Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વન નેશન, વન ઈલેક્શનને કેબિનેટની મંજૂરી

વન નેશન, વન ઈલેક્શનને કેબિનેટની મંજૂરી PM મોદીની અધ્યક્ષતામાં મળી હતી બેઠક કેબિનેટની બેઠકમાં મુકાયો કમિટીનો રિપોર્ટ પૂર્વ રાષ્ટ્રપતિ કોવિંદની અધ્યક્ષતામાં બની છે કમિટી આગામી સંસદ સત્રમાં સરકાર લાવશે બિલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેબિનેટે ભારતમાં One Nation,...
વન નેશન  વન ઈલેક્શનને કેબિનેટની મંજૂરી
  • વન નેશન, વન ઈલેક્શનને કેબિનેટની મંજૂરી
  • PM મોદીની અધ્યક્ષતામાં મળી હતી બેઠક
  • કેબિનેટની બેઠકમાં મુકાયો કમિટીનો રિપોર્ટ
  • પૂર્વ રાષ્ટ્રપતિ કોવિંદની અધ્યક્ષતામાં બની છે કમિટી
  • આગામી સંસદ સત્રમાં સરકાર લાવશે બિલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેબિનેટે ભારતમાં One Nation, One Election ના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. બુધવારે મળેલી બેઠકમાં મોદી કેબિનેટે (Modi Cabinet) દેશમાં એકસાથે ચૂંટણી કરાવવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી.

Advertisement

મોદી કેબિનેટે મંજૂરી આપી

દેશમાં છેલ્લા ઘણા સમયથી વન નેશન- વન ઇલેક્શનને લઇને ચર્ચાઓ ચાલી રહી હતી. જેને આજે મોદી કેબિનેટે મંજૂરી આપી દીધી છે. ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આગેવાની હેઠળની સમિતિએ આ પ્રસ્તાવના વિવિધ પાસાં પર અભ્યાસ કર્યો હતો અને માર્ચ 2024માં પોતાનો રિપોર્ટ સરકારને સોંપ્યો હતો. આ રિપોર્ટમાં આપવામાં આવેલા સૂચનો અનુસાર, પ્રથમ પગલા તરીકે, લોકસભા અને રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજવી જોઈએ. સમિતિએ વધુમાં એવી ભલામણ કરી છે કે લોકસભા અને રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજવાના 100 દિવસની અંદર સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ પણ યોજવી જોઈએ. આ પ્રક્રિયાથી સમગ્ર દેશમાં એકસાથે તમામ સ્તરે ચૂંટણી યોજવામાં આવશે. હાલમાં રાજ્યની વિધાનસભા અને લોકસભાની ચૂંટણી અલગ-અલગ યોજાય છે.

Advertisement

કેમ જરૂરી છે વન નેશન-વન ઈલેક્શન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઘણી વખત આ પ્રસ્તાવની વકાલત કરી ચૂક્યા છે. તેઓએ આ યોજના અંગે જોર આપી જણાવ્યું હતું કે, દેશના વિકાસ માટે ચૂંટણીના બોજમાંથી મુક્ત થવું જરૂરી છે. વડાપ્રધાન મોદીના મતે, 'વન નેશન, વન ઇલેક્શન'થી સમય અને નાણાંની બચત થશે. PM મોદીએ કહ્યું હતું કે, 'હું દરેકને એક રાષ્ટ્ર, એક ચૂંટણીના સંકલ્પને હાંસલ કરવા માટે સાથે આવવા વિનંતી કરું છું, જે સમયની જરૂરિયાત છે.' લોકસભા ચૂંટણી પહેલા એક ન્યૂઝ ચેનલ સાથેની ખાસ વાતચીતમાં PM મોદીએ આ મુદ્દે કહ્યું હતું કે સરકારોના સમગ્ર 5 વર્ષના કાર્યકાળ દરમિયાન ચૂંટણી ન થવી જોઈએ. તેમણે કહ્યું હતું કે, 'હું હંમેશા કહું છું કે ચૂંટણી 3 કે 4 મહિના માટે જ થવી જોઈએ. 5 વર્ષ સુધી રાજનીતિ ન થવી જોઈએ. આનાથી ચૂંટણીના સંચાલનમાં થતા ખર્ચમાં ઘટાડો થશે.

32 રાજકીય પક્ષોનું સમર્થન

બીજી તરફ, આ પ્રસ્તાવને વિપક્ષના અનેક પક્ષોનો વિરોધ પણ થયો છે. ખાસ કરીને કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, આમ આદમી પાર્ટી, સીપીએમ અને બસપા જેવા 15 મોટા રાજકીય પક્ષોએ એકસાથે ચૂંટણી યોજવાની વિરોધ કર્યો હતો. આ પાર્ટીઓનું કહેવું છે કે, આ પ્રસ્તાવનો અમલ દેશની લોકશાહી અને રાજ્યસભા પર અસર કરી શકે છે, અને તે બધા રાજ્યો માટે યોગ્ય નથી. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આગેવાની હેઠળની સમિતિએ 'One Nationa, One Election'ના મુદ્દે 62 પક્ષોનો સંપર્ક કર્યો હતો અને પ્રતિક્રિયા આપનાર 47 રાજકીય પક્ષોમાંથી 32 પક્ષોએ એક સાથે ચૂંટણી કરાવવાના વિચારને સમર્થન આપ્યું હતું, જ્યારે 15 પક્ષોએ તેનો વિરોધ કર્યો હતો. રિપોર્ટ અનુસાર, કુલ 15 પક્ષોએ જવાબ આપ્યો નથી.

Advertisement

આ પણ વાંચો:  ગૃહમંત્રી Amit Shah એ અગ્નિવીરો માટે મોટી જાહેરાત કરી, યુવાનોને નોકરીની ખાતરી આપી...

Tags :
Advertisement

.