Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Bilkis Bano Case : સુપ્રીમ કોર્ટેના ચુકાદા બાદ બિલકિસ બાનોએ કહ્યું - હવે હું ફરીથી..!

બિલકિસ બાનો કેસમાં (Bilkis Bano Case) ગઈકાલે સુપ્રીમ કોર્ટે (Supreme Court) મહત્ત્વનો ચુકાદો આપ્યો હતો. સર્વોચ્ચ ન્યાયાલયે બિલકિસ બાનો કેસમાં 11 દોષિતોની જલદી મુક્તિના ગુજરાત સરકારના નિર્ણયને રદ કર્યો હતો અને કોર્ટે અરજીની સુનાવણીને યોગ્ય ઠેરવી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું...
bilkis bano case   સુપ્રીમ કોર્ટેના ચુકાદા બાદ બિલકિસ બાનોએ કહ્યું   હવે હું ફરીથી

બિલકિસ બાનો કેસમાં (Bilkis Bano Case) ગઈકાલે સુપ્રીમ કોર્ટે (Supreme Court) મહત્ત્વનો ચુકાદો આપ્યો હતો. સર્વોચ્ચ ન્યાયાલયે બિલકિસ બાનો કેસમાં 11 દોષિતોની જલદી મુક્તિના ગુજરાત સરકારના નિર્ણયને રદ કર્યો હતો અને કોર્ટે અરજીની સુનાવણીને યોગ્ય ઠેરવી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, બંને રાજ્ય (ગુજરાત-મહારાષ્ટ્ર) ની નીચલી કોર્ટ અને હાઇકોર્ટે ચુકાદો આપી દીધો છે. આથી કોઈ જરૂરિયાત લાગતી નથી કે તેમાં કોઈ પણ પ્રકારે દખલગીરી કરવામાં આવે. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ બિલકિસ બાનોએ પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી છે.

Advertisement

આજે મારા માટે સાચે જ નવું વર્ષ છે : બિલકિસ બાનો

બિલકિસ બાનોએ (Bilkis Bano Case) કહ્યું કે, આજે મારા માટે સાચે જ નવું વર્ષ છે. હું દોઢ વર્ષ પછી હસી છું. મને એવું લાગી રહ્યું છે કે જાણે મારી છાતી પરથી પહાડ જેવો પથ્થર હટી ગયો હોય. હું ફરીથી શ્વાસ લઈ શકું છું. બિલકિસ બાનોએ આગળ કહ્યું કે, ન્યાય આવો જ હોય છે. હું, મારા બાળકોની સાથે દરેક મહિલા જીતી છે. સમર્થન માટે સુપ્રીમ કોર્ટનો આભાર. તમને જણાવી દઈએ કે, ગુજરાતના રમખાણો દરમિયાન આરોપીઓએ બિલકિસ બાનો પર સામુહિક બળાત્કાર ગુજાર્યો હતો અને તેમના પરિવારના 7 સભ્યોની હત્યા પણ કરી હતી.

Advertisement

SC ગુજરાત સરકારનો નિર્ણય રદ કર્યો

બિલકિસ બાનો કેસમાં સુપ્રીમ કોર્ટે ગઈકાલે મહત્ત્વનો ચુકાદો આવ્યો હતો. ઓગસ્ટ, 2022માં ગુજરાત સરકારે (Gujarat Govt) બિલકિસ બાનો સામુહિક બળાત્કાર કેસમાં (Bilkis Bano Case) આજીવન કેદની સજા પામેલા તમામ 11 દોષિતોને મુક્ત કર્યા હતા. ગુનેગારોની આ મુક્તિને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી હતી. આ અંગે ગઈકાલે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપતા દોષિતોની જલદી મુક્તિને રદ કરી હતી. સર્વોચ્ચ અદાલતનું માનવું છે કે, એ રાજ્ય, જ્યાં ગુનેગાર પર કેસ કરવામાં આવે છે અને સજા કરવામાં આવે છે, તે દોષિતોની માફીની અરજી પર નિર્ણય લેવા માટે સક્ષમ છે. સુપ્રીમ કોર્ટનું માનવું છે કે, ગુજરાત રાજ્ય સરકાર દોષિતોની માફી અંગે આદેશો પસાર કરવા સક્ષમ નથી, પરંતુ મહારાષ્ટ્ર સરકાર છે.

Advertisement

દોષિતોને ફરી જેલમાં જવું પડશે

જણાવી દઈએ કે, ગયા વર્ષે ગુજરાત સરકારે આ કેસમાં 11 દોષિતોને સમયથી પહેલા મુક્ત કર્યા હતા. જો કે, હવે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ તમામ 11 દોષિતોને ફરી જેલમાં જવું પડશે. જસ્ટિસ બીવી નાગરત્ના (Justice BV Nagaratna) અને જસ્ટિસ ઉજ્જલ ભુયનની (Justice Ujjal Bhuyan) બેંચે 11 દિવસની સુનાવણી બાદ દોષિતોની સજાની માફીને પડકારતી અરજીઓ પર ગયા વર્ષે 12 ઑક્ટોબરે પોતાનો આદેશ અનામત રાખ્યો હતો. નિર્ણય અનામત રાખતી વખતે, સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને ગુજરાત સરકારોને 16 ઓક્ટોબર સુધીમાં 11 દોષિતોની સજા માફ કરવા અંગેના મૂળ રેકોર્ડ્સ સબમિટ કરવાનો નિર્દેશ આપ્યો હતો. કોર્ટે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં કેસની સુનાવણી કરતી વખતે પૂછ્યું હતું કે, શું દોષિતોને માફી માંગવાનો મૂળભૂત અધિકાર છે?

આ પણ વાંચો - Bilkis Bano Case : ગેંગરેપના 11 દોષિતોની સમયથી પહેલા મુક્તિને SC એ રદ કરી, હવે ફરી જવું પડશે જેલ

Tags :
Advertisement

.