PM Modi ની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠકમાં 8 નેશનલ હાઈવે પ્રોજેક્ટને આપી મંજૂરી!
Highway ને બ્રાઉનફિલ્ડ્સ સાથે જોડવામાં આવશે
એક નવો Corridor વિકસાવવામાં આવશે
2023-24 માં આશરે રૂ. 3.1 લાખ કરોડ થયું છે
High-Speed Road Corridor Project: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે કુલ 936 કિલોમીટરની લંબાઇ સાથે 8 નેશનલ High-Speed Road Corridor Project ના નિર્માણ માટે મંજૂરી આપી છે. સરકારે કહ્યું કે આ 8 Highway Projects પર કુલ 50,655 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. તે ઉપરાંત સરકારે જણાવ્યું છે કે, આ વિકાસના કાર્યો માટે ઓછા ઓછી ખાનગી જમીનને અધિકૃત કરવામાં આવશે.
Highway ને બ્રાઉનફિલ્ડ્સ સાથે જોડવામાં આવશે
કેન્દ્રીય સંચા મંત્રી અશ્વિની વૈષ્ણવે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે શક્ય હોય ત્યાં સુધી Highway Projects ને બ્રાઉનફિલ્ડ્સ સાથે જોડવામાં આવશે. આ Highway Projects સાથે સરકારનો ઉદ્દેશ લોજિસ્ટિક્સ કાર્યક્ષમતા સુધારવા અને રસ્તા પર વાહનોની ભીડમાં ઘટાડો કરવાનો છે. તે ઉપરાંત આ Highway Projects ના માધ્યમોથી મુસાફરીની સુવિધામાં પણ વધારો કરવામાં આવશે. તેની સાથે શહેરોથી શહેર વચ્ચેનું અંતર પણ ઘટતું જોવા મળશે.
આ પણ વાંચો: ED માં મારા પણ બાતમીદારો છે, ED નું સ્વાગત ચા-બિસ્કિટ સાથે કરીશ: Rahul Gandhi
એક નવો Corridor વિકસાવવામાં આવશે
આ Highway Projects સાથે આગ્રા અને ગ્વાલિયર વચ્ચેનો મુસાફરીનો સમય 50 ટકા ઘટશે. ખડગપુર-મોરેગ્રામ Corridor પશ્ચિમ બંગાળ અને ઉત્તર-પૂર્વની અર્થવ્યવસ્થાને વેગ આપવામાં મોટી ભૂમિકા ભજવશે. કાનપુરની આસપાસના હાઇવે નેટવર્કને કાનપુર રિંગરોડ દ્વારા ભીડની સમસ્યામાં સુધારો કરવામાં આવશે. રાયપુર રાંચી Corridor પૂર્ણ થવાથી ઝારખંડ અને છત્તીસગઢના વિકાસને વેગ મળશે. થરાદ અને અમદાવાદ વચ્ચે પોર્ટ કનેક્ટિવિટી અને લોજિસ્ટિક્સના ઓછા ખર્ચ માટે ગુજરાતમાં High Speed Road Network ને પૂર્ણ કરવા માટે એક નવો Corridor વિકસાવવામાં આવશે.
2023-24 માં આશરે રૂ. 3.1 લાખ કરોડ થયું છે
ગુવાહાટી રિંગ રોડને ઉત્તર-પૂર્વમાં સીમલેસ એક્સેસની સુવિધા આપવા માટે વિકસાવવામાં આવશે. પુણે અને નાસિક વચ્ચે 8-લેન એલિવેટેડ ફ્લાયઓવર Corridor વિભાગ લોજિસ્ટિક્સ કાર્યક્ષમતામાં સુધારો કરવામાં મોટી ભૂમિકા ભજવશે. National Highways નું સરેરાશ વાર્ષિક બાંધકામ પણ 2004-14 માં લગભગ 4,000 કિમીથી લગભગ 2.4 ગણું વધીને 2014-24 માં લગભગ 9,600 કિમી થઈ ગયું છે. ખાનગી રોકાણ સહિત National Highways માં કુલ મૂડી રોકાણ 2013-14 માં રૂ. 50,000 કરોડથી 6 ગણું વધીને 2023-24 માં આશરે રૂ. 3.1 લાખ કરોડ થયું છે.
આ પણ વાંચો: Delhi ના Jahangirpuri માં આંખના પલકારામાં ધરાશાયી થઈ ઈમારત, 3 ના મોત