એન્જિનિયર અતુલ સુભાષના સુસાઈડ પર કંગનાએ કહ્યું- 99 ટકા પુરુષો..!
- કંગના રનૌતનું અતુલ સુભાષની આત્મહત્યા પર મોટું નિવેદન
- કંગના રનૌતે AI એન્જિનિયરની આત્મહત્યાને શોકજનક ગણાવી
- કંગનાએ મહિલાઓની ભૂમિકા સ્વીકારી, પણ પુરુષોને દોષી ગણાવ્યા
મંડીના સાંસદ અને ભાજપ નેતા કંગના રનૌતે (Kangana Ranaut) AI સોફ્ટવેર એન્જિનિયર અતુલ સુભાષ (Atul Subhash) ની આત્મહત્યા (Suicide) ના મામલે મોટું નિવેદન આપ્યું છે. કંગના (Kangana) એ આ ઘટનાને નિંદનીય ગણાવી છે અને કહ્યું છે કે આ ઘટના સમગ્ર દેશ માટે શોકજનક છે. PTI સાથેની વાતચીતમાં કંગનાએ ભારપૂર્વક કહ્યું કે એક ખોટી મહિલાના કારણે તમામ મહિલાઓ સાથે થતી હેરાનગતિને નકારી શકાય નહીં, પરંતુ 99% કિસ્સાઓમાં પુરુષો દોષિત હોય છે એ પરિબળોને પણ સ્વીકારવું જોઈએ.
કંગનાએ કહ્યું- આ ઘટના "હ્રદયદ્રાવક"
અતુલ સુભાષે બેંગલુરુમાં પોતાના ઘરમાં આત્મહત્યા કરી હતી, જ્યાં 24 પાનાની સુસાઈડ નોટ મળી આવી હતી. આ નોટમાં લગ્ન બાદના તણાવ અને પત્ની તથા સાસરિયાઓ દ્વારા કથિત ઉત્પીડનની વિગતો હતી. જેના પર કંગનાએ કહ્યું કે અતુલ પર આર્થિક બોજ હતો, જ્યાં તે તેના પગારની ક્ષમતા બહાર 3થી 4 ગણા રૂપિયા ચૂકવી રહ્યો હતો. આ આર્થિક તણાવને લીધે આ યુવાને આ પગલું ભર્યું હતું. કંગનાએ આ ઘટનાને "હ્રદયદ્રાવક" ગણાવી અને યુવાનો પર આવો દબાણ ન હોવો જોઈએ તે માટે સ્વતંત્ર બોડીની રચનાનું સમર્થન કર્યું.
પોલીસ તપાસ અને અતુલનો અંતિમ સંદેશ
બેંગલુરુ પોલીસે અતુલની પત્ની અને સાસરિયાઓ વિરુદ્ધ આત્મહત્યા માટે ઉશ્કેરવાનો કેસ નોંધ્યો છે. આ સાથે જ અનુસંધાનમાં અતુલનો દોઢ કલાકનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં તેણે તણાવ અને પોતાના પર થતા અત્યાચારની વિગત આપી છે. આ વીડિયોમાં અતુલ કહે છે કે, "મારા કમાવેલા પૈસા મારા વિરુદ્ધ વાપરવામાં આવે છે, અને આ ચક્ર આમ જ ચાલતું રહેશે." તેમજ, તેણે ન્યાય માટેની લડતનો ઉલ્લેખ કરીને આત્મહત્યા માટે કોર્ટ અને પોલીસ તંત્રને પણ જવાબદાર ઠેરવ્યું છે. અતુલના રૂમમાં લટકતું પ્લેકાર્ડ લખેલું હતું: "ન્યાય હજી મળવાનો બાકી છે."
કંગનાનું સમર્થન
કંગના (Kangana) એ આ ઘટનાને લઈ કહ્યું કે, મહિલાઓના હક્કો અને પુરુષોના પીડાના મુદ્દાઓ વચ્ચે સમતુલા હોવી જોઈએ. તેમણે કહ્યું, "એક ખોટી મહિલાના ઉદાહરણથી તમામ પીડિત મહિલાઓના દુઃખને નકારી શકાય નહીં." કંગનાએ ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ રોકવા માટે સ્વતંત્ર બોડીની જરૂરિયાત પર ભાર મૂક્યો અને સામાજિક તંત્રમાં સુધારાની માંગણી કરી. આ મામલે સમાજ અને તંત્રને જવાબદાર ગણાવતી કંગનાએ આ પ્રકારના દબાણને નિંદનીય ગણાવ્યું છે.
આ પણ વાંચો: મુઝફ્ફરનગરથી જૌનપુર... Atul Subhash એ પોતાની સુસાઈડ નોટમાં જે મહિલા જજનો ઉલ્લેખ કર્યો છે તે કોણ છે?