Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Chhattisgarh : નારાયણપુર-દંતેવાડા બોર્ડર પર મોટું ઓપરેશન, 23 નક્સલવાદીઓ માર્યા ગયા

છત્તીસગઢમાં નક્સલીઓ પર મોટું ઓપરેશન નારાયણપુર-દંતેવાડા બોર્ડર પર નક્સલીઓ વિરુદ્ધ ઐતિહાસિક ઓપરેશન અબુઝમાદમાં 23 નક્સલીઓ ઠાર, સુરક્ષા દળોને મોટી સફળતા AK-47 અને SLR સહિત નક્સલીઓના હથિયાર કબ્જે છત્તીસગઢ (Chhattisgarh) માં નક્સલવાદ વિરુદ્ધ નારાયણપુર-દંતેવાડા બોર્ડર (Narayanpur-Dantewada border) પર શરૂ થયેલા...
chhattisgarh   નારાયણપુર દંતેવાડા બોર્ડર પર મોટું ઓપરેશન  23 નક્સલવાદીઓ માર્યા ગયા
  • છત્તીસગઢમાં નક્સલીઓ પર મોટું ઓપરેશન
  • નારાયણપુર-દંતેવાડા બોર્ડર પર નક્સલીઓ વિરુદ્ધ ઐતિહાસિક ઓપરેશન
  • અબુઝમાદમાં 23 નક્સલીઓ ઠાર, સુરક્ષા દળોને મોટી સફળતા
  • AK-47 અને SLR સહિત નક્સલીઓના હથિયાર કબ્જે

છત્તીસગઢ (Chhattisgarh) માં નક્સલવાદ વિરુદ્ધ નારાયણપુર-દંતેવાડા બોર્ડર (Narayanpur-Dantewada border) પર શરૂ થયેલા મોટા ઓપરેશનમાં અત્યાર સુધી 23 નક્સલવાદીઓ (Naxalites) ને માર્યા ગયા હોવાની માહિતી મળી છે. નારાયણપુરના SP પ્રભાત કુમારે એ વાતની પુષ્ટિ કરી છે કે એન્કાઉન્ટર (encounter) ચાલુ છે અને જવાનો તમામ સુરક્ષિત છે.

Advertisement

એન્કાઉન્ટરની સાથે જ જવાનોનું સર્ચ ઓપરેશન

નારાયણપુર અને દંતેવાડા ((Narayanpur-Dantewada) જિલ્લાના સૈનિકો નારાયણપુર અને દંતેવાડાની સરહદ પર અબુઝમાદ વિસ્તારમાં ચાલી રહેલા આ ઓપરેશનમાં સંયુક્ત રીતે ભાગ લઈ રહ્યા છે. એન્કાઉન્ટરની સાથે જ જવાનોનું સર્ચ ઓપરેશન પણ ચાલી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર એન્કાઉન્ટરમાં જવાનોએ અત્યાર સુધીમાં 23 નક્સલવાદીઓને ઠાર કર્યા છે. ઘટનાસ્થળેથી AK 47, SLR અને અન્ય ઘણા હથિયારો મળી આવ્યા છે. નારાયણપુરના SP પ્રભાત કુમાર જવાનોના સંપર્કમાં છે.

Advertisement

પ્રભાત કુમારના નેતૃત્વમાં પોલીસે ઐતિહાસિક સફળતા હાંસલ કરી

ઉલ્લેખનીય છે કે, છત્તીસગઢ (Chhattisgarh) ના બસ્તર ડિવિઝનના નારાયણપુરના અબુઝહમદ વિસ્તારમાં પ્રભાત કુમારના નેતૃત્વમાં પોલીસે ઐતિહાસિક સફળતા હાંસલ કરી છે. તેથી, બસ્તર આઈજી પી. સુંદરરાજ સહિત રાજ્યના વરિષ્ઠ અધિકારીઓ સમગ્ર ઓપરેશન પર સતત નજર રાખી રહ્યા છે.

10 દિવસ પહેલા સુકમામાં એન્કાઉન્ટર થયું હતું

10 દિવસ પહેલા 24 સપ્ટેમ્બરે સુકમા જિલ્લામાં પણ એન્કાઉન્ટર થયું હતું. આ એન્કાઉન્ટરમાં બે નક્સલવાદીઓ માર્યા ગયા હતા. જો કે, બંનેના મૃતદેહને તેમના સાથીઓ (Chhattisgarh Naxal Encounter) લઈ ગયા હતા. DRG, CRPF અને કોબ્રાના જવાનો કરકનગુડામાં નક્સલવાદીઓના મુખ્ય વિસ્તારમાં ઘૂસી ગયા હતા.

Advertisement

આ પણ વાંચો:  Maharashtra : ડેપ્યુટી સ્પીકરે કેમ મંત્રાલયના ત્રીજા માળેથી ઝંપલાવ્યું, કારણ જાણીને ચોંકી જશો Video

Tags :
Advertisement

.