Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Ayodhya : સ્વામી પ્રસાદ મૌર્ય ફરી ભાંગરો વાટ્યો, કાર સેવકો પર આપ્યું આ વિવાદાસ્પદ નિવેદન

સમાજવાદી પાર્ટીના (Samajwadi Party) વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી સ્વામી પ્રસાદ મૌર્ય (Swami Prasad Maurya) હંમેશાં તેમના નિવેદનોને લઈને કોઈ ન કોઈ વિવાદમાં રહે છે. ત્યારે હવે તેમનું વધુ એક વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે. આ વખતે સ્વામી પ્રસાદ...
12:19 PM Jan 10, 2024 IST | Vipul Sen

સમાજવાદી પાર્ટીના (Samajwadi Party) વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી સ્વામી પ્રસાદ મૌર્ય (Swami Prasad Maurya) હંમેશાં તેમના નિવેદનોને લઈને કોઈ ન કોઈ વિવાદમાં રહે છે. ત્યારે હવે તેમનું વધુ એક વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે. આ વખતે સ્વામી પ્રસાદ મોર્યે કારસેવકોને (Karsevak) લઈ વિવાદિત નિવેદન આપ્યું છે. કાસગંજ (Kasganj) ખાતે તેમણે કહ્યું કે, સંવિધાન અને કાયદાની સુરક્ષા માટે સમકાલીન સરકારે અયોધ્યામાં (Ayodhya) અરાજક તત્વો પર જોતા જ ને ગોળી મારવાનો આદેશ આપ્યો હતો. જે તે સમયે સમકાલિન સરકારે પોતાની ફરજ બજાવી હતી.

સપા નેતા સ્વામી પ્રસાદ મૌર્યે (Swami Prasad Maurya) કહ્યું હતું કે, જે સમયે કાર સેવકો પર ગોળીબાર કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો તે સમયે તત્કાલીન સરકાર પોતાની ફરજ બજાવી રહી હતી. તેમણે કહ્યું કે, જે સમયે અયોધ્યામાં (Ayodhya) રામ મંદિર (Ram Mandir) પર ઘટના ઘટી હતી, ત્યાં તોફાની તત્વો દ્વારા કોઈપણ પ્રકારના ન્યાયિક કે વહીવટી આદેશ વિના મોટા પાયે તોડફોડ કરી હતી. તેના પર તત્કાલીન સરકારે બંધારણ અને કાયદાની રક્ષા અને શાંતિ જાળવવા માટે ગોળીબાર કર્યો હતો.

33 વર્ષ પહેલા કાર સેવકો પર થયો હતો ગોળીબાર

જણાવી દઈએ કે, 33 વર્ષ પહેલા અયોધ્યામાં (Ayodhya) હનુમાનગઢી જઈ રહેલા કાર સેવકો પર ભારે ગોળીબાર કરવામાં આવ્યો હતો. તે સમયે ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીની સરકાર હતી અને મુલાયમસિંહ યાદવ યુપીના મુખ્યમંત્રી હતા. જે તે સમયે પ્રશાસને અયોધ્યામાં (Ayodhya) કર્ફ્યુ લગાવી દીધો હતો, જેના કારણે ભક્તોને પ્રવેશ આપવામાં આવતો ન હતો, પરંતુ તેમ છતાં ઋષિ-મુનિઓ અયોધ્યા તરફ કૂચ કરી રહ્યા હતા. પોલીસે બાબરી મસ્જિદના 1.5 કિલોમીટરના દાયરામાં બેરિકેડ કરી દીધા હતા. દરમિયાન કારસેવકોનું ટોળું કાબૂ બહાર ગયું હતું. આથી પહેલીવાર કાર સેવકો પર ગોળીબાર કરવામાં આવ્યો હતો અને આ ઘટનામાં 5 લોકોના મોત નીપજ્યા હતા. આ ઘટના બાદ દેશભરમાં સ્થિતિ વણસી હતી.

 

આ પણ વાંચો - Shiv Sena : CM એકનાથ શિંદે પર લટકતી તલવાર! વિધાનસભા સ્પીકર કરશે નિર્ણય, વાંચો અહેવાલ

Tags :
AyodhyaBabri MasjidGujarat FirstGujarati NewsHanumangarhiKarsevaksKasganjnational newsram mandirSamajwadi PartySwami Prasad MauryaUP
Next Article