બિહારમાં નકલી IPS ઓફિસર બાદ હવે નકલી Doctor? જાણો પૂરી વિગત
- બિહારમાં નકલી IPS ઓફિસર બાદ હવે નકલી ડૉક્ટર?
- યુવાનોને છેતરી નકલી ડોક્ટર બનાવવાનું કાવતરું
- બક્સરમાં ડોક્ટર બનવાની દિનદહાડે છેતરપિંડી
Fake Doctor in Bihar : નકલી ખવાનું, નકલી ઓફિસર, નકલી ટોલનાકા, નકલી IPS ઓફિસર બાદ હવે નકલી ડૉક્ટર. જીહા, જે રીતે થોડા દિવસો પહેલા બિહારમાંથી IPS ઓફિસર પકડાયો હતો, જેની તપાસ બાદ સામે આવ્યું હતું કે તેની પાસેથી 2 લાખ રૂપિયા લેવામાં આવ્યા હતા, અને ખોટી રીતે તેને વર્દી આપી ઓફિસર બનાવી દેવામાં આવ્યો હતો. ત્યારે હવે એવા અહેવાલ મળી રહ્યા છે કે, બક્સર જિલ્લાના ઇથાડી ગામમાં યુવાનોને ડોક્ટર બનાવવાના નામે છેતરપિંડી કરવામાં આવી છે. પોતાને એડી ગ્રુપ ઓફ એજ્યુકેશનના ડાયરેક્ટર ગણાવતા ડૉ.ધનજી પાલ પર આ આરોપો લગાવવામાં આવી રહ્યા છે.
છેતરપિંડીનો શિકાર બનેલા શખ્સે શું કહ્યું?
બિહારમાં નકલી IPS ઓફિસરનો મામલો હજું પણ ચર્ચામાં છે ત્યારે વધુ એક આ પ્રકારની જ ઘટના પ્રકાશમાં આવી છે. જ્યા એક શખ્સ પોતાને એડી ગ્રુપ ઓફ એજ્યુકેશનના ડાયરેક્ટર ગણાવી લોકો સાથે કથિત રીતે છેતરપિંડી કરી રહ્યો છે. આ વ્યક્તિ પોતાને દેહરી વિધાનસભાના ભાવિ ચૂંટણી ઉમેદવાર તરીકે પણ વર્ણવે છે. તેણે પોતાના કેમ્પેન હોર્ડિંગ્સમાં પોતાના નામ સાથે આ લખ્યું છે. ધનજી પાલના છેતરપિંડીનો શિકાર બનેલા જ્યોતિષ કુમારે જણાવ્યું કે, તેણે એડમિશનના નામે પૈસા લીધા, પરંતુ એડમિશન ન મળ્યું. ત્યારથી કોલેજ ફાળવવામાં આવી નથી. જ્યારે પૈસા પાછા માંગવામાં આવ્યા ત્યારે એક વર્ષ સુધી તે પરત કરવામાં આવ્યા ન હતા. હવે પૈસા કપાશે તેમ કહેવાય છે. તેણે આગળ કહ્યું કે, ગયા વર્ષે જુલાઈમાં BMSમાં એડમિશન માટે રૂપિયા 5 લાખ આપવામાં આવ્યા હતા, પરંતુ આજદિન સુધી મને કોલેજમાં એડમિશન મળ્યું નથી.
લાખોની છેતરપિંડી થઈ
એક યુવકે જેએનએમ કોર્સ માટે 80 હજાર રૂપિયા ચૂકવ્યા. પ્રવેશ મળ્યો, પણ પરીક્ષા ન થઇ. સાડા ત્રણ વર્ષ વેડફ્યા. ધર્મેન્દ્રએ જણાવ્યું કે તેની સાથે 93 હજાર રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. ફેસબુક ગ્રૂપ પર એડમિશનનું નોટિફિકેશન આવ્યું, જેના પર મેં લખેલા નંબર પર ફોન કરીને એડમિશન લેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આ પછી એક નંબર પરથી કોલ આવ્યો અને ફોન કરનારે પોતાની ઓળખ એડી ગ્રુપના ડાયરેક્ટર તરીકે આપી. તેણે પૂછ્યું કે તમારે ક્યાં એડમિશન લેવું છે? જ્યારે પટના કે બક્સર જેવી જગ્યાએ એડમિશન લેવાનું કહેવામાં આવ્યું તો તેઓએ કહ્યું કે ફી પણ ઓછી કરવામાં આવશે. પૈસા લીધા અને એડમિશન પછી સ્લિપ આપવાનું કહ્યું. આ પછી ફોન ઉપાડ્યો ન હતો. મુન્ના કુમારે કહ્યું કે, તેની સાથે પણ લાખોની છેતરપિંડી થઈ છે. પ્રવેશ બાદ કોલેજ ફાળવવામાં આવી ન હતી. આજે ફોન પણ ઉપાડતો નથી. લોકો પાસે ચૂકવણીની રસીદો પણ હોય છે, પરંતુ આ રસીદો કોને બતાવીને પૈસા માંગવા? ત્યારે હવે છેતરપિંડીનો શિકાર બનેલા લોકોની માંગ છે કે આ શખ્સને જલ્દી જ પકડી લેવામાં આવે અને અમારા રૂપિયા વસૂલ કરવામાં આવે.
આ પણ વાંચો: Delhi : નકલી પાસપોર્ટ બનાવીને ભારતમાં રહેતો હતો તિબેટીયન નાગરિક, STF એ કરી ધરપકડ