Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

CM Arvind Kejriwal Poster: ભ્રષ્ટાચારના બેતાજ બાદશાહ સંબોધીને વાયરલ કર્યું પોસ્ટર ભાજપે

CM Arvind Kejriwal Poster:  દિલ્હીના કથિત દારૂ કૌભાંડમાં સુપ્રીમ કોર્ટે વચગાળાના જામીન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંગ કેજરીવાલને તાજેતરમાં આપ્યા છે. ત્યારે જેલમાંથી બહાર આવીને સૌ પ્રથમ તેઓ 10 મેની રાત્રે તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. ત્યારે તેમનું સ્વાગત તેમની માતા અને પત્ની...
07:40 PM May 11, 2024 IST | Aviraj Bagda
CM Arvind Kejriwal Poster

CM Arvind Kejriwal Poster:  દિલ્હીના કથિત દારૂ કૌભાંડમાં સુપ્રીમ કોર્ટે વચગાળાના જામીન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંગ કેજરીવાલને તાજેતરમાં આપ્યા છે. ત્યારે જેલમાંથી બહાર આવીને સૌ પ્રથમ તેઓ 10 મેની રાત્રે તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. ત્યારે તેમનું સ્વાગત તેમની માતા અને પત્ની સાથે આમ આદમી પાર્ટીના મુખ્ય નેતાઓ દ્વારા કરવામાં આવ્યો હતો. પરંતુ બહારની આવવાની સાથે જ તેમણે ભાજપ વિરૂદ્ધ હુંકાર કરવાનો શરુ કર્યો હતો.

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે 11 મેના રોજ તેમની પત્ની સુનીતા કેજરીવાલ, પંજાબના સીએમ ભગવંત માન અને આમ આદમી પાર્ટી (AAP) ના વરિષ્ઠ નેતા અને સાંસદ સંજય સિંહે સાથે કનોટ પ્લેસના પ્રાચીન હનુમાન મંદિરમાં પણ બજરંગબલીના દર્શન કર્યા હતા. હવે આજથી કેજરીવાલ ચૂંટણી પ્રચાર કરવા જઈ રહ્યા છે. આ દરમિયાન ભારતીય જનતા પાર્ટી (BJP) એ CM કેજરીવાલ વિરુદ્ધ એક નવું પોસ્ટર બહાર પાડ્યું છે.

આ પણ વાંચો: Jabalpur : આ કેરીનો ભાવ સાંભળી તમારા હાંજા ગગડી જશે

સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો

અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન મળ્યા બાદ, બીજેપીના દિલ્હી રાજ્ય એકમે તેના સત્તાવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર કેજરીવાલને 'ભ્રષ્ટાચારના બેતાજ બાદશાહ' ગણાવતા એક નવું પોસ્ટર બહાર પાડ્યું છે. આ પોસ્ટરને શેર કરતી વખતે પક્ષ તરફથી લખવામાં આવ્યું હતું કે - 'ભ્રષ્ટ વ્યક્તિ જેલમાં હોય કે જામીન પર બહાર હોય, તે હંમેશા ભ્રષ્ટ હોય છે.'

આ પણ વાંચો: UP FamilyMurder Case: નશેડી પુત્રએ માતાને ગોળી મારી, તેના સંતાનોને છત પરથી ફેંકી દીધા

કેજરીવાલ ચૂંટણી પ્રચારમાં આપને નવી દિશા આપશે

વાસ્તવમાં ભાજપ માની રહ્યું છે કે વચગાળાના જામીન પર જેલમાંથી બહાર આવ્યા બાદ અરવિંદ કેજરીવાલ પોતાની આગવી ભૂમિકથી ચૂંટણી પ્રચારને નવી દિશા આપવાનો પ્રયાસ કરી શકે છે. તેથી ભાજપ ફરી એકવાર ભ્રષ્ટાચારના મુદ્દે અરવિંદ કેજરીવાલ અને AAP ને સંકજામાં લોવાની તૈયારી કરી રહ્યું છે. એટલું જ નહીં, ભાજપ આગામી દિવસોમાં આમ આદમી પાર્ટીને 'ખાલિસ્તાની ફંડિંગ' મળવાનો મુદ્દો પણ જોરદાર રીતે ઉઠાવવાની તૈયારી કરી રહી છે.

આ પણ વાંચો: દેશના નવા વડાપ્રધાન PM Modi નહીં પણ Amit Shah બનશે? અમિત શાહે કરવો પડ્યો ખુલાસો

Tags :
AAPBJPCM Arvind KejriwalCM Arvind Kejriwal PosterDelhiPosterSupreme Court
Next Article