૌરાષ્ટ્રની રાજનીતિમાં મોટી ઉથલપાથલના એંધાણ

આ પણ વાંચો - Gujarat: સાધુઓની લંપટ લીલાઓ પર ચુપ્પી અને બ્રેઈનવોશની વાત ખટકી, સ્વામિનારાયણ સંપ્રદાયે આપ્યો જવાબ

Tags :
CM Bhupendra PatelCM meet PMDelhiGujarat FirstGujarati NewsInternational Yoga Daynadabetpm narendra modiWorld Yoga Day
Next Article