Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

CAA Law: જાણો... લોકસભાની ચૂંટણી પહેલા કેમ મોદી સરકાર CAA લાગુ કરવા માગે છે

CAA Law: તાજેતરમાં જ સામે આવ્યું છે ગૃહ મંત્રાલય (Home Ministry) તરફથી કે દેશમાં લોકસભા ચૂંટણી (Lok Sabha) ને લઈને આચાર સંહિતા લાગુ થાય. તે પહેલા કોઈપણ સમયે દેશમાં CAA નિયમો સાથે લાગુ કરવામાં આવશે. લોકસભા ચૂંટણી પહેલા CAA થઈ...
caa law  જાણો    લોકસભાની ચૂંટણી પહેલા કેમ મોદી સરકાર caa લાગુ કરવા માગે છે
Advertisement

CAA Law: તાજેતરમાં જ સામે આવ્યું છે ગૃહ મંત્રાલય (Home Ministry) તરફથી કે દેશમાં લોકસભા ચૂંટણી (Lok Sabha) ને લઈને આચાર સંહિતા લાગુ થાય. તે પહેલા કોઈપણ સમયે દેશમાં CAA નિયમો સાથે લાગુ કરવામાં આવશે.

  • લોકસભા ચૂંટણી પહેલા CAA થઈ શકે છે
  • CAA નિયમોને લઈ એક પોર્ટલ તૈયાર કરાયું
  • CAA કાનૂન 3 દેશને લઈ તૈયાર કરવામાં આવ્યો

એક અહેવાલ અનુસાર CAA નિયમો Afghanistan, Pakistan અને Bangladesh માં અત્યાચાર ગુજારાયેલા લઘુમતીઓની ભારતીય નાગરિકતા માટેની અરજીઓની પ્રક્રિયાને સુનિશ્ચિત કરશે. CAA ના નિયમો આવતા મહિનાના પહેલા સપ્તાહમાં લાગુ થઈ શકે છે. નિયમોના અમલીકરણ સાથે CAA કાયદો અમલમાં આવશે.

Advertisement

CAA નિયમોને લઈ એક પોર્ટલ તૈયાર કરાયું

CAA ના અમલનું સૌથી મોટું કારણ લોકસભા ચૂંટણી માટે આદર્શ આચારસંહિતાનો અમલ છે. કેન્દ્ર સરકાર લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલા આ કાયદો લાગુ કરવા માંગે છે. બીજું CAA ને લઈને સરકાર દ્વારા થોડા સમય પહેલા એક પોર્ટલ પણ તૈયાર કરવામાં આવ્યું છે. પડોશી દેશોમાંથી આવતા લાયક સ્થળાંતર કરનારાઓએ ફક્ત પોર્ટલ પર ઑનલાઇન અરજી કરવાની રહેશે અને ગૃહ મંત્રાલય તેની ચકાસણી કરશે અને નાગરિકતા જારી કરશે.

Advertisement

CAA કાનૂન 3 દેશને લઈ તૈયાર કરવામાં આવ્યો

અરજદારો પાસેથી કોઈ દસ્તાવેજો માંગવામાં આવશે નહીં. CAA કાયદો એટલે કે નાગરિકતા સુધારો અધિનિયમ 2019 એ ત્રણ પડોશી દેશ પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના લઘુમતીઓને ભારતીય નાગરિકતા આપવાનું કામ કરશે.

આ પણ વાંચો: PM Modi Meet German Singer : જર્મન સિંગરનું ભજન PM મોદીએ તાળીઓથી વધાવ્યું, જુઓ video

Tags :
Advertisement

Trending News

.

×