Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Mohalla Clinic : કેજરીવાલ સરકારની મુશ્કેલીઓ વધી! હવે LG એ આ મામલે કરી CBI તપાસની ભલામણ!

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની (Arvind Kejriwal) મુશ્કેલીઓ રોકાવવાનું નામ નથી લઈ રહી. EDના સમન્સ બાદ હવે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાએ (Lt. Governor Vinay Kumar Saxena) કેજરીવાલની મુશ્કેલી વધારી છે. લાગે છે કે વિનય કુમાર હાલ કેજરીવાલ સરકાર...
01:35 PM Jan 04, 2024 IST | Vipul Sen

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની (Arvind Kejriwal) મુશ્કેલીઓ રોકાવવાનું નામ નથી લઈ રહી. EDના સમન્સ બાદ હવે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાએ (Lt. Governor Vinay Kumar Saxena) કેજરીવાલની મુશ્કેલી વધારી છે. લાગે છે કે વિનય કુમાર હાલ કેજરીવાલ સરકાર વિરુદ્ધ એક્શન મોડમાં આવી ગયા છે. એલજી એક પછી એક મામલે દિલ્હીની રાજ્ય સરકાર વિરુદ્ધ CBI તપાસની ભલામણ કરી રહ્યા છે. ત્યારે હવે મોહલ્લા ક્લિનિક (Mohalla Clinic) ને લઈને તપાસની માગ કરાઈ છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અગાઉ નકલી દવા અને વન વિભાગ મામલે CBI તપાસની ભલામણ કર્યા બાદ હવે એલજી વી.કે. સક્સેનાએ આમ આદમી મોહલ્લા ક્લિનિકમાં (Mohalla Clinic) 'અદ્રશ્ય દર્દી દ્વારા નકલી લેબ ટેસ્ટ' કરાવવા મામલે કેન્દ્રીય એજન્સીથી તપાસની ભલામણ કરી છે.

એલજીએ પત્ર લખી લગાવ્યા આરોપ
મીડિયા અહેવાલ અનુસાર, એલજીએ તેમની ભલામણો એક પત્રમાં લખી છે, જેમાં મોહલ્લા ક્લિનિકમાં (Mohalla clinic) નકલી લેબ ટેસ્ટ થઈ રહ્યા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ કૌભાંડમાં નકલી અથવા એવા મોબાઇલ નંબર કે જે ઉપલબ્ધ જ નથી તેવા નંબરોને રજિસ્ટ્રર્ડ કરીને દર્દીઓની એન્ટ્રી બતાવવામાં આવી રહી છે.  એલજીએ આ મામલે સીબીઆઈ તપાસની ભલામણ કરી છે.
આ પણ વાંચો - YS Sharmila : CM Y.S. જગન મોહન રેડ્ડીના બહેન કોંગ્રેસમાં જોડાયા, જાણો કોણ છે YS શર્મિલા?

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે:

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Aam Aadmi Mohalla clinicAAPArvind Kejriwaldelhi cm arvind kejriwalEDRaidGujarat FirstGujarati NewsLt. Governor Vinay Kumar SaxenaMohalla Clinic
Next Article