Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

આંધ્રપ્રદેશમાં YSRCP અને TDP કાર્યકર્તાઓ વચ્ચે હિંસક અથડામણ

YSRCP અને TDP કાર્યકર્તાઓ વચ્ચે હિંસક અથડામણ, પથ્થરમારો સાથે આગચંપી અને તોડફોડગુનાહિત ઈતિહાસ ધરાવતા કેટલાક લોકોએ આંધ્રપ્રદેશ (Andhra Pradesh)ના મછેરલા શહેરમાં એક કાર્યક્રમમાં વિરોધીઓ પર પથ્થરમારો કર્યો હતો. આમાં સામેલ લોકોની ધરપકડ કરવામાં આવી છે. હાલ સ્થિતિ નિયંત્રણમાં છે. તેમજ શહેરમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે.હિંસક અથડામણ શુક્રવારે રાત્રે પલનાડુ જિલ્લાના માછેરલા ખાતે આંધ્રપ્રદેશના મુ
આંધ્રપ્રદેશમાં ysrcp અને tdp કાર્યકર્તાઓ વચ્ચે હિંસક અથડામણ
Advertisement
  • YSRCP અને TDP કાર્યકર્તાઓ વચ્ચે હિંસક અથડામણ, 
  • પથ્થરમારો સાથે આગચંપી અને તોડફોડ
ગુનાહિત ઈતિહાસ ધરાવતા કેટલાક લોકોએ આંધ્રપ્રદેશ (Andhra Pradesh)ના મછેરલા શહેરમાં એક કાર્યક્રમમાં વિરોધીઓ પર પથ્થરમારો કર્યો હતો. આમાં સામેલ લોકોની ધરપકડ કરવામાં આવી છે. હાલ સ્થિતિ નિયંત્રણમાં છે. તેમજ શહેરમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે.
હિંસક અથડામણ 
શુક્રવારે રાત્રે પલનાડુ જિલ્લાના માછેરલા ખાતે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીની પાર્ટી YSRCP અને પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુની TDPના કાર્યકરો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. બંને તરફથી પથ્થરમારો થયો હતો. હિંસક અથડામણથી વિસ્તારમાં તણાવ વધી ગયો છે. હિંસક અથડામણ દરમિયાન તોડફોડ અને આગચંપી પણ કરવામાં આવી હતી. અનેક વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી. આ ઘટનામાં અનેક લોકો ઘાયલ થયાના પણ સમાચાર છે.
પોલીસ કાફલો ખડકાયો
અહેવાલો મુજબ, જ્યારે અથડામણ વધી, ત્યારે પોલીસે TDP અને YSRCP કાર્યકરો પર હળવા બળનો ઉપયોગ કર્યો. જે બાદ ટોળું વિખેરાઈ ગયું હતું. મોટી સંખ્યામાં સુરક્ષા દળો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસે બંને પક્ષોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.

શહેરમાં કલમ 144 લાગુ કરવામાં આવી 
પલનાડુના એસપી વાય રવિશંકર રેડ્ડીએ જણાવ્યું હતું કે ગુનાહિત ઈતિહાસ ધરાવતા કેટલાક લોકોએ માછેરલા શહેરમાં એક કાર્યક્રમમાં પ્રદર્શનકારીઓ પર પથ્થરમારો કર્યો હતો. આમાં સામેલ લોકોની ધરપકડ કરવામાં આવી છે. સ્થિતિ નિયંત્રણમાં છે. તેમજ શહેરમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે.

ઘટનાનો વીડિયો સામે આવ્યો 
જે વીડિયો સામે આવ્યો છે તેમાં ભીડ હાથમાં લાકડીઓ સાથે જોવા મળી રહી છે. વાહનો ઉભા રાખીને હંગામો મચી રહ્યો છે. બાઇક સવારોના હાથમાં થાંભલા  છે. જો કે તેઓ ક્યા પક્ષના છે તે સ્પષ્ટ નથી.
10 લોકોની અટકાયત
જણાવી દઈએ કે માછેરલામાં TDP કાર્યકર્તાઓ YSRCP સરકાર વિરુદ્ધ રેલી કરવા જઈ રહ્યા હતા. પાર્ટીના પ્રભારી જુલકંતિ બ્રહ્મા રેડ્ડીની આગેવાની હેઠળ ટીડીપી સમર્થકો 'ઈધેમી ખરમા' કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા હતા. તે જ સમયે આ હંગામો શરૂ થયો અને બંને પક્ષના સમર્થકો એકબીજા સાથે અથડામણ કરી. પોલીસે 10 લોકોની પૂછપરછ માટે અટકાયત કરી છે. પોલીસ આ કેસમાં અન્ય આરોપીઓને શોધી રહી છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×