AN-32 Aircraft Debris: AN-32 Aircraft ને લઈને ભારતે મોટી સિદ્ધી કરી હાંસલ
AN-32 Aircraft Debris: દેશ અને વિદેશમાં ભૂતકાળમાં ઘણાં Aircraft હવાઈ યાત્રા દરમિયાન કે પછી ક્રેશ થયા પછી ગાયબ થયા છે. પરંતુ આ Aircraft ના અવશેષો કે કાંટમાળ ભાગ્યે જ મળી છે. ત્યારે Indian Air Force દ્વારા એક Aircraft નો કાંટમાળ શોધી કાઢવામાં આવ્યો છે.
આશરે સાડા સાત વર્ષ પહેલા 29 લોકો સાથે ગુમ થયેલા Indian Air Force ના An-32 Aircraft નો સંભવિત કાટમાળ બંગાળની ખાડીમાં ખૂબ ઉંડાઈએ મળી આવ્યો છે. આ કાટમાળ બંગાળની ખાડીમાં લગભગ 3.4 કિલોમીટરની ઉંડાઈએ મળી આવ્યો હતો.
Deep-sea AUV locates the missing An-32 (K-2743)
National Institute of Ocean Technology using an advanced AUV found the debris of aircraft missing since 2016 some 3400 meters below the sea level, about 310 km from Chennai. #IADN pic.twitter.com/Xdr05CdjMO
— IADN Centre (@NewsIADN) January 12, 2024
સંરક્ષણ મંત્રાલયે કહ્યું છે કે National instituted of ocean technology દ્વારા કાર્યરત Autonomous Underwater Vehicle (AUV) એ તાજેતરમાં લેવામાં આવેલી તસવીરોની તપાસમાં જાણવા મળ્યું છે કે ચેન્નાઈના કિનારાથી 310 કિમી દૂર સ્થિત સમુદ્રમાં AN-32 Aircraft નો ભંગાર મળી આવ્યો છે. ફોટોગ્રાફ્સ તપાસ્યા બાદ AN-32 Aircraft નો કાટમાળ સાબિત થયો હતો.
રક્ષા મંત્રાલયે જાહેર કરેલ નિવેદન
રક્ષા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તે જ વિસ્તારમાં અન્ય કોઈ વિમાન ગુમ થયાનો કોઈ ઈતિહાસ નથી. તેથી સંભવિત ક્રેશ સ્થળ પરની આ શોધ ક્રેશ થયેલા IAF An-32 નો કાટમાળ હોવાનું ઈશારો કરે છે.
VIDEO | "The AN-32 aircraft (of Indian Air Force) went missing in July 2016. We participated in the search for that AN-32 aircraft with our ship and remotely operated vehicle, along with IAF, Coast Guards and others, but did not find any debris at that time. Recently, we acquired… pic.twitter.com/eUEABjRyPp
— Press Trust of India (@PTI_News) January 12, 2024
નંબર K-2743 ધરાવતું Indian Air Force નું An-32 Aircraft 22 જુલાઈ, 2016 ના રોજ એક મિશન દરમિયાન બંગાળની ખાડીમાં ગુમ થયું હતું. Aircraft માં 29 કર્મચારીઓ સવાર હતા. ત્યાર બાદ મોટા પાયે શોધ અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. પરંતુ પ્લેન ગુમ થયા બાદ ગુમ થયેલા કોઈ કર્મચારી કે વિમાનનો કાટમાળ મળ્યો નહીં.
AN-32 Aircraft Debris કાટમાળ કેવી રીતે શોધાયો?
પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય હેઠળ National instituted of ocean technology કાર્યરત છે. તાજેતરમાં જ ગુમ થયેલા AN-32 Aircraft ના આખરી સ્થાન અને સમય આધારીત સમુદ્રમાં AUV તૈનાત કરવામાં આવી છે.
સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, મલ્ટી-બીમ સોનાર (સાઉન્ડ નેવિગેશન અને રેન્જિંગ), સિન્થેટિક એપરચર સોનાર અને હાઇ-રિઝોલ્યુશન ફોટોગ્રાફી સહિત બહુવિધ પેલોડ્સનો ઉપયોગ કરીને 3,400 મીટરની ઊંડાઈએ શોધ કરવામાં આવી હતી. મંત્રાલયે જણાવ્યું હતું કે શોધાયેલ ફોટોગ્રાફ્સના વિશ્લેષણમાં ચેન્નાઈ કિનારે લગભગ 140 નોટિકલ માઈલ (3.10 કિમી) દૂર સમુદ્રતટ પર ક્રેશ થયેલા વિમાનના કાટમાળ હોવાના સંકેતો મળ્યો છે.
આ પણ વાંચો: KOTHARI FAMILY : અમે બધી આશા ગુમાવી દીધી હતી પણ…..