Arvind Kejriwal Arrest :દિલ્હી HC એ કેજરીવાલને આપ્યો ઝટકો, તાત્કાલિક સુનાવણી માટે ઇનકાર
Arvind Kejriwal Arrest: : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને દિલ્હી હાઈકોર્ટ તરફથી ઝાટકો લાગ્યો છે. CMએ પોતાની ધરપકડ અને (Arvind Kejriwal Arrest )રિમાન્ડને પડકાર્યા હતા. જે અંગે તેમણે 24મી માર્ચના રોજ તાત્કાલિક સુનાવણીની માંગ કરી હતી. જોકે હાઈકોર્ટે આ અંગે ઈનકાર કર્યો છે. કોર્ટે આ કેસમાં બુધવારે એટલે કે 27મી માર્ચના રોજ સુનાવણી હાથ ધરશે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શનિવારે (22 માર્ચ) તેમની ધરપકડ (Arvind Kejriwal Arrest )અને ED રિમાન્ડને પડકારતા દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી. તેમણે 24 માર્ચે તાત્કાલિક સુનાવણીની માંગ કરી હતી. 21 માર્ચે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની બે કલાક પૂછપરછ કર્યા બાદ ધરપકડ કરી હતી. દિલ્હી હાઈકોર્ટે ગુરુવારે (21 માર્ચ) અરવિંદ કેજરીવાલની અરજીને ફગાવી દીધી હતી, જેમાં EDને દિલ્હી લિકર પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસની તપાસમાં તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવાથી રોકવાની માંગ કરવામાં આવી હતી.
ઈડીએ કેજરીવાલને કોર્ટમાં રજૂ કરીને 10 દિવસની રિમાંડ માંગી હતી
ઈડીએ ગુરુવારે કેજરીવાલના ઘરે સર્ચ બાદ તેમની ધરપકડ કરી લીધી હતી અને શુક્રવારે દિલ્હીની રાઉઝ એવેન્યૂ કોર્ટ સમક્ષ રજૂ કરાયા છે. જ્યાંથી કોર્ટે કેજરીવાલને 28 માર્ચ સુધી ઈડીની રિમાન્ડ પર મોકલી દીધા છે. ઈડીએ કેજરીવાલને કોર્ટમાં રજૂ કરીને 10 દિવસની રિમાંડ માંગી હતી, પરંતુ કોર્ટે 6 દિવસની રિમાન્ડ આપી છે. હવે તેમને આગામી 28 માર્ચે બપોરે 2 વાગ્યે કોર્ટ સમક્ષ રજૂ કરાશે.
ધરપકડ પહેલા કેજરીવાલની લગભગ 3 કલાક પૂછપરછ કરવામાં આવી હતી
ઈડીએ જારી કરેલા નવમા સમન્સ બાદ અરવિંદ કેજરીવાલે હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો, જેમાં તેમને 21 માર્ચે હાજર થવાનું કહેવામાં આવ્યું હતું. દિલ્હીના મુખ્યમંત્રીએ સમન્સને ગેરકાયદે ગણાવીને એજન્સી સમક્ષ હાજર થવાનો વારંવાર ઇનકાર કર્યો હતો. EDના સૂત્રોના જણાવ્યા અનુસાર ધરપકડ પહેલા કેજરીવાલની લગભગ 3 કલાક પૂછપરછ કરવામાં આવી હતી, પરંતુ તેઓ આખા દારૂ કૌભાંડને પ્રોપગેન્ડા ગણાવતા રહ્યા. આખરે તપાસ એજન્સીએ તેમની ધરપકડ કરી હતી.
28 માર્ચ સુધી ઇડીની કસ્ટડીમાં રહેશે મુખ્યમંત્રી કેજરીવાલ
આબકારી નીતિ 2021-22માં કથિત કૌભાંડની તપાસને કારણે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી છે. 21 માર્ચે, ED અધિકારીઓની ટીમ જે સીએમ આવાસ પર સમન્સ પાઠવવા પહોંચી હતી, તેણે તેની પૂછપરછ અને તેના ઘરની તપાસ કર્યા પછી તેની ધરપકડ કરી હતી. આ પછી, EDએ તેને શુક્રવારે (22 માર્ચ) કોર્ટમાં રજૂ કર્યો અને 10 દિવસના રિમાન્ડ માંગ્યા, ત્યારબાદ તેને 28 માર્ચ, 2024 સુધી EDના રિમાન્ડ આપવામાં આવ્યા હતા.
કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંઘવી શું બોલ્યાં?
કેજરીવાલ વતી હાજર વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું હતું કે, શું ઈડીએ ધરપકડ કરવી જરૂરી હતી? તમારી પાસે સત્તા છે એનો મતલબ એ નથી કે તમે ધરપકડ જ કરો? ધરપકડનો હક અને તેની જરૂરિયાત બંને અલગ વસ્તુ છે. બધા પુરાવા મનમુજબ ઘઢી કાઢેલા છે. તમારી પાસે બધુ જ છે તો પછી રિમાંડની શું જરૂર છે? ઈડી ફક્ત 3-4 નામનો જ ઉલ્લેખ કરી રહી છે. સિંઘવીએ કહ્યું કે ઈડીએ પીએમએલએનો કેસ સાબિત કરવો પડશે. કેજરીવાલની ધરપકડ કેમ? કસ્ટડીમાં લઈને જ પૂછપરછ કરવાની ક્યાં જરૂર છે? પહેલીવાર કોઈ મુખ્યમંત્રીની ધરપકડ કરવામાં આવી છે. સિંઘવીએ કહ્યું કે હાલ ધરપકડની જરૂર નહોતી. ચૂંટણી પહેલાં જ ધરપકડ કરાઈ છે. ચૂંટણી પહેલાં આવા પગલાં શા માટે? પહેલીવાર આપના તમામ મોટા નેતાઓની ધરપકડ કરાઇ. નિષ્પક્ષ ચૂંટણી જ બંધારણનો આધાર છે.
આ પણ વાંચો - AAP Office sealed: AAP પર EDનું ગ્રહણ યથાવત, પહેલા દિલ્હીના મુખ્યમંત્રી આવ્યા સંકજામાં અને હવે…
આ પણ વાંચો - Arvind Kejriwal Arrested : જેલમાંથી સરકાર ચલાવવી એ અરવિંદ કેજરીવાલ માટે અશક્ય?, જાણો શું કહે છે નિષ્ણાંતો…
આ પણ વાંચો - Elvish Yadav Bail: 5 દિવસ જેલમાં પસાર કર્યા બાદ Elvish Yadavને મળ્યા જામીન