Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ram Navami : રામનગરીને દુલ્હનની જેમ શણગારવામાં આવી,જુઓ video

Ram Navami : આ વખતે 17મી એપ્રિલના રોજ આવી રહેલી રામનવમી (Ram Navami)માટે અયોધ્યાને (Ayodhya)સંપૂર્ણ રીતે સજાવવામાં આવી છે. મજબૂત અને અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જાન્યુઆરીમાં આયોજિત પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ બાદ આ પ્રથમ વખત છે કે અયોધ્યામાં આટલી...
ram navami   રામનગરીને દુલ્હનની જેમ શણગારવામાં આવી જુઓ video

Ram Navami : આ વખતે 17મી એપ્રિલના રોજ આવી રહેલી રામનવમી (Ram Navami)માટે અયોધ્યાને (Ayodhya)સંપૂર્ણ રીતે સજાવવામાં આવી છે. મજબૂત અને અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જાન્યુઆરીમાં આયોજિત પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ બાદ આ પ્રથમ વખત છે કે અયોધ્યામાં આટલી ભીડ અને આટલી સુરક્ષા જોવા મળી રહી છે.

Advertisement

રામ નવમી પહેલાની તૈયારીઓ પૂર્ણ

રામ નવમી પહેલાની તૈયારીઓને અયોધ્યાના રસ્તાથી માંડીને નગરજનોના માનસ સુધી અનુભવી શકાય છે. મહર્ષિ વાલ્મીકિએ એકવાર વર્ણન કર્યું હતું કે અયોધ્યા એક એવી જગ્યા છે જ્યાં તેના વિશાળ રસ્તાઓ પર દરરોજ પાણી છાંટવામાં આવતું હતું.ઘરો પર ધ્વજ ફરકાવવામાં આવતા હતા. સાથે જ તુલસીદાસજીએ પણ અવધપુરીની સુંદરતાનું વર્ણન કર્યું હતું.રામનવમી પહેલા જો તમે અયોધ્યાના મુખ્ય માર્ગો પર ચાલો,તો તમે વાલ્મીકિના શબ્દો 'સર્યુતિરે પ્રભુધનધાન્યવાન' અને તુલસીદાસજીની 'બદઉ અવધ પુરી અતિ પાવની'ની લાગણી અનુભવી શકશો.

Advertisement

રેલવે સ્ટેશનથી અયોધ્યા તરફ આગળ જતાં તમને ભક્તોની ભીડ જોવા મળશે. રામ પથ પર,સમાન બોર્ડવાળી દુકાનોમાં પ્રવૃત્તિથી ધમધમતી જોવા મળશે અને કેટલીક જગ્યાએ ફૂલો અને રંગોળીથી શણગારેલી જોવા મળશે.જ્યારે તમે કતારમાં ઉભા રહીને રામલલ્લાના દર્શન માટે પહોંચશો, ત્યારે મંદિરની ભવ્ય શણગાર જોઈને તમે વાતાવરણની ગરમી ભૂલી જશો. રામલલ્લાની પ્રતિષ્ઠિત મૂર્તિ જેટલી દિવ્ય છે, મંદિર પરિસરની અંદર રોશની અને ફૂલોથી સજાવટ પણ એટલી જ સુંદર રીતે કરવામાં આવી છે.

Advertisement

કતારમાં ઉભેલા ભક્તોના હૃદય જ્યારે અનુભવશો.ત્યારે તમે જોશો કે તેઓમાં સંતોષ અને પ્રતિક્ષાના ભાવ જોશો છે.સંતોષ એ વાતનો કે તેમના પરિવારની પેઢીઓએ દશકો સુધી ભવ્ય મંદિર બનવાની રાહ જોઈ.જાન્યુઆરીમાં આયોજિત પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં મોટાભાગના શ્રદ્ધાળુઓ આવી શક્યા ન હતા.પરંતુ રામનવમી પહેલા અયોધ્યાની પવિત્ર ભૂમિ પર પગ મુકવાની તક તેમને સંતોષ આપી રહી છે.ભક્તો હવે રાહ જોઈ રહ્યા છે કે તેઓ ક્યારે મંદિરના ગર્ભગૃહમાં ઉપસ્થિત રહીને અથવા મંદિરમાંથી લાઈવ ટેલિકાસ્ટ દ્વારા સૂર્ય તિલકના દર્શન કરી શકશે.

એક કતાર, એક વ્યવસ્થા, એક પ્રસાદ

નવમી પહેલા દર્શન માટે મુંબઈથી અયોધ્યા પહોંચેલા એક શ્રદ્ધાળુ નિમિષ કહે છે કે સામાન્ય રીતે મોટા મંદિરો વિશે એવી ધારણા હોય છે કે તમે ત્યાં જશો, થોડા પૈસા ચૂકવીને અથવા કાપલી મેળવ્યા પછી તમે ગર્ભગૃહમાં પહોંચી જશો અને તમને જે જોઈએ તે ચઢાવશો. બદલામાં, ત્યાંના પૂજારીઓ કેટલાક ભક્તોના ગળામાં માળા પહેરાવશે અથવા તેમને પ્રસાદ તરીકે ચઢાવામાં આવેલ કોઈ વસ્તુ આપશે. તેમનું કહેવું છે કે રામલલ્લાના મંદિરમાં આવ્યા બાદ આ ધારણા બદલાઈ ગઈ હોય તેવું લાગે છે. મંદિર બંધાયાને થોડો સમય જ વિત્યો છે, પરંતુ એમ કહી શકાય કે અહીંની વ્યવસ્થામાં સંવાદિતા વણાયેલી છે. અહીં એક કતાર, એક વ્યવસ્થા અને એક જ પ્રસાદ છે. પ્રસાદ મેળવવા માટે કોઈ ઘર્ષણ નથી થતું. તમે મંદિરે પહોંચો, દર્શન કરો અને મંદિરની બહાર નીકળતી વખતે આરામથી પ્રસાદ લો. રામ નવમી નિમિત્તે વીઆઈપી, શયન આરતી જેવા પાસ ત્રણ દિવસ માટે બંધ કરવામાં આવ્યા છે.

મંદિરમાં દર્શન

જો તમે VIP પાસ મેળવીને રામલલ્લાના દર્શન કરવાના પ્રયાસ કરી રહ્યાં છો, તો તેને હમણાં  ભૂલી જાઓ. 18મી એપ્રિલ સુધી VIP દર્શન બંધ કરી દેવામાં આવ્યા છે. સામાન્ય લોકો સાથે લાઇનમાં ઉભા રહીને જ દર્શન કરવા પડશે. સવારે 3.30 વાગ્યાથી દર્શન થઈ શકશે. સવારે પાંચ વાગ્યે શ્રૃંગાર આરતી થશે. આ પછી બપોરે 12 વાગ્યે રામ જન્મ સમયે મુખ્ય આરતી થશે. બપોરે 12:30 કલાકે ભોગ આરતી થશે. સાંજની આરતી સાંજે 6.15 કલાકે થશે. રાત્રે 11 વાગ્યા સુધી દર્શન થઈ શકશે. બીજા દિવસે એટલે કે 18મી એપ્રિલે સવારે 6 વાગ્યાથી દર્શન શક્ય બનશે.

આ  પણ  વાંચો - Ram Navami : રામલ્લાના લલાટ પર ક્યારે થશે સૂર્ય તિલક ? જાણો સમય

આ  પણ  વાંચો - Chhattisgarh Encounter : ચૂંટણી પહેલા છત્તીસગઢમાં મોટું એન્કાઉન્ટર, 18 નક્સલવાદીઓ ઠાર…

Tags :
Advertisement

.