Delhi ના Jahangirpuri માં આંખના પલકારામાં ધરાશાયી થઈ ઈમારત, 3 ના મોત
3 વ્યક્તિઓને તબીબ દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યા
ટીમ હજુ પણ કાટમાળમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી
Delhi Police ની ટીમ બચાવ કાર્યમાં લાગેલી છે
Delhi's jahangirpuri Building: Delhi ના Jahangirpuri માં સાંજે એક મોટો અકસ્માત થયો હતો. જહાંગીપુર વિસ્તારમાં એક Building અચાનક આંખના પલકારમાં ધરાશાયી થઈ ગઈ હતી. ત્યારે ઘટનાસ્થળની નજીક આવેલા લોકોએ તાત્કાલિક ધોરણે Police ને જાણ કરીને માહિતી આપી હતી. તો માહિતી મળતાની સાથે જ Police કાફલા સાથે Fire Brigade ની ટીમ ઘટનાસ્થળ પર બચાવ કામગીરી શરૂ કરવા માટે આવી પહોંચી હતી.
3 વ્યક્તિઓને તબીબ દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યા
જોકે Delhi માં હાલ વરસાદી વાતાવરણ હોવાથી ઘટનાસ્થળ નજીક NDRF ની ટીમને બોલાવવામાં આવી હતી. ત્યારે Fire Brigade અને NDRF એ સાથે મળીને ઘટનાસ્થળ પર Rescue ઓપરેશન હાથ ધરીને કાટમાળ નીચે દટાયેલા છ લોકોને બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલ પહોંચાડ્યા હતાં. જોકે આ છ વ્યક્તિઓ પૈકી 3 વ્યક્તિઓને તબીબ દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યા હતાં. તો અન્ય 3 ગંભીર રીતે ઘાયલ હોવાને કારણે તાત્કાલિક ધોરણે સારવાર શરૂ કરી હતી.
આ પણ વાંચો: ED માં મારા પણ બાતમીદારો છે, ED નું સ્વાગત ચા-બિસ્કિટ સાથે કરીશ: Rahul Gandhi
ટીમ હજુ પણ કાટમાળમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી
Delhi Police એ જણાવ્યું કે અકસ્માતની માહિતી 1 જુલાઈની સાંજે મળી હતી. માહિતી મળતાની સાથે જ Fire Brigade અને NDRF ની ટીમને તાત્કાલિક ઘટનાસ્થળે બોલાવવામાં આવી હતી. બંને ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી હતી અને કાટમાળમાંથી છ લોકોને બહાર કાઢ્યા હતાં. Fire Brigade અને NDRF ની ટીમ હજુ પણ કાટમાળમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે કે શું અન્ય કોઈ ફસાયું છે કે નહીં. હોસ્પિટલની એમ્બ્યુલન્સ પણ સ્થળ પર હાજર છે. બચાવ કામગીરી પૂરી થયા બાદ અકસ્માતના કારણની તપાસ કરવામાં આવશે.
Delhi Police ની ટીમ બચાવ કાર્યમાં લાગેલી છે
આ ઘટના વિશે માહિતી આપતાં Delhi ના મેયર ડૉ. શૈલી ઓબેરોયે કહ્યું કે તેમને Jahangirpuri ની સિવિલ લાઇન્સમાં Building ધરાશાયી થવાની માહિતી મળી છે. NDRF, Fire Brigade અને Delhi Police ની ટીમ બચાવ કાર્યમાં લાગેલી છે. બચાવાયેલા તમામ છ લોકોને પહેલા એમ્બ્યુલન્સની મદદથી જગજીવન રામ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતાં. અહીં ત્રણ લોકોને સારવાર બાદ રજા આપવામાં આવી હતી. જેમાંથી બેનું સારવાર દરમિયાન મોત થયું હતું, જ્યારે એકનું એલએનજેપી હોસ્પિટલમાં લઈ જતી વખતે મોત થયું હતું. મેયર ડો.શૈલી ઓબેરોયે જણાવ્યું કે આ અકસ્માતમાં કુલ ત્રણ લોકોના મોત થયા છે.
આ પણ વાંચો: UP માં કાવડ યાત્રીઓએ મદરેસા પર લગાવ્યો કાવડ પર થૂંકવાનો આરોપ અને પછી....