Bajrang Punia ને મારી નાખવાની મળી ધમકી, કોંગ્રેસ છોડી દો નહીંતર...
Bajrang Punia એ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
Bajrang Punia અને તેના પરિવારની સુરક્ષા વધારવામાં આવી
રેસલર વિનેશ ફોગટ અને Bajrang Punia કોંગ્રેસમાં જોડાયા
Bajrang Punia death threat : દેશના દિગ્ગજ કુસ્તીબાજ અને તાજેતરમાં કિસાન કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ Bajrang Punia ને વિદેશી નંબર પરથી જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી છે. કોંગ્રેસમાં જોડાયા બાદ તેમને વોટ્સએપ પર એક ધમકીભર્યો મેસેજ મળ્યો છે. જેમાં એક લાંબો લેખ લખવામાં આવ્યો છે. તે ઉપરાંત તેમને અંતિમ ચેતવણી પણ આપવામાં આવી છે. જેને લઈ સમગ્ર દેશ ચોંકી ગયો છે.
Bajrang Punia એ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
તો કોંગ્રેસ નેતા Bajrang Punia ને જે વિદેશી નંબરમાંથી મેસેજ આવ્યો હતો, તેમાં લખવામાં આવ્યું હતું કે, જેમાં લખવામાં આવ્યું છે કે, બજરંગ, કોંગ્રેસ છોડી દો નહીંતર તમારા અને તમારા પરિવાર માટે સારું નહીં થાય. આ અમારો છેલ્લો સંદેશ છે. ચૂંટણી પહેલા અમે અમારી શું વાત બતાવીશું. તમે જ્યાં ઇચ્છો ત્યાં ફરિયાદ કરો, આ અમારી પ્રથમ અને છેલ્લી ચેતવણી છે. આ ધમકી બાદ Bajrang Punia એ સોનીપત બહલગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
આ પણ વાંચો: BJP એ બ્રિજભૂષણને વિનેશ-પુનિયા વિરુદ્ધ ન બોલવાની આપી સલાહ
Sonipat, Haryana: Police Spokesperson Ravindra Kumar says, "Bajrang Punia has lodged a complaint at the police station. He received a threatening message from a foreign number. Our investigation is ongoing" pic.twitter.com/0JC2LLgU3Y
— IANS (@ians_india) September 8, 2024
Bajrang Punia અને તેના પરિવારની સુરક્ષા વધારવામાં આવી
આ મામલાને ગંભીરતાથી લઈને પોલીસ સ્ટેશને તપાસ શરૂ કરી છે. રાષ્ટ્રીય ખેલાડી અને લોકોમાં પ્રખ્યાત હોવાના કારણે આ ધમકીએ લોકોમાં ચિંતા અને ગુસ્સો ઉભો કર્યો છે. પોલીસનું કહેવું છે કે તેઓ આ બાબતને ગંભીરતાથી લઈ રહ્યા છે અને ધમકી આપનાર વ્યક્તિને ઓળખવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. Bajrang Punia અને તેના પરિવારની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પોલીસે ખાસ વ્યવસ્થા કરી છે.
રેસલર વિનેશ ફોગટ અને Bajrang Punia કોંગ્રેસમાં જોડાયા
આ ધમકી બાદ Bajrang Punia ની સુરક્ષા પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે અને તેમની સુરક્ષા વધારવામાં આવી રહી છે. હરિયાણા વિધાનસભા ચૂંટણી પહેલા 6 સપ્ટેમ્બરે ઓલિમ્પિયન રેસલર વિનેશ ફોગટ અને Bajrang Punia કોંગ્રેસમાં જોડાયા હતાં. બંને કુસ્તીબાજો કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને અન્ય વરિષ્ઠ નેતાઓને તેમના 10 રાજાજી માર્ગ સ્થિત નિવાસસ્થાને મળ્યા હતાં. 4 સપ્ટેમ્બરે તેઓ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને પણ મળ્યા હતાં અને પછી પાર્ટીમાં જોડાવાનો નિર્ણય કર્યો હતો.
આ પણ વાંચો: યુક્રેન યુદ્ધ પર NSA અજીત ડોભાલની શું ભૂમિકા હશે? ઓક્ટોબર જશે રશિયા...