Chhattisgarh Election 2023: કોંગ્રેસે જનતા નહી પરિવારનું વિચાર્યું : JP Nadda
પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવતા પ્રચાર પ્રસાર તેજ બન્યો છે. રાજકીય પક્ષો પણ પાંચ રાજ્યોમાં જઇને જનસભા સંબોધી રહ્યા છે. ત્યારે બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા આજે છત્તીસગઢના પ્રવાસે છે. તેઓ આજે છત્તીસગઢમાં એકથી વધુ સભાઓ ગજવશે તેમજ રોડ શો પણ કરશે. ત્યારે એક સભા સંબોધન દરમિયાન જે.પી નડ્ડાએ કોંગ્રેસને આડેહાથ લીધી હતી.
અમલીહીડ વિસ્તારમાં સભા સંબોધી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 'મન કી બાત' રેડિયો કાર્યક્રમ સાંભળવા માટે અમલીડીહ વિસ્તારમાં પહોંચ્યા હતા. અમલીડીહમાં આયોજિત 'બૂથ વિજય સંકલ્પ અભિયાન' કાર્યક્રમને સંબોધિત કરતી વખતે, નડ્ડાએ ભૂપેશ બઘેલ સરકાર પર "ભ્રષ્ટાચાર" કરવાનો આરોપ મૂક્યો હતો. તેઓએ કહ્યું કે અમે ભૂપેશ બઘેલની ભ્રષ્ટ, અસમર્થ, અવિશ્વસનીય અને અકલ્પનીય સરકાર જોઈ રહ્યા છીએ. હું અવિશ્વસનીય કહી રહ્યો છું કારણ કે શું તમે ક્યારેય મુખ્યમંત્રીના સચિવ (સૌમ્ય ચૌરસિયા)ને વર્ષો સુધી જેલમાં બંધ જોયા છે ? જ્યારે માથા પર જ ભ્રષ્ટાચાર લખ્યુ હોય તો સબૂત શું જોઇએ.
છત્તીસગઢમાં વર્ષોથી ગ્રહણ : જે.પી નડ્ડા
તેમણે વધુમાં કહ્યું કે ગઈકાલે ચંદ્રગ્રહણ હતું. પણ છત્તીસગઢ તો છેલ્લા 5 વર્ષથી ગ્રહણનો સામનો કરી રહ્યું છે. હવે આ ગ્રહણને દૂર કરવાનો સમય આવી ગયો છે... આ સરકાર ભ્રષ્ટાચારમાં ડૂબી ગઈ છે.
કોંગ્રેસે જનતા નહી પરિવારનું વિચાર્યું- જે.પી નડ્ડા
તેમણ વધુમાં કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું કે કોંગ્રેસે ક્યારેય જનતા વિશે વિચાર્યું નથી, તેઓ ફક્ત પોતાના અને તેમના પરિવાર વિશે વિચારે છે..તેઓ છત્તીસગઢમાં કોઈ વિકાસ કાર્યનો ઉલ્લેખ કરી શકતા નથી. ભારત રત્ન અટલ બિહારી વાજપેયીએ છત્તીસગઢને તેનું નામ આપ્યું હતું...કોંગ્રેસે શાસન કર્યું પણ તેમને કોઈ પરવા નહોતી કરી.
આ પણ વાંચો -છત્તીસગઢમાં ફૂંકાયું ચૂંટણીનું રણશિંગુ, NOTA ને લઇને CM ભૂપેશ બઘેલે આપ્યું મોટું નિવેદન