Article 370: સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારનો નિર્ણય માન્ય રાખ્યો, કહ્યું- જમ્મુ-કાશ્મીર ભારતનો અભિન્ન અંગ, ત્યાં ભારતનું જ બંધારણ લાગૂ થશે...
જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવાની કાયદેસરતાને પડકારતી અરજીઓ પર આજે સુપ્રીમ કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. કોર્ટે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના કેન્દ્ર સરકારના નિર્ણયને માન્ય રાખ્યો છે. સુપ્રીમ કોર્ટેના સીજેઆઈ ડી.વાય. ચંદ્રચૂડે કહ્યું કે, જમ્મુ-કાશ્મીર ભારતનો અભિન્ન અંગ છે. તેની કોઈ આંતરિક સાર્વભૌમત્વ નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, કલમ 356માં રાષ્ટ્રપતિને શક્તિઓ આપવામાં આવી છે. કલમ 356ની શક્તિને પડકારવામાં આવી શકે નહીં. આ સાથે સાલ 2018ના કાયદાકીય નિર્ણયમાં દખલ કરવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કર્યો હતો. જણાવી દઈએ કે, SCના નિર્ણયને ધ્યાનમાં રાખીને જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.
Supreme Court says concurrence of the State government was not required to apply all provisions of the Constitution using Article 370(1)(d). So, the President of India taking the concurrence of the Union government was not malafide.
— ANI (@ANI) December 11, 2023
જમ્મુ-કાશ્મીરમાં ભારતનું બંધારણ ચાલશે: SC
ચુકાદો આપતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે, જમ્મુ-કાશ્મીરમાં ભારતનું બંધારણ ચાલશે. કેન્દ્રશાસિત પ્રદેશમાં બંધારણ શક્તિઓનો યોગ્ય ઉપયોગ થવો જોઈએ. કોર્ટે કહ્યું કે, કેન્દ્રના નિર્ણય પર સવાલ ઊભો કરવો તે યોગ્ય નથી. કેન્દ્ર દ્વારા લેવામાં આવેલા દરેક નિર્ણય પડકારને પાત્ર નથી. આનાથી અરાજકતા અને અનિશ્ચિતતાનો માહોલ સર્જાઈ શકે છે અને રાજ્યનો વહીવટ અટકી શકે છે. સીજેઆઈ ચંદ્રચૂડે કહ્યું કે, આર્ટિકલ 370 હટાવવાનો નિર્ણય અકબંધ રહેશે. તેમણે કહ્યું કે, બંધારણીય રીતે કલમ 370 હટાવવું યોગ્ય છે. રાષ્ટ્રપતિને નિર્ણય લેવાની સત્તા છે. કલમ 370 હટાવવામાં કોઈ દ્વેષ નથી.
જમ્મુ-કાશ્મીરમાં જલદી ચૂંટણી કરાવવા આદેશ
આ સાથે સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો કે, જમ્મુ-કાશ્મીરમાં જલદી ચૂંટણી માટે પગલાં લેવામાં આવે. 30 સપ્ટેમ્બર, 2024 સુધીમાં જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી યોજવી જોઈએ. કોર્ટે આદેશ આપતા કહ્યું કે, જમ્મુ-કાશ્મીરમાં રાજ્યનો દરજ્જો જલ્દીથી પુનઃસ્થાપિત થવો જોઈએ. કોર્ટે કહ્યું કે, કલમ 370 એક કામચલાઉ જોગવાઈ હતી. જમ્મુ-કાશ્મીર ભારતના અભિન્ન અંગ છે. લદ્દાખને અલગ કરવાનો નિર્ણય પણ યોગ્ય છે.
કલમ 370 હટાવવાના નિર્ણય સામે 23 અરજીઓ આવી હતી
સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બંધારણીય બેંચ આજે આ મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ડી.વાય. ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી બેંચમાં જસ્ટીસ સંજય કિશન કૌલ, જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ બી.આર. ગવઈ અને જસ્ટિસ સૂર્યકાંત સામેલ છે. સુપ્રીમ કોર્ટમાં આ મામલો સાલ 2019થી પેન્ડિંગ હતો. કલમ 370 હટાવવાના નિર્ણય સામે 23 અરજીઓ આવી હતી, જેમાં જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 નાબૂદ કરવાના નિર્ણયને ગેરબંધારણીય જાહેર કરવાની વિનંતી કરવામાં આવી હતી. આ બધી અરજીઓ પર સુનાવણી બાદ કોર્ટે 5 સપ્ટેમ્બરે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો અને આજે આ મામલે ચુકાદો અપાયો છે.
Art 370 matter | Supreme Court says no maladies in exercise of power under Article 370(3) by President to issue August 2019 order. Thus, we hold the exercise of Presidential power to be valid, says Supreme Court. pic.twitter.com/UvtWwOmF5X
— ANI (@ANI) December 11, 2023
જણાવી દઈએ કે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સંસદમાં 5 ઓગસ્ટ, 2019ના રોજ જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો ખતમ કરવા અને તેને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત કરવાનો પ્રસ્તાવ રજૂ કરીને બંધારણની કલમ 370 અને કલમ 35A હટાવી હતી. આ પછી જમ્મુ-કાશ્મીરમાં ઘણો બદલાવ જોવા મળ્યો છે, જેમાં 'બહારના લોકો' માટે મિલકતનો અધિકાર, કોઈ અલગ ધ્વજ કે બંધારણ નહીં, મહિલાઓ માટે ઘરેલું સમાનતા, પથ્થબાજો સામે કડક વલણ, આતંકી ઘટનાઓમાં ઘટાડો, રોજગારી અને વિકાસ કામોમાં વૃદ્ધિ, શિક્ષણમાં વધારો સામેલ છે.
કલમ 370 હટ્યા બાદ જમ્મુ-કાશ્મીરમાં મોટા બદલાવ:
> આતંકવાદી ઘટનાઓમાં મોટો ઘટાડો થયો
> અલગાવવાદની દુકાનો બંધ થઈ
> ઘણી મેડિકલ- એન્જિનિયરિંગ કોલેજોનું નિર્માણ થયું
> દરેક ઘરમાં વીજળી પહોંચાડવાનો દાવો
> 8000 કિમી માર્ગ બનાવવાનું કાર્ય
> નવા હોસ્પિટલ, સ્ટેડિયમનું નિર્માણ થયું
> જી 20 સમિટનું આયોજન
> સ્કૂલો, કોલેજો બંધ થવાની ઘટનાઓમાં ઘટાડો
આ પણ વાંચો - મધ્યપ્રદેશમાં આજે થશે CMના નામની જાહેરાત! કેન્દ્ર નિરીક્ષકોની હાજરીમાં ધારાસભ્યોની યોજાશે મહત્ત્વની બેઠક