Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

PA Bibhav Kumar: કોણ છે જે દિલ્હીના મુખ્યમંત્રીના PA છે, જેણે AAP મહિલા કાર્યાકાર સાથે મારપીટ કરી

PA Bibhav Kumar: તાજેતરમાં દિલ્હી (Delhi) ના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (CM Arvind Kejriwal) ના નિવાસસ્થાને તેમના પીએએ રાજ્યસભા સાંસદ સ્વાતી માલીવાલ (Swati Maliwal) ને ગેરવર્તણૂક કરી મારપીટ કરી હોવાનો કેસ સામે આવ્યો છે. આ ઘટનાને લઈ હાલમાં એક પત્રકાર પરિષદ...
08:00 PM May 14, 2024 IST | Aviraj Bagda
PA Bibhav Kumar, Swati Maliwal, CM Arvind Kejriwal

PA Bibhav Kumar: તાજેતરમાં દિલ્હી (Delhi) ના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (CM Arvind Kejriwal) ના નિવાસસ્થાને તેમના પીએએ રાજ્યસભા સાંસદ સ્વાતી માલીવાલ (Swati Maliwal) ને ગેરવર્તણૂક કરી મારપીટ કરી હોવાનો કેસ સામે આવ્યો છે. આ ઘટનાને લઈ હાલમાં એક પત્રકાર પરિષદ યોજી સાંસદ સંજ્ય સિંહે પૃષ્ટિ કરી હતી. તેમાં તેમણે કહ્યું હતું કે, સાંસદ સ્વાતિ માલીવાલ (Swati Maliwal) સાથે થયેલી ઘટના ખરેખર નિંદનીય છે. તે ઉપરાંત મુખ્યમંત્રી કેજરીવાલે પણ આ ઘટનાની ટીકા કરીને કાયદેસરની કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.

એક અહેવાલ અનુસાર, તાજેતરમાં Delhi ના સિવિલ લાઈન્સ પોલીસ સ્ટેશનમાં સાંસદ Swati Maliwal દિલ્હીના મુખ્યમંત્રીના પીએએ તેમની સાથે મારપીટ કરીને ગેરવર્તણૂક કરી હોવાની ફરિયાદ નોંધાવી છે.જોકે Swati Maliwal હજુ સુધી આ મામલે લેખિત ફરિયાદ નોંધાવી નથી. પોલીસનું કહેવું છે કે ફરિયાદ બાદ જ કેસની તપાસ આગળ વધશે. આ સમગ્ર મામલાના કેન્દ્રમાં બિભવ કુમાર છે, જેના પર સ્વાતિ માલીવાલ પર હુમલો કરવાનો આરોપ છે.

બિભવ કુમાર અને અરવિંદ કેજરીવાલની મિત્રતા વર્ષો જૂની

બિભવ કુમાર (Bibhav Kumar) ને મુખ્યમંત્રી CM Arvind Kejriwal ના અંગત વ્યક્તિ માનવામાં આવે છે. કારણ કે... જ્યારે CM Arvind Kejriwal જેલમાં હતા, ત્યારે તેમણે જે વ્યક્તિઓને જેલમાં મણવાની યાદી બનાવી હતી. તેમા Bibhav Kumar નું નામ પણ સામેલ હતું. Bibhav Kumar અને CM Arvind Kejriwal ની મિત્રતા વર્ષો જૂની છે. Bibhav Kumar વીડિયો જર્નાલિસ્ટ હતો. India Against Corruption એક મેગેઝિન બહાર પાડતું હતું. Bibhav Kumar આ મેગેઝિન માટે વીડિયો એડિટ કરતો હતો. ઈન્ડિયા અગેઈન્સ્ટ કરપ્શન એ જ સંસ્થા છે જેણે 2011 માં ભ્રષ્ટાચાર વિરુદ્ધ મોટું આંદોલન ચલાવ્યું હતું.

આ પણ વાંચો: Voting Guidelines: મતદાન મથક પર બુરખો પહેરીને આવું કેટલું યોગ્ય, વિદેશમાં શુ નિયમો છે?

2015 માં અરવિંદ કેજરીવાલના અંગત સચિવ તરીકે નિયુક્ત

સમયની સાથે બંનેની મિત્રતા ગાઢ બની. Bibhav Kumar ને 2015 માં CM Arvind Kejriwal ના અંગત સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. 2020 માં આમ આદમી પાર્ટીએ ફરીથી સરકાર બનાવ્યા બાદ તેમને ફરીથી આ પદ પર નિયુક્ત કરવામાં આવ્યા હતા. કહેવાય છે કે CM Arvind Kejriwal ની દિનચર્યા પણ Bibhav Kumar નક્કી કરે છે. બિભવ કુમારને કેજરીવાલનો 'જમણો હાથ' માનવામાં આવે છે. CM Arvind Kejriwal ના પીએ Bibhav Kumar અવારનવાર ચર્યાનો વિષય રહે છે. ગયા મહિને જ તકેદારી વિભાગે તેમની નિમણૂક રદ કરી હતી.

આ પણ વાંચો: AAP Swati Maliwal: હવે, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પાર્ટીમાં જ મહિલાઓ સુરક્ષિત નહીં

ED એ પણ કથિત દારૂ કૌભાંડ કેસમાં તેમની પૂછપરછ કરી

તે ઉપરાંત Bibhav Kumar વિરુદ્ધ ક્રિમિનલ કેસ ચાલી રહ્યો છે. નોઈડા ડેવલપમેન્ટ ઓથોરિટીમાં કામ કરતા મહેશ પાલે 2007 માં Bibhav Kumar વિરુદ્ધ દુર્વ્યવહાર અને ધમકી આપવાનો કેસ દાખલ કર્યો હતો. અગાઉ 8 એપ્રિલના રોજ ED એ પણ કથિત દારૂ કૌભાંડ કેસમાં તેમની પૂછપરછ કરી હતી. મની લોન્ડરિંગ એક્ટ હેઠળ તેમનું નિવેદન પણ નોંધવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: PM મોદી સાથે નામાંકન પત્ર ભરવા પહોંચેલા આ વિદ્વાન છે કોણ? રામ મંદીર સાથે છે ખાસ કનેક્શન..

Tags :
AAPBibhav KumarCM Arvind KejriwalDelhiDelhi PoliceedPA Bibhav KumarSwati Maliwal
Next Article