Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bihar Assembly Elections : લાલુએ બિહારને દેશ-દુનિયામાં બદનામ કર્યુ, ગોપાલગંજમાં બોલ્યા Amit Shah

બિહારમાં અમિત શાહનો બીજા દિવસે ગોપાલગંજમાં ચૂંટણી રેલીને સંબોધી અમિત શાહે લાલુ યાદવ પર સાધ્યું નિશાન Bihar: કેન્દ્રીય ગૃહમંત્રી (Amit Shah)અમિત શાહ શનિવારથી બિહારના પ્રવાસે છે. બિહાર પ્રવાસના બીજા દિવસે, અમિત શાહ આરજેડી (RJD)વડા લાલુ યાદવના (Lalu Yadav)ગઢ અને...
bihar assembly elections   લાલુએ બિહારને દેશ દુનિયામાં બદનામ કર્યુ  ગોપાલગંજમાં બોલ્યા amit shah
Advertisement
  • બિહારમાં અમિત શાહનો બીજા દિવસે
  • ગોપાલગંજમાં ચૂંટણી રેલીને સંબોધી
  • અમિત શાહે લાલુ યાદવ પર સાધ્યું નિશાન

Bihar: કેન્દ્રીય ગૃહમંત્રી (Amit Shah)અમિત શાહ શનિવારથી બિહારના પ્રવાસે છે. બિહાર પ્રવાસના બીજા દિવસે, અમિત શાહ આરજેડી (RJD)વડા લાલુ યાદવના (Lalu Yadav)ગઢ અને ગૃહ જિલ્લા ગોપાલગંજમાં (Gopalganj)ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી. રવિવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની પ્રશંસા કરતા આરજેડી વડા લાલુ યાદવ પર જોરદાર નિશાન સાધ્યું હતું.

Advertisement

આરજેડીનું શાસન 'જંગલરાજ '

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કહ્યું કે લાલુ યાદવે ઘાસચારા કૌભાંડ દ્વારા બિહારને બદનામ કર્યું. આરજેડીના શાસનને 'જંગલ રાજ' ગણાવતા કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે આ શાસન હંમેશા જંગલ રાજ તરીકે યાદ રાખવામાં આવશે. બિહારમાં ખાંડ મિલો બંધ થવા તરફ ઈશારો કરતા કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે લાલુ યાદવના શાસનકાળ દરમિયાન બધી ખાંડ મિલો બંધ થઈ ગઈ હતી જેના કારણે રાજ્યનું ખાંડ ઉત્પાદન 30 ટકાથી ઘટીને માત્ર 6 ટકા થઈ ગયું હતું. તેમણે એમ પણ કહ્યું કે એકવાર NDA સરકાર બનશે, તો બંધ ખાંડ મિલો ફરી શરૂ કરવામાં આવશે.

Advertisement

પાંચ વર્ષમાં બિહારને પૂરમુક્ત બનાવીશું: અમિત શાહ

તેમણે કહ્યું કે આજે હું ગોપાલગંજની ધરતી પર જઈને કહું છું કે જો તમે બીજા 5 વર્ષ માટે NDA સરકાર બનાવો છો, તો અમે બિહારને હંમેશા માટે પૂર મુક્ત બનાવવા માટે કામ કરીશું. ઘણા વર્ષો સુધી અમે અયોધ્યામાં ભગવાન રામનું મંદિર બને તેની રાહ જોઈ,પરંતુ લાલુ અને કંપનીએ ઘણી અડચણો ઉભી કરી, પરંતુ 550 વર્ષ પછી, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રામ લલ્લાને એક ભવ્ય મંદિરમાં સ્થાપિત કરાવ્યો.

આ પણ  વાંચો -Chhattisgarh : PM મોદીના પ્રવાસ પહેવાલા 50 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું

સહકારી ક્ષેત્રનો સૌથી મોટો લાભ બિહારને મળશે

અમિત શાહે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સહકારી ક્ષેત્રમાં લાગુ કરાયેલી યોજનાઓનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું મોદી સરકારે 75 વર્ષમાં પહેલીવાર સહકારી મંત્રાલયને મહત્વ આપ્યું છે. આનાથી ગ્રામીણ અર્થતંત્ર, ખેડૂતો અને મહિલા ઉદ્યોગસાહસિકોને ઘણો ફાયદો થશે. બિહારની ફળદ્રુપ જમીન અને જળ સંસાધનોનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે સહકારી ક્ષેત્રનો સૌથી મોટો લાભ બિહારને મળશે.

આ પણ  વાંચો -Bihar વિધાનસભા ચૂંટણી અંગે મોટું અપડેટ, NDA ગઠબંધન નીતિશ કુમારના નેતૃત્વમાં લડશે ચૂંટણી

નીતિશ કુમારના નેતૃત્વમાં બિહાર વિકાસની  ગતિમાં

અમિત શાહે બિહાર વાસીઓને અપીલ કરતા કહ્યું કે જ્યારે પણ લાલુ યાદવની સરકાર આવી બિહાર નીચે પડી ગયુ. જ્યારે પણ એનડીએની સરકાર આવી ત્યારે બિહાર આગળ વધ્યું. આથી 2025માં બિહારમાં NDA માં સરકાર બનાવો અને ભારત સરકારને બિહારમાં કામ કરવાની તક આપો. તેમણે બિહારને સમગ્ર દેશ માટે માર્ગદર્શક ગણાવ્યુ અને કહ્યું કે નીતિશ કુમારના નેતૃત્વમાં બિહાર વિકાસની દિશામાં આગળ વધી રહ્યું છે.

Tags :
Advertisement

Trending News

.

×