Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Assembly elections in J&K : પ્રથમ તબક્કામાં 7 જિલ્લાની 24 વિધાનસભા બેઠકો માટે મતદાન શરૂ

જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી: પ્રથમ તબક્કાનું મતદાન શરૂ મહેબૂબા મુફ્તીની પુત્રી સહિત 219 ઉમેદવારો મેદાનમાં જમ્મુ-કાશ્મીરમાં PM મોદીની વધુ મતદાન કરવાની અપીલ જમ્મુ-કાશ્મીર (Jammu-Kashmir) માં બુધવારે વિધાનસભા ચૂંટણી (Assembly Election) માટે પ્રથમ તબક્કાનું મતદાન (First Phase Voting)  ચાલી રહ્યું છે....
assembly elections in j k   પ્રથમ તબક્કામાં 7 જિલ્લાની 24 વિધાનસભા બેઠકો માટે મતદાન શરૂ
  • જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી: પ્રથમ તબક્કાનું મતદાન શરૂ
  • મહેબૂબા મુફ્તીની પુત્રી સહિત 219 ઉમેદવારો મેદાનમાં
  • જમ્મુ-કાશ્મીરમાં PM મોદીની વધુ મતદાન કરવાની અપીલ

જમ્મુ-કાશ્મીર (Jammu-Kashmir) માં બુધવારે વિધાનસભા ચૂંટણી (Assembly Election) માટે પ્રથમ તબક્કાનું મતદાન (First Phase Voting)  ચાલી રહ્યું છે. આજે પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીની પુત્રી ઇલ્તિજા મુફ્તી સહિત 219 ઉમેદવારો 24 બેઠકો માટે મેદાનમાં છે. PM મોદીએ સોશિયલ મીડિયા (Social Media) પર જમ્મુ-કાશ્મીરના લોકોને વધુમાં વધુ મતદાન કરવાની અપીલ કરી છે. આજે બુધવારે જમ્મુ-કાશ્મીરના 7 જિલ્લાની 24 વિધાનસભા બેઠકો માટે ચૂંટણી ચાલી રહી છે. 24 બેઠકો પર 90 અપક્ષ સહિત 219 ઉમેદવારો માટે 23 લાખથી વધુ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. વિસ્થાપિત કાશ્મીરી પંડિતો દક્ષિણ કાશ્મીરના અનંતનાગ, પુલવામા, શોપિયાં અને કુલગામ જિલ્લાના 16 વિધાનસભા મતવિસ્તારોમાં તેમના મતાધિકારનો ઉપયોગ કરશે.

Advertisement

મતદાન માટે લોકોમાં ભારે ઉત્સાહ

જમ્મુ-કાશ્મીરમાં 10 વર્ષ બાદ થઈ રહેલા મતદાનને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બૂથની બહાર લાંબી લાઇનો લાગી છે. કિશ્તવાડમાં મતદાન કર્યા બાદ એક વ્યક્તિએ કહ્યું કે અમે ઈચ્છીએ છીએ કે જે પણ ચૂંટણી જીતે તે બેરોજગારી અને મોંઘવારી ખતમ કરે. જેને ધ્યાનમાં રાખીને અમે મતદાન કર્યું છે.

ઉમેદવારોની મિલકત અને ગુનાહિત રેકોર્ડ

ADRના રિપોર્ટ અનુસાર, આ વખતે જમ્મુ-કાશ્મીરના ચૂંટણી જંગમાં 110 કરોડપતિ ઉમેદવારો છે. તેમાંથી 36 ઉમેદવારો સામે ફોજદારી કેસ નોંધાયેલા છે. PDP પાસે સૌથી વધુ 18 ઉમેદવારો છે જે કરોડપતિ છે. 25 ઉમેદવારો સામે હત્યા, અપહરણ વગેરે કેસ નોંધાયેલા છે. 4 ઉમેદવારો સામે હત્યાના પ્રયાસના કેસ છે. 2 મહિલા ઉમેદવારો સામે પણ ફોજદારી કેસ નોંધાયા છે. ઉમેદવાર સામે દુષ્કર્મનો કેસ નોંધવામાં આવ્યો છે. પ્રથમ તબક્કાની 24 બેઠકોમાંથી 5 બેઠકો રેડ ઝોનમાં આવે છે, કારણ કે આ બેઠકો માટેના 3 કે તેથી વધુ ઉમેદવારો સામે ફોજદારી કેસ નોંધાયેલા છે. આ 5 બેઠકોમાં કોકરનાગ (ST), ડોડા, પુલવામા, દુરુ, ભદરવાહનો સમાવેશ થાય છે.

Advertisement

પ્રથમ તબક્કાના ચૂંટણી જંગમાં અગ્રણી ચહેરાઓ

આ વખતે તમામની નજર PDP ચીફ મહેબૂબા મુફ્તીની પુત્રી ઇલ્તિજા મુફ્તી પર છે. શ્રીગુફવારા-બિજબેહરા અને પુલવામા બેઠકો પર, તે નેશનલ કોન્ફરન્સના બશીર અહેમદ વીરી અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના સોફી મોહમ્મદ યુસુફ સામે લડી રહ્યા છે. નેશનલ કોન્ફરન્સના ઉમેદવાર મોહમ્મદ ખલીલ પુલવામા સીટ પર PDP ના વાહીદ પારા સામે ટક્કર આપી રહ્યા છે. CPI (M)ના મોહમ્મદ યુસુફ તારીગામી કુલગામથી 5મી વખત ચૂંટણી લડી રહ્યા છે. અબ્દુલ રહેમાન વીરી શાંગાસ-અનંતનાગથી ઉમેદવાર છે, PDP ના સરતાજ મદની દેવસર અને AICC ના જનરલ સેક્રેટરી ગુલામ અહેમદ મીર દુરુમાંથી ઉમેદવાર છે. પૂર્વ મંત્રી સજ્જાદ કિચલુ અને NCના ખાલિદ નજીદ સુહરવર્દી, કોંગ્રેસના વિકાર રસૂલ વાની, અબ્દુલ મજીદ વાની (DPAP) આ બેઠક પરથી ઉમેદવાર છે. સુનીલ શર્મા (ભાજપ), શક્તિ રાજ પરિહાર (ડોડા પશ્ચિમ) અને ગુલામ મોહમ્મદ સરૂરી ત્રીજી વખત અપક્ષ તરીકે ચૂંટણી લડી રહ્યા છે. ભાજપે યુવા ચહેરા શગુન પરિહાર પર દાવ લગાવ્યો છે, જેના પિતા અજીત પરિહાર અને કાકા અનિલ પરિહાર નવેમ્બર 2018માં આતંકવાદી હુમલામાં માર્યા ગયા હતા.

Advertisement

4 મુખ્ય પાર્ટીઓ અને 23.27 લાખ મતદારો

જમ્મુ-કાશ્મીરમાં છેલ્લે 2014માં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. 2019માં કલમ 370 હટાવ્યા બાદ પહેલીવાર વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે. મુખ્ય સ્પર્ધા ભારતીય જનતા પાર્ટી (BJP), પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP) અને કોંગ્રેસ-નેશનલ કોન્ફરન્સ (NC) ગઠબંધન વચ્ચે છે. પ્રથમ તબક્કામાં લગભગ 23,27,580 મતદારો મતદાન કરશે. જેમાં 11,76,462 પુરૂષ અને 11,51,058 મહિલા મતદારો છે. જેમાં 5.66 લાખ યુવાનો અને 60 ત્રીજા લિંગના મતદારો છે. ચૂંટણી દરમિયાન બૂથ પર 14 હજાર કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. સાથે જ 3,276 મતદાન મથકો બનાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો:   ગૃહમંત્રી Amit Shah એ અગ્નિવીરો માટે મોટી જાહેરાત કરી, યુવાનોને નોકરીની ખાતરી આપી...

Tags :
Advertisement

.