Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પશ્ચિમ બંગાળ વિધાનસભામાં Anti-Rape Bill પસાર થયું, હવે દોષીઓની ખૈર નહીં

Anti-Rape Bill passed in West Bengal Legislative Assembly :  કોલકાતામાં બનેલી શરમજનક ઘટના (Shameful Incident) પર આજે સમગ્ર દેશમાં આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ઘટના થયા બાદથી જ મુખ્યમંત્રી મમતા બેનર્જી સરકાર (CM Mamata Banerjee Governement) પર સવાલો...
પશ્ચિમ બંગાળ વિધાનસભામાં anti rape bill પસાર થયું  હવે દોષીઓની ખૈર નહીં

Anti-Rape Bill passed in West Bengal Legislative Assembly : કોલકાતામાં બનેલી શરમજનક ઘટના (Shameful Incident) પર આજે સમગ્ર દેશમાં આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ઘટના થયા બાદથી જ મુખ્યમંત્રી મમતા બેનર્જી સરકાર (CM Mamata Banerjee Governement) પર સવાલો ઉઠી રહ્યા છે. દેશભરમાં આ દુષ્કર્મ અને હત્યા (Rape and Murder) ના આરોપીઓ સામે ગુસ્સો છે. પશ્ચિમ બંગાળ (West Bengal) જ નહીં દેશના અલગ-અલગ રાજ્યોમાં વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યું છે. આ ઘટના બાદથી તબીબો હડતાળ (Doctor's Protest) પર છે. દરમિયાન, મમતા સરકારે મંગળવારે પશ્ચિમ બંગાળ વિધાનસભામાં દુષ્કર્મ વિરોધી બિલ (anti-rape bill) રજૂ કર્યું હતું, જેને વિપક્ષના સંપૂર્ણ સમર્થન સાથે પસાર કરવામાં આવ્યું હતું. આ બિલનું નામ છે "અપરાજિતા મહિલા અને બાળ (પશ્ચિમ બંગાળ ક્રિમિનલ લૉ એમેન્ડમેન્ટ) બિલ 2024 છે".

Advertisement

આ બિલ કેવી રીતે કાયદો બનશે?

આ બિલ કાયદો બન્યા બાદ તેને આખા બંગાળમાં લાગુ કરવામાં આવશે.આ વિધેયકની અંદર મહિલાઓ અને બાળકો વિરુદ્ધના ગુનાઓ અંગે ઘણા નિયમો બનાવવામાં આવ્યા છે, જેનો ઉદ્દેશ્ય રાજ્યમાં મહિલાઓ અને બાળકો વિરુદ્ધના ગુનાઓને રોકવાનો છે. આ બિલમાં ગુનેગારને મૃત્યુદંડ અને કેસની તપાસ 36 દિવસમાં પૂરી કરવાની જોગવાઈ છે. અપરાજિતા મહિલા અને બાળ બિલ 2024ને કાયદો બનાવવા માટે રાજ્યપાલ અને રાષ્ટ્રપતિની મંજૂરીની જરૂર પડશે. વિધાનસભામાં બિલ પાસ થયા બાદ તેને રાજ્યપાલની સહી માટે મોકલવામાં આવશે. આ પછી રાષ્ટ્રપતિની મંજૂરી લેવી જરૂરી છે.

બિલમાં શું છે દરખાસ્તો?

મમતા સરકારના નવા બિલમાં ભારતીય ન્યાય સંહિતાની કેટલીક કલમો એટલે કે BNSમાં સુધારો કરવાનો પ્રસ્તાવ છે, જે મહિલાઓ વિરુદ્ધ ગુનાઓ માટે સજાની જોગવાઈ કરે છે. આમાં કલમ 64, 66, 68, 70, 71, 72, 73 અને 124માં સુધારાની દરખાસ્ત કરવામાં આવી છે. આ સિવાય ભારતીય નાગરિક સુરક્ષા કોડ એટલે કે BNSSની કલમ 193 અને 346માં સુધારો કરવાનો પ્રસ્તાવ છે. વળી, POCSO એક્ટની કલમ 4, 6, 8, 10 અને 35 માં સુધારાની દરખાસ્ત કરવામાં આવી છે.

Advertisement

દુષ્કર્મ વિરોધી બિલમાં શું છે?

  • દુષ્કર્મ અને હત્યા કરનારા ગુનેગારોને મૃત્યુદંડની જોગવાઈ.
  • ચાર્જશીટ દાખલ કર્યાના 36 દિવસની અંદર મૃત્યુદંડની જોગવાઈ.
  • 21 દિવસમાં તપાસ પૂર્ણ કરવાની દરખાસ્ત.
  • ગુનેગારને મદદ કરવા બદલ 5 વર્ષની જેલની જોગવાઈ.
  • દરેક જિલ્લામાં વિશેષ અપરાજિતા ટાસ્ક ફોર્સની રચના કરવાની જોગવાઈ.
  • આ ટાસ્ક ફોર્સ દુષ્કર્મ, એસિડ, હુમલો અને છેડતી જેવા કેસમાં કાર્યવાહી કરશે.
  • એસિડ એટેક દુષ્કર્મ જેટલો જ ગંભીર છે, તેના માટે આજીવન કેદની જોગવાઈ છે.
  • પીડિતાની ઓળખ જાહેર કરનાર સામે 3-5 વર્ષની સજાની જોગવાઈ.
  • આ બિલમાં દુષ્કર્મની તપાસ અને ટ્રાયલને ઝડપી બનાવવા BNSS જોગવાઈઓમાં સુધારાનો સમાવેશ થાય છે.
  • તમામ જાતીય ગુનાઓ અને એસિડ હુમલાની ટ્રાયલ 30 દિવસમાં પૂર્ણ કરવાની જોગવાઈ.

જણાવી દઈએ કે CBI કોલકાતા દુષ્કર્મ-મર્ડર કેસની તપાસ કરી રહી છે. કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં 8-9 ઓગસ્ટની રાત્રે તાલીમાર્થી ડૉક્ટર પર દુષ્કર્મ અને હત્યા કરવામાં આવી હતી. 9 ઓગસ્ટની સવારે આરજી કર હોસ્પિટલના સેમિનાર હોલમાં તાલીમાર્થી મહિલા ડૉક્ટરનો મૃતદેહ અર્ધ-નગ્ન અવસ્થામાં મળી આવ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે ટ્રેઇની ડોક્ટરની હત્યા પહેલા દુષ્કર્મ કરવામાં આવ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પુષ્ટિ થઈ છે કે ડૉક્ટરનું મૃત્યુ સવારે 3 થી 4 વચ્ચે થયું હતું.

Advertisement

આ પણ વાંચો:  Kolkata Murder Case : આરજી કર મેડિકલ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ Dr. Sandip Ghosh ની ધરપકડ

Tags :
Advertisement

.