ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમ
Advertisement

Chhattisgarh: સુરક્ષાદળોને મળી મોટી સફળતા,અથડામણમાં 12 નકસલીઓને કરાયા ઠાર

સુરક્ષાદળોને મળી મોટી સફળતા અથડામણમાં 12 નકસલીઓને કરાયા ઠાર સુરક્ષા દળનો મોટું ઓપરેશન Chhattisgarh:છત્તીસગઢના (Chhattisgarh)બીજાપુરના જંગલોમાં ગુરુવારે સવારથી સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે એન્કાઉન્ટર (Naxalites killed) ચાલી રહ્યું છે.સાંજ સુધીમાં,સુરક્ષા દળોએ આ એન્કાઉન્ટરમાં 12 નક્સલીઓને ઠાર કર્યા છે. સ્થાનિક...
09:03 PM Jan 16, 2025 IST | Hiren Dave
featuredImage featuredImage
Naxalites killed

Chhattisgarh:છત્તીસગઢના (Chhattisgarh)બીજાપુરના જંગલોમાં ગુરુવારે સવારથી સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે એન્કાઉન્ટર (Naxalites killed) ચાલી રહ્યું છે.સાંજ સુધીમાં,સુરક્ષા દળોએ આ એન્કાઉન્ટરમાં 12 નક્સલીઓને ઠાર કર્યા છે. સ્થાનિક પોલીસે આ માહિતી આપી છે. બીજાપુર અને તેલંગાણાની સરહદે આવેલા 3 જિલ્લાઓમાં સુરક્ષા દળો દ્વારા એક મોટું ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. સવારથી જ નક્સલવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે સમયાંતરે ગોળીબાર થઈ રહ્યો છે.

અનેક હાઈટેક હથિયારો પણ જપ્ત કર્યા

બીજાપુરમાં નક્સલવાદીઓ વિરુદ્ધ સુરક્ષા દળોએ મોટું ઓપરેશન શરૂ કર્યું છે. તેલંગાણાની સરહદ પર આવેલા ઘણા ગામોમાં નક્સલવાદીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસે આ માહિતી આપી છે. પોલીસે એન્કાઉન્ટર સ્થળ પરથી SLR સહિત અનેક હાઈટેક હથિયારો પણ જપ્ત કર્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે એન્કાઉન્ટર હજુ પણ ચાલુ છે. આ કામગીરીમાં DRG બીજાપુર,DRG સુકમા, DRG દાંતેવાડા, કોબ્રા 204, 205, 206, 208, 210 અને CRPF 229 બટાલિયન સામેલ છે. આ બધી બટાલિયનના સૈનિકો નક્સલવાદીઓ સામે મોટા ઓપરેશન ચલાવી રહ્યા છે.

આ પણ વાંચો - ચોરી કે સૈફ અલી ખાન પર હુમલો? અનેક થિયરી પરંતુ એવા કેટલાક સવાલો જે હજી પણ મુંઝવી રહ્યા છે

દક્ષિણ બસ્તરમાં નકસલીઓ સાથે અથડામણ

પોલીસના જણાવ્યા અનુસાર બીજાપુરના મારુધબાકા અને પૂજારી કાંકેર વિસ્તારમાં સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. સુરક્ષા એજન્સીઓને ગુપ્ત માહિતી મળી હતી કે નક્સલવાદીઓ આ વિસ્તારમાં છુપાયેલા છે. માહિતી મળ્યા બાદ, સૈનિકોએ શોધખોળ અભિયાન હાથ ધર્યું છે. સર્ચ ઓપરેશન દરમિયાન નક્સલીઓ ભાગવા લાગ્યા અને સૈનિકો પર ગોળીબાર શરૂ કરી દીધો. સૈનિકોએ પણ ગોળીબાર કરીને જવાબી કાર્યવાહી કરી છે. વચ્ચે-વચ્ચે ચાલી રહેલી અથડામણમાં અત્યાર સુધીમાં 12 નક્સલીઓ માર્યા ગયા છે.

આ પણ વાંચો - Saif Attacked: હુમલાખોરે સૈફ-કરીનાને નહીં પણ તૈમૂરની આયાને બંધક બનાવી હતી, 1 કરોડની માંગણી કરી હતી

6 જાન્યુઆરીએ 8 સૈનિકો થયા હતા શહીદ

છત્તીસગઢના બીજાપુરના જંગલ વિસ્તાર કુટ્રુમાં નક્સલીઓએ સુરક્ષા દળોના વાહનને નિશાન બનાવ્યું હતું. નક્સલીઓએ IED બ્લાસ્ટ દ્વારા સૈનિકોના વાહનને ઉડાવી દીધું હતું. આ દુ:ખદ અકસ્માતમાં 8 સૈનિકો શહીદ થયા હતા. એક ડ્રાઈવરનું પણ ત્યાં મૃત્યુ થયું હતું. આ બધા સૈનિકો અબુઝમાડ વિસ્તારમાં નક્સલ વિરોધી કાર્યવાહી કર્યા પછી પરત ફરી રહ્યા હતા. તે જ ક્ષણે, તેમના પર હુમલો કરવામાં આવ્યો અને સૈનિકોને લઈ

Tags :
Bijapur encounterBijapur Naxalites encounterChhattisgarh encounterChhattisgarh NewsGujarat FirstHiren daveNaxalites killed in encounter