Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

UPSC પછી કેન્દ્ર સરકારે Pooja Khedkar ને આપ્યો મોટો ઝટકો

IAS ટ્રેઇની પૂજા ખેડકર બરતરફ UPSC પછી કેન્દ્ર સરકારની કાર્યવાહી કેન્દ્ર સરકારે પૂજા ખેડકરને કરી બરતરફ IAS ટ્રેઇની પૂજા ખેડકર (IAS trainee Pooja Khedkar) વિરુદ્ધ કડક પગલાં લેવાયા હોવાનું સામે આવી રહ્યું છે. કેન્દ્ર સરકારે (Central Government) તાત્કાલિક અસરથી...
upsc પછી કેન્દ્ર સરકારે pooja khedkar ને આપ્યો મોટો ઝટકો
  • IAS ટ્રેઇની પૂજા ખેડકર બરતરફ
  • UPSC પછી કેન્દ્ર સરકારની કાર્યવાહી
  • કેન્દ્ર સરકારે પૂજા ખેડકરને કરી બરતરફ

IAS ટ્રેઇની પૂજા ખેડકર (IAS trainee Pooja Khedkar) વિરુદ્ધ કડક પગલાં લેવાયા હોવાનું સામે આવી રહ્યું છે. કેન્દ્ર સરકારે (Central Government) તાત્કાલિક અસરથી ભારતીય વહીવટી સેવા (IAS) માંથી તેની બરતરફી કરવાનું જાહેર કર્યું છે. આ કાર્યવાહી IAS (પ્રોબેશન) નિયમો, 1954ના નિયમ 12 હેઠળ કરવામાં આવી છે. પૂજા ખેડકર (Pooja Khedkar) સામે આરોપ છે કે તેણે UPSC પરીક્ષા દરમિયાન OBC અને વિકલાંગતા ક્વોટાનો દુરુપયોગ કર્યો હતો.

Advertisement

UPSC એ નકારી ઉમેદવારી

સરકારની કાર્યવાહી પહેલા, UPSC (યુનિયન પબ્લિક સર્વિસ કમિશન) એ 31 જુલાઈએ પૂજા ખેડકરની ઉમેદવારી રદ કરી હતી. નીતિનિયમોના દુરુપયોગને કારણે તેને UPSC દ્વારા ભવિષ્યની તમામ પરીક્ષાઓમાંથી પણ બાકાત રાખવામાં આવી છે. એટલે કે તે હવે ભવિષ્યમાં આવનારી પણ કોઇ પરીક્ષાઓ આપી શકશે નહીં. કેન્દ્ર સરકાર દ્વારા પૂજા ખેડકર વિરુદ્ધ લેવામાં આવેલી આ કાર્યવાહી OBC અને વિકલાંગતા ક્વોટાના અયોગ્ય ઉપયોગના મુદ્દે ગંભીરતા સાથે કરાયેલી છે.

Advertisement

શું હતો પૂજા ખેડકર પર આરોપ?

આરોપ છે કે વર્ષ 2020-21માં પૂજા ખેડકરે OBC ક્વોટા હેઠળ UPSC ની પરીક્ષા આપી હતી, જેમાં તેનું નામ પૂજા દિલીપરાવ ખેડકર હતું. આ પછી, તેણીએ ફરીથી 2021-22 માં OBC ક્રિમી લેયર અને વિકલાંગ ક્વોટા હેઠળ પરીક્ષા આપી હતી, જેમાં તેણીએ પૂજા મનોરમા દિલીપ ખેડકર નામનો ઉપયોગ કર્યો. તે આ પરીક્ષામાં સફળ થઈ અને IAS બની હતી.

પૂજા ખેડકરે પોતાની ઓળખ બદલવાનો પ્રયાસ કર્યો

પૂજા ખેડકર પર એવો પણ આરોપ છે કે, તેણે માત્ર તેનું નામ જ નહીં બદલ્યું, પરંતુ તેના માતા-પિતાના નામ, ફોટા, હસ્તાક્ષર, ઈમેઈલ, ફોન નંબર અને સરનામાં પણ ખોટા આપ્યા હતા, જેથી તેની ઓળખ બદલી શકાય. જણાવી દઈએ કે, પૂજા ખેડકરને તેની પ્રથમ પોસ્ટિંગ પુણેમાં ટ્રેઇની IAS ઓફિસર તરીકે મળી હતી, જ્યાં તે વિવાદોને કારણે ચર્ચામાં આવી હતી. આ પછી, પૂણે કલેક્ટરના પત્ર પર, રાજ્ય સરકારે તેમની વાશિમ જિલ્લામાં બદલી કરી.

Advertisement

આ પણ વાંચો:  ઘરની છત ધરાશાયી, સૈફ અલી અને 3 વર્ષના તૈમૂર સહિત 7 લોકો કાટમાળ નીચે દટાયા

Tags :
Advertisement

.