ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

ગલવાન અથડામણ બાદ વાયુસેનાએ સૈનિકોને પૂર્વી લદ્દાખમાં કર્યા તૈનાત

ભારત અને ચીનની સેનાઓ વચ્ચે કોર કમાન્ડર લેવલની 19મી બેઠક મળવાની છે. ત્યારે આ પહેલાં એક મોટો ખુલાસો સામે આવ્યો છે. 15 જૂન, 2020નાં રોજ ગલવાન વેલીમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે અથડામણ થઈ હતી. જે બાદ ભારતે પૂર્વી લદ્દાખમાં...
08:28 AM Aug 14, 2023 IST | Hiren Dave
featuredImage featuredImage

ભારત અને ચીનની સેનાઓ વચ્ચે કોર કમાન્ડર લેવલની 19મી બેઠક મળવાની છે. ત્યારે આ પહેલાં એક મોટો ખુલાસો સામે આવ્યો છે. 15 જૂન, 2020નાં રોજ ગલવાન વેલીમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે અથડામણ થઈ હતી. જે બાદ ભારતે પૂર્વી લદ્દાખમાં સેનાની તૈનાતી વધારી દીધી હતી. ગલવાનમાં થયેલી અથડામણ પછી ભારતે ચીનને જડબાતોડ જવાબ આપવા માટે તૈયાર હતા. ભારતનો સ્પષ્ટ મત હતો કે જો ચીન દ્વારા કોઈ નાપાક પ્રવૃત્તિ કરાશે તો તેમણે જડબાતોડ જવાબ આપવામાં આવશે.

 

તેમણે માહિતી આપી હતી કે 15 જૂન, 2020 ના રોજ બંને પક્ષો વચ્ચેના સૌથી ગંભીર સૈન્ય અથડામણની પૃષ્ઠભૂમિમાં, ભારતીય વાયુસેનાએ ફાઇટર જેટની ઘણી સ્ક્વોડ્રનને 'તૈયાર સ્થિતિમાં' રાખવા ઉપરાંત , એ દુશ્મનના અડ્ડા પર ચોવીસ કલાક દેખરેખ અને ગુપ્ત માહિતી એકત્ર કરવા માટે તેના Su-30 MKI અને જગુઆર ફાઇટર એરક્રાફ્ટને આ વિસ્તારમાં તૈનાત કર્યા છે.IAF ની વ્યૂહાત્મક 'એરલિફ્ટ' ક્ષમતા છેલ્લા વર્ષોથી કેવી રીતે વધી છે તેનો ઉલ્લેખ કરતા, સૂત્રોએ જણાવ્યું હતું કે એક વિશેષ ઓપરેશન હેઠળ, સૈનિકો અને શસ્ત્રો IAF ના પરિવહન કાફલા દ્વારા LAC સાથેના વિવિધ મુશ્કેલ વિસ્તારોમાં ઓછા સમયમાં પહોંચાડવામાં આવ્યા છે.

 

68 હજાર સૈનિકોને કર્યા હતા એરલિફ્ટ
ગલવાનમાં આ અથડામણ પછી ભારતીય વાયુસેનાએ 68 હજારથી વધુ ભારતીય સૈનિકોને દેશના અન્ય વિસ્તારમાંથી એરલિફ્ટ કરીને પૂર્વી લદ્દાખમાં પહોંચાડ્યા હતા. આ ઉપરાંત 90 ટેન્ક અને અન્ય હથિયારોને પણ પૂર્વી લદ્દાખમાં પહોંચાડવામાં આવ્યા હતા. ગલવાન અથડામણ બાદથી જ ચીન પર 24 કલાક નજર રાખવામાં આવી રહી હતી. આ ઉપરાંત ગુપ્ત જાણકારી એકઠી કરવા માટે SU-30 MKI અને જેગુઆર ફાઈટર વિમાનને પણ તૈનાત કરવામાં આવ્યા હતા.

 

ભારતીય વાયુસેનાએ ફાઈટર વિમાનના અનેક સ્કવોડ્રન તૈયાર  કરાયા 
રક્ષા અને સુરક્ષા પ્રતિષ્ઠાનના સૂત્રોએ કહ્યું કે એર પેટ્રોલિંગ માટે પૂર્વી લદ્દાખમાં રાફેલ મિગ-29 સહિત મોટી સંખ્યામાં ફાઈટર પ્લેનને તૈનાત કરવામાં આવ્યા હતા. તો વાયુ સેનાના વિભિન્ન વિમાનોની મદદથી ગોળા બારુદ અને અન્ય હથિયાર પહોંચાડવામાં આવ્યા હતા. SU-30 MKI અને જગુઆર ફાઈટર વિમાનના સુપરવિઝનની મર્યાદા 50 કિલોમીટર છે અને તેથી જ તે સુનિશ્ચિત કરાયું હતું કે ચીની સૈનિકોની પ્રવૃત્તિ પર નજર રાખવામાં આવે.અથડામણ પછી ભારતીય વાયુસેનાએ ફાઈટર વિમાનના અનેક સ્કવોડ્રન તૈયાર રાખ્યા હતા. એક રીતે આ સમગ્ર પ્રક્રિયા વાયુ સેનાની વધતી રણનીતિક એરલિફ્ટ ક્ષમતાઓનું પ્રદર્શન કરવાનું પણ હતું. વાયુસેનાએ એકમદ કઠિન પરિસ્થિતિઓમાં પોતાનું કામ કર્યું અને પોતાના લક્ષ્યને પૂરા કર્યા.

ગલવાનમાં થયેલી અથડામણ બાદ સરકાર પણ એકદમ એક્ટિવ થઈ ગઈ હતી અને પૂર્વી લદ્દાખમાં 3500 કિલોમીટર લાંબા LAC પર જરુરી વાત પર જોર આપવાનું શરુ કર્યું. જે બાદ એરફોર્સે પોતાની ફાઈટર ક્ષમતાઓને પ્રોત્સાહન આપવા માટે અનેક પગલાં ભર્યા. અરુણાચલ પ્રદેશમાં LACની સાથેના પર્વતીય ક્ષેત્રમાં સહેલાયથી સામાન લઈ જવા માટે M-777 અલ્ટ્રા લાઈટ તોપો પણ તૈનાત કરાઈ.ગલવાનમાં અથડામણ બાદ ભારતીય સેનાએ અરુણાચલ પ્રદેશમાં પણ ઘાતક હથિયારો તૈનાત કર્યા. દુર્ગમ ક્ષેત્રમાં સંચાલિત થનારા અમેરિકી નિર્મિત વાહન સંચાલિત થયા. તો ઇઝરાયેલથી 7.62 એમએમ લાઈટ મશીનગન અને અન્ય ઘાતક હથિયારોથી પણ સેનાને સજ્જ કરાઈ.

આ પણ  વાંચો-થાણેની હોસ્પિટલમાં 24 કલાકમાં 18 દર્દીઓના મોત, સીએમ શિંદેએ તપાસના આદેશ આપ્યા

 

Tags :
#Galwan Valley#india vs China#Indian airforce#Line of Actual Control#Violent ClashChinadeploymentGalwanIndiaLAC