Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Bihar : CM નીતિશ કુમારના જૂના મિત્રે I.N.D.I. ગઠબંધનને લઈ કહ્યું- બે- ચાર દિવસમાં..!

લોકસભાની ચૂંટણી-2024 માં (Lok Sabha Elections-2024) ભારતીય જનતા પાર્ટી (BJP) ને માત આપવા માટે વિપક્ષી પાર્ટીઓએ ભેગા મળી I.N.D.I. ગઠબંધનની શરૂઆત કરી. જો કે, હવે બિહારમાં (Bihar) આ I.N.D.I. ગઠબંધનમાં તિરાડના સમાચાર આવવા છે. ભાજપના રાજ્યસભા સાંસદ સુશીલ મોદીએ...
bihar   cm નીતિશ કુમારના જૂના મિત્રે i n d i  ગઠબંધનને લઈ કહ્યું  બે  ચાર દિવસમાં

લોકસભાની ચૂંટણી-2024 માં (Lok Sabha Elections-2024) ભારતીય જનતા પાર્ટી (BJP) ને માત આપવા માટે વિપક્ષી પાર્ટીઓએ ભેગા મળી I.N.D.I. ગઠબંધનની શરૂઆત કરી. જો કે, હવે બિહારમાં (Bihar) આ I.N.D.I. ગઠબંધનમાં તિરાડના સમાચાર આવવા છે. ભાજપના રાજ્યસભા સાંસદ સુશીલ મોદીએ તો ત્યાં સુધી કહ્યું કે લાલુ યાદવે નીતિશ કુમારથી પોતાને દૂર કરી લીધા છે. જ્યારે, બીજી તરફ લાલૂ પ્રસાદ યાદવે કહ્યું કે નીતિશ કુમાર સાથે બધુ સારું છે. જો કે, તેમના ચહેરા પર થોડી નારાજગી જોવા મળી હતી. બિહારના (Bihar) પૂર્વ સીએમ જીતનરામ માંઝીએ I.N.D.I. ગઠબંધનને ઘમંડિયા ગઠબંધન કહ્યું છે.

Advertisement

નીતિશ કુમારના (Nitish Kumar) જૂના મિત્ર જીતનરામ માંઝીએ (Jitanram Manjhi) બુધવારે બિહારના (Bihar) પટનામાં પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, તેમાં તેમણે કહ્યું કે, આજે દેશ આગળ વધી રહ્યો છે. ભલે તે પછી વિજ્ઞાનની બાબત હોય કે પછી G20 ની. આર્થિક દ્રષ્ટીએ બધુ સારું થઈ રહ્યું છે. નરેન્દ્ર મોદીના (PM Modi) નેતૃત્વમાં ભારત સુરક્ષિત છે.

Advertisement

I.N.D.I. ગઠબંધનમાં ખેંચતાણ અંગે પૂછાયેલા સવાલના જવાબમાં જીતનરામ માંઝીએ (Jitanram Manjhi) કટાક્ષ કરતા કહ્યું કે, અમે એટલું જ કહીએ છીએ કે ઘમંડિયા ગઠબંધનમાં તેમનો કોઈ હિસાબ નથી. તેમની વચ્ચે વિવાદ છે. પહેલા એકને વડાપ્રધાનનું સપનું બતાવ્યું અને પછી તેને કમાન્ડર-ઈન-ચીફની ખુરશી બતાવી. ઘમંડિયા ગઠબંધન હવે તૂટી રહ્યું છે. બે-ચાર દિવસમાં તેમનું અસ્તિત્વ ખતમ થઈ જશે." તેમણે ફરી પુન:રોચ્ચાર કર્યો કે અહીં (NDA) કોઈ સમસ્યા નથી. દરેક વ્યક્તિ પોતાની રીતે કામ કરી રહ્યો છે. એનડીએની જીત માટે પ્રયાસ કરી રહ્યા છે.

Advertisement

આ પણ વાંચો - Haryana : ભૂતપૂર્વ CM ભૂપેન્દ્ર હુડ્ડા પર ED નો સકંજો, આ કેસમાં થઈ પૂછપરછ

Tags :
Advertisement

.