Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Assembly Election 2023 : મિઝોરમ અને છત્તીસગઢમાં આજે પ્રથમ તબક્કા માટે મતદાન

છત્તીસગઢ અને મિઝોરમમાં વિધાનસભા ચૂંટણી માટેની મતદાન પ્રક્રિયા શરુ થઈ ગઈ છે. છત્તીસગઢમાં બે તબક્કામાં મતદાન પ્રક્રિયા યોજાવાની છે જેમાં આજે પ્રથમ તબક્કા માટે મતદાન શરુ થઈ ગયું છે. ચૂંટણીનું પરિણામ 3 ડીસેમ્બરે જાહેર થશે. આ સિવાય રાજસ્થાન અને તેલંગાણામાં...
10:14 AM Nov 07, 2023 IST | Hiren Dave

છત્તીસગઢ અને મિઝોરમમાં વિધાનસભા ચૂંટણી માટેની મતદાન પ્રક્રિયા શરુ થઈ ગઈ છે. છત્તીસગઢમાં બે તબક્કામાં મતદાન પ્રક્રિયા યોજાવાની છે જેમાં આજે પ્રથમ તબક્કા માટે મતદાન શરુ થઈ ગયું છે. ચૂંટણીનું પરિણામ 3 ડીસેમ્બરે જાહેર થશે. આ સિવાય રાજસ્થાન અને તેલંગાણામાં પણ આજ મહિનામાં મતદાન થવાનું છે તે સિવાય છત્તીસગઢના બીજા તબક્કા માટે પણ મતદાન કાર્યક્રમ યોજાશે. પાંચ રાજ્યોમાં વિધાનસભાની આ ચૂંટણી સરકાર અને વિપક્ષી મહાગઠબંધન માટે લીટમસ ટેસ્ટ સાબિત થઇ શકે છે.

 

છત્તીસગઢના સુકમામાં IED વિસ્ફોટ

છત્તીસગઢના નક્સલી વિસ્તારો સહિત 20 બેઠકો પર મતદાન શરુ થઇ ગયું છે એવામાં સુકમામાં IED વિસ્ફોટ થયાના સમાચાર મળી રહ્યા છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, સુકમાના ટોંડામાર્કા વિસ્તારમાં નક્સલવાદીઓ દ્વારા કરવામાં આવેલા IED વિસ્ફોટમાં CRPF કોબ્રા બટાલિયનનો એક જવાન ઘાયલ થયો હતો. આ જવાન છત્તીસગઢમાં ચૂંટણી ફરજ પર તૈનાત હતો.

છત્તીસગઢમાં પ્રથમ તબક્કા માટે મતદાન પ્રક્રિયા શરુ

છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે મતદાન પ્રક્રિયા શરુ થઈ ગઈ છે. વિધાનસભાની 90માંથી 20 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. આ બેઠકો પર પૂર્વ મુખ્યમંત્રી રમણ સિંહ સહિત ભાજપ અને કોંગ્રેસના ઘણા દિગ્ગજ નેતાઓની વિશ્વસનીયતા દાવ પર છે. છેલ્લી વિધાનસભા ચૂંટણી નવેમ્બર 2018માં યોજાઈ હતી. જેમાં કોંગ્રેસનો વિજય થયો હતો અને ભૂપેશ બઘેલ રાજ્યના મુખ્યમંત્રી બન્યા હતા.

 

મિઝોરમમાં 40 સીટો પર મતદાન

મિઝોરમમાં 40 સીટો પર મતદાન યોજાઈ રહ્યું છે. રાજ્યમાં છેલ્લી વિધાનસભા ચૂંટણી નવેમ્બર 2018માં યોજાઈ હતી, જેમાં મિઝો નેશનલ ફ્રન્ટે જીત મેળવી હતી અને રાજ્યમાં સરકાર બનાવી હતી. ત્યારબાદ જોરમથાંગા મુખ્યમંત્રી બન્યા. રાજ્યમાં આજે મતદાન શરુ છે તે પહેલા વરિષ્ઠ નાગરિકો, દિવ્યાંગો અને સરકારી અધિકારીઓએ મતદાન કર્યું. સરકારી અધિકારીઓ પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કર્યું, તો વિકલાંગ લોકો અને વૃદ્ધને ઘરે બેસીને મતદાન કરવાની સુવિધા આપવામાં આવી છે. 5,306 વૃદ્ધ નાગરિકો, વિકલાંગ વ્યક્તિઓ (PWD) અને સરકારી અધિકારીઓએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો.

 

છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બાદ પીએમ મોદીએ પણ લોકોને વોટ કરવાની અપીલ કરી છે. તેમણે ટ્વીટ કર્યું, આજે છત્તીસગઢમાં લોકશાહીનો પવિત્ર તહેવાર છે. હું વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના તમામ મતદારોને વિનંતી કરું છું કે તેઓ પોતાનો મત આપે અને આ ઉત્સવમાં સહભાગી બને. આ અવસરે પ્રથમ વખત મતદાન કરનાર રાજ્યના તમામ યુવા મિત્રોને મારા ખાસ અભિનંદન.

 

મિઝોરમના સીએમ જોરામથાંગા મતદાન કરી શક્યા નહીં, મશીન બગડી ગયું

મિઝોરમના સીએમ જોરામથાંગા પોતાનો મત આપી શક્યા નથી. તેઓ વોટિંગ રૂમની અંદર ગયા પરંતુ વોટ આપી શક્યા નહીં. તેણે બહાર આવીને કહ્યું કે મશીન કામ કરતું નથી. હવે તેઓ પાછા આવશે અને પછીથી પોતાનો મત આપશે. મિઝોરમના મુખ્યમંત્રી જોરામથાંગાએ મતદાન દરમિયાન કહ્યું છે કે મિઝોરમમાં ત્રિશંકુ વિધાનસભા નહીં હોય, ત્યાં MNF શાસિત વિધાનસભા હશે. અમે ભાજપનો સંપર્ક કર્યો નથી અને તેમનો પણ સંપર્ક કર્યો નથી. કેન્દ્રમાં અમે NDA સાથે છીએ, અહીં અમે BJP સાથે નથી. મિઝોરમમાં મતદાન શરૂ થઈ ગયું છે.

 

 

આ  પણ  વાંચો -DELHI AQI : રાજધાની દિલ્હીની હવા બની અતિ ઝેરી

 

Tags :
assembly electionsChhattisgarhElection Commission of indiaMizoramVoting
Next Article