BJP એ બ્રિજભૂષણને વિનેશ-પુનિયા વિરુદ્ધ ન બોલવાની આપી સલાહ
Congress માં જોડાવા બદલ બે કુસ્તીબાજો પર નિશાન સાધ્યું
Congress એ વિરોધ કરી રહેલા કુસ્તીબાજોને સમર્થન આપ્યું હતું
યુવા જુનિયર કુસ્તીબાજોને હેરાન કરવાનો આરોપ હતો
BJP Leader Brij Bhushan Sharan Singh : હરિયાણા વિધાનસભાની ચૂંટણીને લઈને રાજનીતિ લઈ રાજકારણ ગરમાયું છે. તો બીજી તરફ હરિયાણામાં રાજનૈતિક ઉથલ-પાથલ પર જોરશોરથી જોવા મળી રહી છે. સત્તાધીશો અને વિપક્ષ પોતાની પર શબ્દોના બાણ ચલાવી રહ્યા છે. તો વિવિધ કાર્યક્રમોના માધ્યમથી નાગરિકોને રીઝવી રહ્યા છે. ત્યારે ભાજપ સરકાર દ્વારા હરિયાણા વિધાનસભામાં એક ખાસ નેતાને એક સૂચના ફટકારવામાં આવી છે.
Congress માં જોડાવા બદલ બે કુસ્તીબાજો પર નિશાન સાધ્યું
એક અહેવાલ અનુસાર, ભાજપ પાર્ટીના પૂર્વ સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહને ઓલિમ્પિક કુસ્તીબાજો વિનેશ ફોગટ અને બજરંગ પુનિયા વિરુદ્ધ નિવેદન નહીં કરવાથી સલાહ આપવામાં આવી છે. ભારતીય રેસલિંગ ફેડરેશન (WFI) ના ભૂતપૂર્વ વડાએ હરિયાણા વિધાનસભા ચૂંટણી પહેલા Congress માં જોડાવા બદલ બે કુસ્તીબાજો પર નિશાન સાધ્યું હતું. તેના કારણે ભાજપના ટોચના નેતાઓની સલાહ છે કે, બ્રિજભૂષણ શરણ સિંહ ખેલાડીને લઈ કોઈપણ પ્રકારના વિવાદાસ્પદ નિવેદન જાહેર લોકોની સામે આપે નહીં.
આ પણ વાંચો: યુક્રેન યુદ્ધ પર NSA અજીત ડોભાલની શું ભૂમિકા હશે? ઓક્ટોબર જશે રશિયા...
Congress એ વિરોધ કરી રહેલા કુસ્તીબાજોને સમર્થન આપ્યું હતું
જોકે 6 સપ્ટેમ્બરના રોજ વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા, જેમણે ગયા વર્ષે સિંઘ સામે કુસ્તીબાજોના વિરોધનું નેતૃત્વ કર્યું હતું. તેઓએ ડરાવવા અથવા પાછા ન આવવાના વચન સાથે Congress માં જોડાયા હતાં. કોગ્રેંસ પાર્ટીમાં જોડાયા પછી, વિનેશ ફોગાટે કહ્યું હતું કે બીજેપી બ્રિજભૂષણ સિંહને સમર્થન આપી રહી છે. જ્યારે Congress એ વિરોધ કરી રહેલા કુસ્તીબાજોને સમર્થન આપ્યું હતું. જ્યારે તેઓને દિલ્હીમાં રસ્તા પર ખેંચવામાં આવી રહ્યા હતાં.
યુવા જુનિયર કુસ્તીબાજોને હેરાન કરવાનો આરોપ હતો
તમને જણાવી દઈએ કે મીડિયા સાથે વાત કરતા બ્રિજભૂષણ શરણ સિંહે કહ્યું હતું કે વિનેશ અને બજરંગે કુસ્તીમાં નામ કમાવ્યું અને પોતાની રમતના પરાક્રમથી પ્રખ્યાત થયા પરંતુ Congress માં જોડાયા બાદ તેમનું નામ ભૂંસાઈ જશે. વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા એવા કુસ્તીબાજોમાં સામેલ હતાં. જેમણે ગયા વર્ષે બ્રિજ ભૂષણ સિંહ સામે વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કર્યું હતું, જેમાં તેમના પર ઘણા યુવા જુનિયર કુસ્તીબાજોને હેરાન કરવાનો આરોપ હતો.
આ પણ વાંચો: Kolkata Rape-Murder Case : મમતા બેનર્જીને લાગ્યો મોટો આંચકો! TMC સાંસદે રાજીનામું આપ્યું