સત્યાગ્રહના કારણે નહીં હથિયારોના કારણે આવી આઝાદી, બિહારના રાજ્યપાલનું મોટું નિવેદન
- રાજ્યપાલ દ્વારા આપવામાં આવ્યું વિવાદિત નિવેદન
- માત્ર સત્યાગ્રહના કારણે આઝાદી મળી તે વાત ખોટી
- હાથમાં રહેલા હથિયારો જોઇને અંગ્રેજો ભાગ્યા હતા
પટના : બિહારના રાજ્યપાલે કહ્યું કે,અંગ્રેજો બ્રિટિશ શાસકોએ સત્યાગ્રહના કારણે ભારત નહોતું છોડ્યું. અંગ્રેજોએ જ્યારે લોકોના હાથમાં હથિયાર જોયા તો તેમને લાગવા લાગ્યું કે, લોકો હવે કોઇ પણ હદ સુધી જઇ શકે છે. ત્યારે તેમણે ભારત છોડવાનો નિર્ણય લીધો.
બિહારના રાજ્યપાલે અંગ્રેજોને ભારત છોડવા અંગે નિવેદન આપ્યું છે. રાજ્યપાલ રાજેન્દ્ર આર્લેકરે ગોવામાં કહ્યું કે, બ્રિટિશ શાસકોએ સત્યાગ્રહના કારણે ભારત નહોતું છોડ્યું. અંગ્રેજોએ જ્યારે હાથમાં હથિયાર જોયા તો તેમને લાગ્યું કે, લોકો હવે કોઇ પણ હદ સુધી જઇ શકે છે.
આ પણ વાંચો : રશિયાના કઝાનમાં 9/11 જેનો ઘાતક હુમલો, 3 ગગનચુંબી ઇમારતો સાથે અથડાયા ડ્રોન
બિહારના રાજ્યપાલ ગોવામાં બોલી રહ્યા હતા
બિહારના રાજ્યપાલ આર્લેકરે પણજી ગોવામાં કહ્યું કે, આક્રમણકારીઓએ એક વાર્તા રચવાનો પ્રયાસ કર્યો. જો કે સત્ય તે છે કે ભારતીય સ્વતંત્રતા સંગ્રામ હથિયાર વગર લડાયો નહોતો. અંગ્રેજ સત્યાગ્રહના કારણે ભારત છોડીને નથી ગયા.
તત્કાલીન સરકારે પણ કર્યું સમર્થન
ગોવા પર પોર્ટુગીઝ આક્રમણનો ઉલ્લેખ કરતા રાજ્યપાલે કહ્યું કે, હવે સમય આવી ચુક્યો છે કે, ડર્યા વગર ઇતિહાસ અંગે યોગ્ય પરીપ્રેક્ષ્ય સામે લાવવામાં આવે. તેમણે કોંગ્રેસની ગત્ત સરકારો પર નામ લીધા વગર ગંભીર આરોપ લગાવ્યા. રાજ્યપાલે કહ્યું કે, ભારતીય ઐતિહાસિક સંશોધન પરિષદ (ICHR) એ એક સ્ટોરી રચી હતી ક તમે ગુલામ બનવા માટે પૈદા થયા અને તત્કાલીન સરકારે પણ તેનું સમર્થન કર્યું હતું.
આ પણ વાંચો : બાબાસાહેબના નામ પર ફરી રાજનીતિ! શાહના ભાષણ પર દેશવ્યાપી આંદોલન કરવાના મૂડમાં છે Mayawati
પુછ્યું ગોવા ઇક્વિજિશન શું છે
આનંદિતા સિંહના લખેલા પુસ્તક ભારતના ઉત્તર પૂર્વમાં સ્વતંત્રતા સંગ્રામનો સંક્ષિપ્ત ઇતિહાસ અંગે બોલી રહ્યા હતા. આર્લેકરે કહ્યું કે, ગોવા ઇનક્વિઝિશન શું છે"? જો આપણે તેમે સામે લાવવાનો પ્રયાસ કરો છો તો ગોવામાં કેટલાક લોકો પરેશાન થઇ જાય છે. તેમને દુખ થાય છે. શું અમને તે જણાવવું મુશ્કેલ હોવું જોઇએ કે તમારા મુળ શું છે કેટલાક લોકો ત્યારે પરેશાન થઇ જાય છે, જ્યારે તેમને જણાવવામાં આવે છે કે તમારા મુળ શું છે.
સામે લાવવો જોઇએ તમારો દૃષ્ટિકોણ
તેમણે કહ્યું કે, અમે વગર કોઇની સામે ડર્યા વગર પોતાની વાત કહેવી જોઇએ. જે લોકોએ અમારા પર આક્રમણ કર્યું તે ક્યારે અમારી ન હોઇ શકે. એટલા માટે અમે પોતાના દૃષ્ટિકોણ સામે લાવવું જોઇએ. જો ગુવાહાટી જેવા સ્થળો થી લોકો પોતાના ઇતિહાસ જણાવી રહ્યા છે. તો ગોવાના લોકો પોતાની ભુમિનો સાચો ઇતિહાસ કેમ નથી લખતા. અત્રે ઉલ્લેખનીય છે કે, આર્લેકર ગોવા વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ પણ રહી ચુક્યા છે.
આ પણ વાંચો : Kutchમાં નકલી ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવાનું કારસ્તાન પકડાયું