જાણો, Chandrayaan-3 મિશનના લિડર S. Somanath ની સેલેરી
ભારત અવકાશ ક્ષેત્રમાં એક નવો ઈતિહાસ રચવા જઈ રહ્યું છે, જ્યાં આજે બપોરે ચંદ્રયાન-3 લોન્ચ થયું. આ મિશન ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે તે આપણા ચંદ્ર વિશે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી આપશે ત્યારે આ મિશનને લીડ કરનારા એસ. સોમનાથ હાલ ચર્ચામાં છે. શું તમે જાણો છો ISRO Chief ને સરકાર કેટલો પગાર અને અન્ય કઈ સુવિધાઓ આપે છે.
ISRO એ અનેક મોટી સિદ્ધીઓ હાંસલ કરી
ISRO નું આખુ નામ ભારતીય અવકાશ સંશોધન સંસ્થા છે. ISRO ની સ્થાપના 15 ઓગસ્ટ 1969 ના રોજ થઈ હતી. તેનો હેતુ અવકાશમાં નવી શોધ કરવાનો અને પૃથ્વીની ભ્રમણકક્ષામાં ઉપગ્રહો સ્થાપિત કરવાનો છે. છેલ્લા કેટલાક દાયકાઓમાં ISRO એ ઘણી મોટી સિદ્ધિઓ હાંસલ કરી છે. હવે તે વિશ્વની ટોચની સ્પેસ એજન્સીઓમાં સામેલ થઈ ગઈ છે.
કેટલી સેલેરી મળે છે?
ISRO Chief હોવાના નાતે S. Somanath ઘણી મહત્વપૂર્ણ જવાબદારીઓ છે. જે એજન્સીમાં થનારી દરેક ગતિવિધિ માટે જવાબદાર છે. 7 માં પગારપંચ પ્રમાણે ISRO Chief ની સેલેરી પ્રતિ માસ અઢી લાખ રૂપિયા હોય છે. આ સિવાય તેમને રહેઠાણ, વાહન વગેરેની સુવિધા પણ મળે છે. ISRO ચીફનો રેન્ક એક IAS કે IPS બરાબરનો હોય છે. એપ્રીલ 2022 માં કેન્દ્ર સરકારે ISRO Chief એસ. સોમનાથને Y+ કેટેગરીની સુરક્ષા આપવામાં આવી હતી. જે હેઠળ તેઓ ક્યાંય પણ જાય તેમની સાથે 24*7 4 થી 6 સશસ્ત્ર કમાન્ડો તૈનાત રહેશે.
શું છે શૈક્ષણિક લાયકાત
એસ. સોમનાથને કોલ્લમના ટીકેએમ કોલેજ ઓફ એન્જીનિયરિંગમાંથી મિકેનિકલ એન્જીનિયરિંગમાં B.Tech. કર્યું છે. આ બાદ તેણે ભારતીય વિજ્ઞાન સંસ્થાન બેંગલોરથી એરોસ્પેસ એન્જીનિયરિંગમાં માસ્ટર્સ કર્યું. તેઓ ગોલ્ડ મેડાલિસ્ટ છે. તેઓ વર્ષ 1985 માં વીએસએસસી માં સામેલ થયાં અને શરૂઆતના તબક્કા દરમિયાન PSLV ના એકીકરણ માટે એક ટીમ લીડર હતા. તેમણે લોન્ચિંગ વ્હિકલના વિકાસમાં ઘણી મહત્વની ભૂમિકા નિભાવી છે. તેમના આ યોગદાનને જોતા તેમને 2022 માં ઈસરો ચીફની જવાબદારી આપવામાં આવી. તેમનો કાર્યકાળ ત્રણ વર્ષનો છે.
આ પણ વાંચો : ચંદ્રયાન-3નું સફળ પ્રક્ષેપણ ભારતની અવકાશ યાત્રામાં એક નવો અધ્યાય : PM MODI
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.