Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બજરંગ પુનિયા અને વિનેશ ફોગાટ ન માની સાક્ષી મલિકની સલાહ, અંંતે Congress માં જોડાયા

બજરંગ પુનિયા અને વિનેશ ફોગાટ કોંગ્રેસમાં જોડાયા સાક્ષી મલિકની સલાહને અવગણી વિનેશ ફોગટ લડશે ચૂંટણી સાક્ષી મલિકની સલાહ છતા ઓલિમ્પિયન કુસ્તીબાજો બજરંગ પુનિયા અને વિનેશ ફોગાટ (Bajrang Punia and Vinesh Phogat) શુક્રવારે કોંગ્રેસમાં જોડાઇ (joined the Congress) ગયા છે. બંને...
બજરંગ પુનિયા અને વિનેશ ફોગાટ ન માની સાક્ષી મલિકની સલાહ  અંંતે congress માં જોડાયા
  • બજરંગ પુનિયા અને વિનેશ ફોગાટ કોંગ્રેસમાં જોડાયા
  • સાક્ષી મલિકની સલાહને અવગણી
  • વિનેશ ફોગટ લડશે ચૂંટણી

સાક્ષી મલિકની સલાહ છતા ઓલિમ્પિયન કુસ્તીબાજો બજરંગ પુનિયા અને વિનેશ ફોગાટ (Bajrang Punia and Vinesh Phogat) શુક્રવારે કોંગ્રેસમાં જોડાઇ (joined the Congress) ગયા છે. બંને કુસ્તીબાજો કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની હાજરીમાં કોંગ્રેસ (Congress) માં જોડાયા હતા. આ અવસરે કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલ, પાર્ટીના નેતા પવન ખેડા, હરિયાણા કોંગ્રેસના પ્રમુખ ઉદય ભાન અને હરિયાણા પ્રભારી દીપક બાબરિયા પણ હાજર હતા.

Advertisement

માત્ર વિનેશ ફોગાટ જ ચૂંટણી લડશે

સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસના સ્ટાર પ્રચારક હોવા ઉપરાંત બજરંગ પુનિયાને કોંગ્રેસ સંગઠનમાં યોગ્ય પદ આપવામાં આવશે. સૂત્રોએ જણાવ્યું કે માત્ર વિનેશ ફોગટ (Vinesh Phogat) જ ચૂંટણી લડશે. બજરંગ પુનિયા ચૂંટણી નહીં લડે. વિનેશ ક્યાંથી ચૂંટણી લડશે તે હજુ સ્પષ્ટ નથી. કોંગ્રેસમાં જોડાતા પહેલા વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા મલ્લિકાર્જુન ખડગેને તેમના ઘરે મળ્યા હતા. આ બેઠક અડધા કલાકથી વધુ સમય સુધી ચાલી હતી.

Advertisement

વિનેશ ફોગાટે શું કહ્યું?

કોંગ્રેસમાં સામેલ થવા પર વિનેશ ફોગાટે કહ્યું કે, સમર્થન માટે સમગ્ર દેશવાસીઓનો આભાર. હું અપેક્ષાઓ પર ખરા ઉતરવાનો પ્રયત્ન કરીશ. અમે નવી ઇનિંગ શરૂ કરી રહ્યા છીએ. અમે દરેક મહિલા સાથે ઊભા છીએ જે લાચાર અને શક્તિહીન અનુભવે છે. વિનેશે કહ્યું કે, હું કોંગ્રેસનો આભાર માનું છું, તેઓ કહે છે કે ખરાબ સમયમાં જ ખબર પડે છે કે કોણ આપણું છે. ભગવાને મને દેશના લોકોની સેવા કરવાની તક આપી. મેં જે સામનો કર્યો, બીજા કોઈએ સામનો કરવો પડશે નહીં, આજે તેઓ હિંમત મેળવશે. વિનેશ ફોગાટે વધુમાં કહ્યું કે, લડાઈ પૂરી થઈ નથી. અમારો કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે. અમે તે યુદ્ધ પણ જીતીશું. જેમ આપણે રમતગમતમાં ક્યારેય હાર સ્વીકારીતા નથી, તેવી જ રીતે અમે આ નવા પ્લેટફોર્મ (પાર્ટી) પર ક્યારેય હાર સ્વીકારીશું નહીં. પોતાના લોકોની વચ્ચે રહીશું, પૂરા દિલથી મહેનત કરીશું. હું કહેવા માંગુ છું કે તમારી બહેન હંમેશા તમારી સાથે રહેશે.

બજરંગ પુનિયાએ જણાવ્યું હતું

સાથે જ બજરંગ પુનિયાએ પણ સૌનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે, દેશની દીકરીએ જે અવાજ ઉઠાવ્યો છે તેની કિંમત અમે ચૂકવી રહ્યા છીએ. કુશ્તીમાં જેટલી મહેનત કરી છે, ભવિષ્યમાં પણ એટલી જ મહેનત કરીશું. અમે જમીન પર કામ કરીશું. સંઘર્ષની લડાઈમાં હંમેશા કોંગ્રેસની સાથે ઊભા રહીશું.

Advertisement

કોંગ્રેસમાં જોડાતા પહેલા રેલ્વેની નોકરી છોડી

કોંગ્રેસમાં જોડાતા પહેલા વિનેશ ફોગાટે (Vinesh Phogat) રેલ્વેની નોકરી છોડી દીધી હતી. તેમણે કહ્યું કે, ભારતીય રેલ્વેની સેવા કરવી એ મારા જીવનનો યાદગાર અને ગૌરવપૂર્ણ સમય રહ્યો છે. મારા જીવનના આ તબક્કે, મેં પોતાને રેલ્વે સેવાથી અલગ કરવાનો નિર્ણય કર્યો છે અને ભારતીય રેલ્વેના સક્ષમ અધિકારીઓને મારું રાજીનામું પત્ર સુપરત કર્યું છે. રેલ્વે દ્વારા મને દેશની સેવા કરવાની આ તક આપવા બદલ હું ભારતીય રેલ્વે પરિવારનો હંમેશા આભારી રહીશ.

આ પણ વાંચો:  સાક્ષી મલિકની વિનેશ ફોગાટને સલાહ - મને પણ ઓફર આવે છે, પરંતુ આપણે બલિદાન આપવું જોઈએ

Tags :
Advertisement

.