ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કેન્દ્રિય ગૃહમંત્રાલયની મોટી જાહેરાત : 17 સપ્ટેમ્બરે 'હૈદરાબાદ મુક્તિ દિવસ' ઉજવાશે

હવે 17 સપ્ટેમ્બર 'હૈદરાબાદ મુક્તિ દિવસ' કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ (AMITBHAI SHAH) નું એલાન 'શહીદોના સન્માનમાં મોદી સરકારનો નિર્ણય' સ્વતંત્રતા સેનાનીઓને સાચી શ્રદ્ધાંજલિઃ ગૃહમંત્રી નિઝામના શાસનથી હૈદરાબાદને મુક્ત કરાવ્યું હતું કેન્દ્રીય ગૃહમંત્રાલયે નોટિફિકેશન બહાર પાડ્યું 1947 બાદ 13 મહિના...
04:12 PM Mar 13, 2024 IST | PARTH PANDYA

HYDERABAD : કેન્દ્ર સરકારે (CENTRAL GOVERNMENT) નિર્ણય લીધો છે કે, તે દર વર્ષે 17 સપ્ટેમ્બરે ‘હૈદરાબાદ મુક્તિ દિવસ’ (HYDERABAD FREEDOM DAY) ઉજવશે. આ માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે (HOME MINISTRY) એક નોટિફિકેશન બહાર પાડ્યું છે. સરકારનું કહેવું છે કે, આ માંગ ઘણા સમયથી કરવામાં આવી રહી હતી, જે હવે પૂરી થઈ રહી છે.

13 મહિના સુધી મુક્ત થયું ન હતું

ગૃહ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, “ભારતને 15 ઓગસ્ટ, 1947ના રોજ સ્વતંત્રતા મળ્યા પછી પણ હૈદરાબાદ 13 મહિના સુધી મુક્ત થયું ન હતું અને તે નિઝામના શાસન હેઠળ હતું. ‘ઓપરેશન પોલો’ નામની પોલીસ કાર્યવાહી બાદ 17 સપ્ટેમ્બર, 1948ના રોજ આ વિસ્તારને નિઝામના શાસનમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો.”

યુવાનોના મનમાં દેશભક્તિની જ્યોત પ્રજજ્વલિત થશે

ગૃહ મંત્રાલયે કહ્યું કે, હૈદરાબાદની નિઝામશાહી હેઠળના વિસ્તારોના લોકો ઘણા સમયથી માંગ કરી રહ્યા હતા કે, દર વર્ષે આ દિવસને હૈદરાબાદ મુક્તિ દિવસ તરીકે ઉજવવામાં આવે. આ માંગને સ્વીકારીને સરકારે 17 સપ્ટેમ્બરને ‘હૈદરાબાદ મુક્તિ દિવસ’ તરીકે ઉજવવાનો નિર્ણય લીધો છે. ગૃહ મંત્રાલયે કહ્યું કે, આનાથી યુવાનોના મનમાં દેશભક્તિની જ્યોત પ્રજજ્વલિત થશે અને આ ક્ષેત્રને સ્વતંત્ર કરાવવા માટે પોતાના જીવનનું બલિદાન આપનારાઓનું તે સન્માન હશે.

ઓપરેશન પોલો દ્વારા હૈદરાબાદને મુક્ત કરવામાં આવ્યું હતું

ઉલ્લેખનીય છે કે, દેશની સ્વતંત્રતા બાદ હૈદરાબાદના નિઝામે ભારતમાં વિલીનીકરણ કરવાનો ઇનકાર કરી દીધો હતો. હૈદરાબાદનો નિઝામ ભારતના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલને પાકિસ્તાન સાથે વિલીનીકરણની ધમકી આપતો હતો. આ પછી ‘ઓપરેશન પોલો’ દ્વારા હૈદરાબાદને મુક્ત કરવામાં આવ્યું હતું.

સરકાર હૈદરાબાદમાં હસ્તક્ષેપ કરશે તો તેને 1.5 કરોડ હિંદુઓના અસ્થિ અને રાખ મળશે

નિઝામે નેહરુ સરકારને ભારતમાં વિલીનીકરણ અંગે ઘણી હેરાનગતિ કરી હતી. નિઝામે જાહેરાત કરી હતી કે, સ્વતંત્રતા પછી તે બ્રિટિશ કોમનવેલ્થના સભ્ય બનીને અલગ રાજ્યનું સાર્વભૌમત્વ જાળવી રાખવા માંગે છે. તેનો કમાન્ડર કાસિમ રઝવી હતો, જે ઇત્તિહાદ-એ-મુસ્લિમીન (હવે AIMIM તરીકે ઓળખાય છે)નો પ્રમુખ હતો. તેણે ધમકી આપી હતી કે, જો ભારત સરકાર હૈદરાબાદમાં હસ્તક્ષેપ કરશે તો તેને 1.5 કરોડ હિંદુઓના અસ્થિ અને રાખ મળશે.

લોહી અને પરસેવાથી બનેલા ભારતને એક દાગને કારણે બરબાદ થવા દેવામાં નહીં આવે

તેના પર સરદાર પટેલે કહ્યું હતું કે, જો આવું હશે તો તે નિઝામ અને તેના આખા પરિવારના મૂળને નષ્ટ કરી દેશે. સરદારે કહ્યું કે, હૈદરાબાદને અન્ય રાજ્યોની જેમ જ વિલિન કરવામાં આવશે. તેમણે કહ્યું કે, સ્વતંત્રતા સેનાનીઓના લોહી અને પરસેવાથી બનેલા ભારતને એક દાગને કારણે બરબાદ થવા દેવામાં નહીં આવે.

મહિલાઓ પર બળાત્કાર ગુજાર્યા હતા

ભારતના લશ્કરી હસ્તક્ષેપ પહેલા નિઝામની સેનાએ હિંદુઓ પર ઘણા અત્યાચારો કર્યા હતા, મહિલાઓ પર બળાત્કાર ગુજાર્યા હતા. બ્રાહ્મણો માર્યા ગયા. આ તમામ અત્યાચારોને લોકો સમક્ષ લાવવા માટે એક ફિલ્મ બનાવવામાં આવી રહી છે. તેનું નામ જ ‘રઝાકાર’ રાખવામાં આવ્યું છે .

આ પણ વાંચો -- Elections 2024 : ભોજપુરી અભિનેતા પવન સિંહે ચૂંટણી લડવા હવે શું કર્યું ?

Tags :
17centraldayFreedomhomeHyderabadministryNotificationseptember
Next Article