BoycottMaldive : માલદીવના નેતાઓ સામે ભારતીયોમાં આક્રોશ, હવે EaseMyTrip એ ભર્યું આ મોટું પગલું
BoycottMaldive : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અંગે વિવાદાસ્પદ ટિપ્પણી કરવી હવે માલદીવના નેતાઓને (Maldivian leaders) ભારે પડી રહી છે. માલદીવના નેતાઓ સામે સોશિયલ મીડિયા પર ભારતીયોનો ગુસ્સો ઓછો નથી થઈ રહ્યો. આર્થિક નુકસાન પહોંચાડવા માટે ભારતીય નાગરિકો પોતાની માલદીવના પ્રવાસને રદ કરી રહ્યા છે અને હવે લક્ષદ્વીપ (Lakshadweep) જવાની યોજના બનાવી રહ્યા છે. આ ક્રમમાં ભારતીય ટ્રાવેલ કંપની EaseMyTrip એ પણ માલદીવ સામે મોટું પગલું ભર્યું છે.
મળતી માહિતી મુજબ, દેશની અગ્રણી ટ્રાવેલ કંપની EaseMyTrip એ પણ માલદીવ (Maldives) સામે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. તેઓએ માલદીવ માટે તમામ ફ્લાઈટ બુકિંગ કેન્સલ કરી દીધા છે. કંપનીના કો-ફાઉન્ડર અને સીઈઓ નિશાંત પિટ્ટીએ (Nishant Pitti) સોશિયલ મીડિયા પર આ અંગેની માહિતી આપી છે. નિશાંત પિટ્ટીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર એક વીડિયો પોસ્ટ કરીને કહ્યું કે, EaseMyTrip દેશના સમર્થન અને એકતામાં સામેલ છે, તેથી માલદીવની તમામ ફ્લાઇટ્સ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
EaseMyTrip લક્ષદ્વીપ માટે ખાસ ઑફર્સ લાવશે
નિશાંત પિટ્ટીએ આગળ જણાવ્યું કે, લક્ષદ્વીપમાં (Lakshadweep) પણ માલદીવ જેવો દરિયો છે. હવે અમારી કંપની EaseMyTrip લક્ષદ્વીપ માટે ખાસ ઑફર લાવશે, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં મુલાકાત લીધી હતી. ઉલ્લેખનીય છે કે, ભારત અને માલદીવ વચ્ચે સતત વિવાદ વધી રહ્યો છે. સોશિયલ મીડિયા પર #BoycottMaldives #ChaloLakshadweep #ExploreIndianIslands જેવા હેશટેગ હાલ ટ્રેન્ડ કરી રહ્યા છે. સાથે જ ભારતીય પ્રવાસીઓએ માલદીવમાં (BoycottMaldive) તેમના હોલિડે પ્લાન કેન્સલ કરવાનું પણ શરૂ કરી દીધું છે.
જાણો શું છે સમગ્ર મામલો?
તમને જણાવી દઈએ કે, લક્ષદ્વીપની તાજેતરની મુલાકાત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરતા લખ્યું હતું કે, ભારતીયોએ આ ટાપુની મુલાકાત લેવાની યોજના બનાવવી જોઈએ. આ જોઈને માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મોઇઝ્ઝુની (Mohamed Moizzou) પાર્ટીના સભ્ય ઝાહિદ રમીઝ (Zahid Ramiz) અને માલદીવની યુવા સશક્તિકરણ, માહિતી અને કળા નાયબ મંત્રી મરિયમ શિઉના (Mariam Shiuna), માલશા શરીફ અને મહજૂમ માજીએ પીએમ મોદી વિરુદ્ધ અપમાનજનક અને વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. આ ટિપ્પણીઓ બાદ માલદીવ ભારતીયોના નિશાના પર આવી ગયું. ભારતીય હાઈ કમિશનરે પણ આ અંગે વાંધો ઉઠાવ્યો હતો. આ પછી માલદીવ સરકારે કાર્યવાહી કરી અને મંત્રી મરિયમ શિઉના, માલશા શરીફ અને મહજૂમ માજીદને તેમના પદ પરથી હટાવી દીધા.
આ પણ વાંચો - Bilkis Bano Case : ગેંગરેપના 11 દોષિતોની સમયથી પહેલા મુક્તિને SC એ રદ કરી, હવે ફરી જવું પડશે જેલ