Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

CM તરીકે આતિશીના નામની જાહેરાત બાદ સ્વાતી માલીવાલે કહ્યું- ભગવાન દિલ્હીને બચાવે!

સ્વાતિ માલીવાલે આતિશી પર આપી પોતાની પ્રતિક્રિયા આતિશીના માતા-પિતા આતંકવાદીને બચાવવા કાનૂની લડાઈ લડ્યા : સ્વાતિ માલીવાલ ભગવાન દિલ્હીની રક્ષા કરે : સ્વાતિ માલીવાલ Swati Maliwal reaction on Delhi New CM : આજે દિલ્હીની જનતાને અરવિંદ કેજરીવાલે તેમના નવા...
cm  તરીકે આતિશીના નામની જાહેરાત બાદ સ્વાતી માલીવાલે કહ્યું  ભગવાન દિલ્હીને બચાવે
  • સ્વાતિ માલીવાલે આતિશી પર આપી પોતાની પ્રતિક્રિયા
  • આતિશીના માતા-પિતા આતંકવાદીને બચાવવા કાનૂની લડાઈ લડ્યા : સ્વાતિ માલીવાલ
  • ભગવાન દિલ્હીની રક્ષા કરે : સ્વાતિ માલીવાલ

Swati Maliwal reaction on Delhi New CM : આજે દિલ્હીની જનતાને અરવિંદ કેજરીવાલે તેમના નવા મુખ્યમંત્રીથી અવગત કરાવ્યા હતા. જે પછી વિપક્ષી પાર્ટી આમ આદમી પાર્ટી પર હુમલાવર બની છે. વળી ન માત્ર ભાજપ પણ ન આમ આદમી પાર્ટી (AAP) ના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલે પણ આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે. જેમાં સ્વાતિ માલીવાલે આતિશી પર નિશાન સાધતા કહ્યું છે કે, આજનો દિવસ દિલ્હી માટે ખૂબ જ દુઃખદ દિવસ છે. ભગવાન દિલ્હીને બચાવે!

Advertisement

આતંકવાદીને બચાવવા લડ્યા- માલીવાલ

માલીવાલે ટ્વિટર પર એક પોસ્ટમાં કહ્યું, "દિલ્હી માટે આજનો દિવસ ખૂબ જ દુઃખદ છે. આજે એક મહિલાને દિલ્હીની મુખ્યમંત્રી (Delhi CM) બનાવવામાં આવી રહી છે, જેમના પરિવારે (માતા-પિતા) આતંકવાદી અફઝલ ગુરુને ફાંસીથી બચાવવા માટે લાંબી લડાઈ લડી હતી. આતંકવાદી અફઝલ ગુરુને બચાવવા માટે માનનીય રાષ્ટ્રપતિને દયાની અરજી લખી હતી. તેમના મતે, અફઝલ ગુરુ નિર્દોષ હતો અને તેમને રાજકીય ષડયંત્રના ભાગરૂપે ફસાવવામાં આવ્યો હતો." તેમણે પોસ્ટમાં લખ્યું, "જોકે આતિશી માર્લેના માત્ર 'ડમી સીએમ' છે, તેમ છતાં આ મુદ્દો દેશની સુરક્ષા સાથે જોડાયેલો છે. ભગવાન દિલ્હીની રક્ષા કરે!"

Advertisement

માલીવાલની પ્રતિક્રિયા પર AAP ગુસ્સામાં

દિલ્હીના નવા મુખ્યમંત્રી બનવા જઈ રહેલા આતિશીના માતા-પિતા વિશે આમ આદમી પાર્ટી (AAP) રાજ્યસભાના સાંસદ સ્વાતિ માલીવાલ દ્વારા કરવામાં આવેલી એક સોશિયલ મીડિયા પોસ્ટથી પાર્ટી ગુસ્સે થઈ ગઈ છે. આમ આદમી પાર્ટી (AAP) એ તેના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલને વરિષ્ઠ નેતા આતિશી પરની તેમની ટિપ્પણીઓ બાદ રાજીનામું આપવા કહ્યું છે, જેમને અરવિંદ કેજરીવાલ દ્વારા દિલ્હીના આગામી મુખ્યમંત્રી તરીકે નામ આપવામાં આવ્યું છે. AAPના વરિષ્ઠ નેતા અને ધારાસભ્ય દિલીપ પાંડેએ કહ્યું કે AAP દ્વારા સંસદમાં મોકલવામાં આવ્યા હોવા છતાં માલીવાલ ભાજપની સ્ક્રિપ્ટ વાંચે છે. તેમણે આગળ કહ્યું કે, "સ્વાતિ માલીવાલ AAP માંથી રાજ્યસભાની ટિકિટ લે છે, પરંતુ ભાજપ પાસેથી પ્રતિક્રિયાની સ્ક્રિપ્ટ લે છે. જો તેમને શરમ હોય તો, તેમણે રાજ્યસભાના સાંસદ તરીકે રાજીનામું આપવું જોઈએ અને ભાજપની ટિકિટ પર રાજ્યસભાની ટિકિટ પસંદ કરવી જોઈએ. જો તે રાજ્યસભામાં રહેવા માંગે છે, તો તેમણે ભાજપમાંથી ટિકિટ લેવી જોઈએ.

આ પણ વાંચો:  Pradeep Bhandari : તે વ્યક્તિનું AAP સમર્થન કરે છે જેના પરિવારે અફઝલ ગુરુની ફાંસી રોકવાનો પ્રયાસ કર્યો

Advertisement

Tags :
Advertisement

.