Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Breast Cancer Stage: જાણો.... સ્તન કેન્સરના કેટલા તબક્કાઓ હોય છે, અને ક્યો તબક્કો સૌથી ખતરનાક છે

Breast Cancer Stage: Breast Cancer એ વિશ્વભરમાં સ્ત્રીઓમાં સૌથી સામાન્ય કેન્સર છે. WHO મુજબ વર્ષ 2020 માં સમગ્ર વિશ્વમાં 6,85,000 મહિલાઓ Breast Cancer ને કારણે મૃત્યુ પામી હતી. આ કેન્સરનો રિકવરી રેટ 66% છે. આવી સ્થિતિમાં ચાલો જાણીએ Breast Cancer...
breast cancer stage  જાણો     સ્તન કેન્સરના કેટલા તબક્કાઓ હોય છે  અને ક્યો તબક્કો સૌથી ખતરનાક છે

Breast Cancer Stage: Breast Cancer એ વિશ્વભરમાં સ્ત્રીઓમાં સૌથી સામાન્ય કેન્સર છે. WHO મુજબ વર્ષ 2020 માં સમગ્ર વિશ્વમાં 6,85,000 મહિલાઓ Breast Cancer ને કારણે મૃત્યુ પામી હતી. આ કેન્સરનો રિકવરી રેટ 66% છે. આવી સ્થિતિમાં ચાલો જાણીએ Breast Cancer થવા પાછળના લક્ષણો. કેન્સર શરીરના કોઈપણ ભાગમાં ત્યારે થાય છે. જ્યારે ત્યાંના કોષો અનિયંત્રિત રીતે વધવા લાગે છે. આ કોષો ભેગા થાય છે અને ગાંઠ બનાવે છે. જો તેની સમયસર સારવાર ન કરવામાં આવે તો ગાંઠ આસપાસના ભાગોમાં પણ ફેલાઈ શકે છે. Breast Cancer પણ આ જ રીતે ફેલાય છે.

Advertisement

Breast Cancer નો પ્રથમ તબક્કો

આ તબક્કામાં કેન્સરનું પ્રમાણ ઓછું હોય છે અને ઘણીવાર માત્ર સ્તનના પેશીઓમાં જ થાય છે. કેટલાક લોકોમાં તે સ્તન નજીક લસિકા ગાંઠોની આસપાસ પણ થઈ શકે છે. તેની સારવાર સરળ છે અને સારવાર બાદ દર્દી સંપૂર્ણ સ્વસ્થ થવાની 90 ટકા ખાતરી ધરાવે છે.

Breast Cancer નો બીજો તબક્કો

Breast Cancer નો બીજો તબક્કો પણ તેની તપાસનો પ્રારંભિક તબક્કો છે, આ તબક્કામાં પણ કેન્સરની સારી સારવાર કરી શકાય છે. આ સમય દરમિયાન કેન્સરના લક્ષણો સ્તન સિવાય તેની આસપાસની પેશીઓમાં પણ ફેલાઈ શકે છે. આમાં દર્દીના સ્વસ્થ થવાની સંભાવના 80 ટકા છે.

Advertisement

Breast Cancer નો ત્રીજો તબક્કો

Breast Cancer નો ત્રીજો સ્ટેજ એડવાન્સ સ્ટેજ છે, તેમાં કોમ્પ્લીકેશન વધે છે. આમાં કેન્સરના કોષો સ્તન અને સ્તનની નજીક લગભગ 10 લસિકા ગાંઠો સુધી ફેલાય છે. આ સિવાય બ્રેસ્ટની ત્વચા અને છાતીની દિવાલમાં પણ કેન્સર ફેલાઈ ગયું હોય છે. આ સમય દરમિયાન ડૉક્ટરોએ નક્કી કરવાનું હોય છે કે કઈ સારવાર આપવી. આ સ્થિતિમાં દર્દીના સાજા થવાની શક્યતા 60 થી 70 ટકા છે.

Breast Cancer નો ચોથો તબક્કો

Breast Cancer નો આ છેલ્લો સ્ટેજ છે અને આ રોગ ખતરનાક સ્તરે પહોંચી ગયો છે. આનો અર્થ એ છે કે સ્તન અને લસિકા ગાંઠો સિવાય કેન્સર શરીરના અન્ય અંગો જેમ કે હાડકાં અને ફેફસાં સુધી પહોંચી ગયું હોય છે. આમાં દર્દીને બચાવવા માટે ઝડપી સારવાર જરૂરી છે. આમાં દર્દીની બચવાની સંભાવના 40 ટકા અથવા તેનાથી ઓછી છે.

Advertisement

આ પણ વાંચો: Breast Cancer Disease: જાણો… સ્તન કેન્સર કેવી રીતે થાય છે, અને તેને કેવી રીતે સમય રહેતા અટકાવી શકાય છે

Tags :
Advertisement

.