ગાઝિયાબાદના લોનીમાં ભાજપના MLAની પોલીસને ધમકી, જો તમારી માનું દૂધ.........!!!
- ભાજપના ધારાસભ્ય નંદકિશોર ગુર્જર દ્વારા પોલીસ કર્મીઓને અપાઈ ધમકી
- રામકથા અગાઉ નીકળતી કળશયાત્રા વખતે થયો હતો હોબાળો
- પોલીસ કહે છે કે, પરવાનગરી વિના કાઢવામાં આવી હતી કળશાયાત્રા
Ghaziabad: સમગ્ર બનાવની વિગત એવી છે કે, ભાજપના ધારાસભ્ય રામચરિતમાનસને માથા પર રાખીને આ યાત્રાનું નેતૃત્વ કરી રહ્યા હતા. જોકે, પોલીસ વહીવટીતંત્રે આ સરઘસને પરવાનગી વિના કાઢવામાં આવી રહ્યું હોવાનું જણાવીને અટકાવવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન પોલીસ અને ધારાસભ્યના સમર્થકો વચ્ચે ઝપાઝપી થઈ, જેમાં ધારાસભ્ય નંદકિશોર ગુર્જરના કપડાં ફાટી ગયા.
ધારાસભ્યએ માના દૂધ પીધું હોય તો....એવી ધમકી સરાજાહેર આપી
ધારાસભ્ય નંદકિશોર ગુર્જરે કહ્યું, "અમે ફક્ત ભક્તિભાવથી કળશ યાત્રા કાઢી રહ્યા હતા, પરંતુ પોલીસે બળજબરીથી તેને રોકવાનો પ્રયાસ કર્યો અને અમારી સાથે ગેરવર્તન કર્યું. હું યુપી પોલીસને પડકાર ફેંકી રહ્યો છું, મુખ્ય સચિવ, કમિશનર જો તમારી માતાએ તમને દૂધ પીવડાવ્યું હોય તો નમાઝ બંધ કરી બતાવો.
આ પણ વાંચોઃ જજના સરકારી બંગલામાં લાગી આગ, ઓલવ્યા બાદ મળ્યો ખજાનો.... ન્યાયતંત્રમાં ખળભળાટ
કળશયાત્રાની પરવાનગી લેવામાં આવી નહતી- પોલીસ
લોની એસીપી અજય સિંહે આ ઘટના પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, "પોલીસ અધિકારીઓ કહે છે કે સવારે વાતચીત દરમિયાન સ્પષ્ટ થયું હતું કે પરવાનગી લેવામાં આવી નથી, તેમ છતાં સરઘસ કાઢવામાં આવ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, વહીવટી નિયમોનો અનાદર કરનારા અને લોકોને ધક્કો મારનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે." જો કે આ સમગ્ર હોબાળામાં નંદકિશોરના સમર્થકો અને પોલીસના કર્મીઓ આમને સામને આવી ગયા હતા. નંદકિશોર ગુર્જરે આ ઘટના દરમિયાન અત્યંત ગુસ્સે થઈને પોલીસ અને સચિવ સુધીના અધિકારીઓને માતાના દૂધ પીધાની ધમકી સરાજાહેર આપી દીધી છે.
આ પણ વાંચોઃ UP : હડકાયો કુતરો જે ગાયને કરડ્યો, તેનુ જ દુધ પી ગઈ એક મહિલા...પછી થયુ મોત