અમે માત્ર Reels નથી બનાવતા, અમે કામ કરીએ છીએ : Ashwini Vaishnaw
Railway Minister ના નિવેદન વચ્ચે વિપક્ષ દ્વારા હોબાળો કરાયો
દરરોજ બે કરોડ મુસાફરો રેલવે મુસાફરી કરે છે
છેલ્લા 15 દિવસમાં 8 રેલવે અકસ્માતો થયા છે
Union Minister for Railways: હાલમાં, Parliament ની અંદર ચોમાસુ સત્ર કાર્યરત છે. ત્યારે આજરોજ Parliament માં વિપક્ષ Congress દ્વારા રેલવે પરિવહનને લઈ સરકાર પર વિવિધ આરોપ લગાવવામાં આવ્યા હતાં. ત્યારે આ આરોપને ફગાવી દેતા કેન્દ્રીય Railway Minister Ashwini Vaishnaw એ પ્રત્યુત્તર આપ્યો છે. તે ઉપરાંત Parliament માં રેલવે અકસ્માતને લઈને પણ સવાલો પુછવામાં આવ્યા હતાં. અને આપણે સૌ જાણીએ છીએ કે... અવાર-નવાર રેલવે અકસ્માતમાં અનેક માલ-મિલકત સાથે મોટી જાનહાનીના આંકડાઓ સામે આવતા હોય છે.
Railway Minister ના નિવેદન વચ્ચે વિપક્ષ દ્વારા હોબાળો કરાયો
તો ત્યારે આ તમામ આરોપોને ફગાવી દેતા Railway Minister Ashwini Vaishnaw એ કહ્યું છે કે, અમે માત્ર રીલ બનાવતા નથી, અમે કામ પણ કરીએ છીએ. જે લોકો અહીં બૂમો પાડી રહ્યા છે, તેમને પૂછવું જોઈએ કે તેઓ સત્તામાં હતાં. ત્યારે 58 વર્ષમાં એક કિલોમીટર સુધી પણ ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન (ATP) કેમ લગાવી શક્યા નથી. ત્યારે Railway Minister ના નિવેદન વચ્ચે વિપક્ષ દ્વારા હોબાળો કરાયો હતો. પરંતુ ત્યારે Railway Minister ગુસ્સામાં આવીને વિપક્ષી સાંસદોને કહ્યું, ચુપ થઈને બેસી જાવ. અને સ્પીકરને કહ્યું કે, આ તો કેવું વર્તન છે. કોઈપણ વ્યક્તિ ક્યારે પણ વચ્ચે બોલવા લાગે છે.
#WATCH | While speaking in Lok Sabha, Union Minister for Railways, Ashwini Vaishnaw says, "We are not the people who make reels, we do hard work unlike you people who make reels for show off..."
The railway minister says, "The average working and rest times of Loco pilots are… pic.twitter.com/gL2sFgWWZt
— ANI (@ANI) August 1, 2024
આ પણ વાંચો: શ્રી કૃષ્ણ જન્મભૂમિ કેસમાં મુસ્લિમ પક્ષને આંચકો, HC એ ફગાવી અરજી
દરરોજ બે કરોડ મુસાફરો રેલવે મુસાફરી કરે છે
Railway Minister એ વધુમાં કહ્યું, આજે જે લોકો સવાલ ઉઠાવવાની હિંમત કરી રહ્યા છે, તો જ્યારે મમતા બેનર્જી Railway Minister હતાં. ત્યારે આ લોકો ગૃહમાં તાળીઓ પાડતા હતાં. જ્યારે અકસ્માતનો આંકડો 0.24 થી 0.19 પર આવ્યો હતો અને આજે જ્યારે તે 0.19 થી 0.03 પર આવ્યો છે. તો વિપક્ષ આરોપ લગાવે છે. સ્પીકરને પૂછ્યું કે શું આ દેશ આ રીતે ચાલશે? રેલ મંત્રીએ આરોપ લગાવ્યો કે Congress સોશિયલ મીડિયા પર પોતાની ટ્રોલ આર્મી દ્વારા જુઠ્ઠાણું ફેલાવે છે. દરરોજ બે કરોડ મુસાફરો રેલવે મુસાફરી કરે છે. શું તેમના મનમાં આ ડર બેસાડવો જોઈએ?
છેલ્લા 15 દિવસમાં 8 રેલવે અકસ્માતો થયા છે
વાસ્તવમાં વિપક્ષ Railway Minister ના રાજીનામાની માંગણી કરી રહ્યા છે. કારણ કે... વારંવાર ભયાવહ રેલ્વે અકસ્માતો થાય છે. છેલ્લા 15 દિવસમાં 8 રેલવે અકસ્માતો થયા છે. જુલાઈ મહિનાની જ વાત કરીએ તો ચંદીગઢ-ડિબ્રુગઢ રેલ દુર્ઘટના 18 જુલાઈના રોજ થઈ હતી, જેમાં 4 લોકોના મોત થયા હતા અને 31 લોકો ઘાયલ થયા હતા. ગુજરાતના વલસાડમાં 19 મી જુલાઈએ માલગાડી પાટા પરથી ઉતરી ગઈ હતી. 20 મી જુલાઈએ યુપીના અમરોહામાં માલગાડીના 12 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતાં. 21 જુલાઈએ રાજસ્થાનના અલવરમાં માલગાડીના ત્રણ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતાં. 21 જુલાઈએ જ પશ્ચિમ બંગાળના રાણાઘાટમાં એક માલગાડી પાટા પરથી ઉતરી ગઈ હતી. 26 જુલાઈના રોજ ઓડિશાના ભુવનેશ્વરમાં એક માલસામાન ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. 29 જુલાઈએ બિહારના સમસ્તીપુરમાં બિહાર સંપર્ક ક્રાંતિના ડબ્બા અલગ થઈ ગયા હતાં. 30 જુલાઈએ હાવડાથી મુંબઈ જતી પેસેન્જર ટ્રેન ઝારખંડના ચક્રધરપુરમાં પાટા પરથી ઉતરી ગઈ હતી.
આ પણ વાંચો: Wayanad Landslide ના કારણે અત્યાર સુધીમાં 200 થી વધુના મોત, રાહુલ પ્રિયંકા વાયનાડ પહોંચ્યા...