ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Bihar Exit Poll 2024: બિહારના એક્ઝિટ પોલના આંકડાઓમાં NDA નો દબદબો જોવા મળ્યો

Bihar Exit Poll 2024: દેશમાં લોકસભા ચૂંટણી 2024 ના પરિણામાના એક્ઝિટ પોલના આંકડાઓ દરેક સંસ્થાઓ દ્વારા જાહેર કરવામાં આવી રહ્યા છે. Bihar ની 40માંથી 8 લોકસભા સીટો પર મતદાનના છેલ્લા તબક્કાનું મતદાન પૂર્ણ થતાં જ દરેક એજન્સી દ્વારા જાહેર કરવામાં...
08:05 PM Jun 01, 2024 IST | Aviraj Bagda
Lok Sabha Election 2024, Lok Sabha Election, Bihar Exit Poll

Bihar Exit Poll 2024: દેશમાં લોકસભા ચૂંટણી 2024 ના પરિણામાના એક્ઝિટ પોલના આંકડાઓ દરેક સંસ્થાઓ દ્વારા જાહેર કરવામાં આવી રહ્યા છે. Bihar ની 40માંથી 8 લોકસભા સીટો પર મતદાનના છેલ્લા તબક્કાનું મતદાન પૂર્ણ થતાં જ દરેક એજન્સી દ્વારા જાહેર કરવામાં આવેલા એક્ઝિટ પોલમાં Bihar ના આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે.

એક્ઝિટ પોલ અનુસાર Bihar માં 48 ટકા વોટ NDA ના ખાતામાં જઈ રહ્યા છે. ગત વખતે મતદાનની ટકાવારી 56 ટકા હતી. Bihar માં બે પક્ષો જોડાયા છતાં નુકસાન સામે આવી રહ્યું છે. આ વખતે INDIA Alliance ને Bihar માં 42 ટકા વોટ ટકાવારી મળી છે. NDA એ Bihar માં 27 થી 32 બેઠકો મેળવવાનો દાવો કર્યો છે. ભાજપને 17 ને બદલે 13 થી 15 બેઠકો મળશે.

મેટ્રિસ એક્ઝિટ પોલે Bihar માં NDA ને 32 થી 37 સીટો આપી

JDU 16 ને બદલે 9 થી 11 બેઠકો જીતે તેવી શક્યતા છે. LJP-RA ને 4 બેઠકો મળવાની સંભાવના જાહેર કરવામાં આવી છે. INDIA Alliance 7 થી 10 બેઠકો મેળવવાનો દાવો કરી રહ્યું છે, જેમાંથી એકલા RJD ને 6-7 અને Congress ને 1-2 બેઠકો મળવાનો દાવો છે. પપ્પુ યાદવ સૌથી લોકપ્રિય લોકસભા સીટ પૂર્ણિયા પર મેદાન મારી રહ્યા છે. આ વખતે પાટલીપુત્ર સીટ પર મીસા ભારતી અને રામકૃપાલ યાદવ વચ્ચે મુકાબલો છે. આ સીટ પર મીસા ભારતી ભારે દેખાઈ રહી છે. મેટ્રિસ એક્ઝિટ પોલે Bihar માં NDA ને 32 થી 37 સીટો આપી છે. તેમણે INDIA Allianceને 2 થી 7 બેઠકો આપી છે.

આ પણ વાંચો:  Telangana Exit Poll : તેલંગાણામાં ભાજપ કેટલી સીટો મારશે બાજી! જાણો એક્ઝિટ પોલના આંકડા

 

Tags :
AAPBihar Exit PollBihar Exit Poll 2024BJPCongressExit Poll 2024INDIA allianceLok Sabha Election 2024Lok-Sabha-electionNDARJD
Next Article