Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Aatmanirbharta in Defence: ભારતીય સંરક્ષણ સરકારે 39, 125.39 કરોડના નવા કરારો કર્યા સાઈન

Aatmanirbharta in Defence: ભારતીય સંરક્ષણ (Defence Ministry) સરકાર ભારતીય સૌન્ય (Indian Army) નિ શક્તિમાં વધારો કરવા માટે આત્મનિર્ભરતા સાથે સતત પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે ભારતીય સેનામાં Make In India હેઠળ નવા સુધારાઓ અને ફેરફારો કરવામાં આવી રહ્યા છે. ભારતીય...
aatmanirbharta in defence  ભારતીય સંરક્ષણ સરકારે 39  125 39 કરોડના નવા કરારો કર્યા સાઈન

Aatmanirbharta in Defence: ભારતીય સંરક્ષણ (Defence Ministry) સરકાર ભારતીય સૌન્ય (Indian Army) નિ શક્તિમાં વધારો કરવા માટે આત્મનિર્ભરતા સાથે સતત પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે ભારતીય સેનામાં Make In India હેઠળ નવા સુધારાઓ અને ફેરફારો કરવામાં આવી રહ્યા છે. ભારતીય સેના (Indian Army) માટે વિવિધ સંરક્ષણ ઉપકરણોની ખરીદી માટે 39,125.39 કરોડ રૂપિયાના 5 કરાર પર હસ્તાક્ષર કરાયા છે.

Advertisement

  • 5 કરારોમાંથી 2 કરાર બ્રહ્મોસ મિસાઈલની ખરીદી માટે
  • લદ્દાખમાં બ્રહ્મોસ મિસાઇલ તૈનાત કરવાની યોજના
  • મિગ-29 માટે એરો એન્જિન ખરીદવા માટે HAL સાથે કરાર

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને સંરક્ષણ સચિવ ગિરધર અરમાનેની હાજરીમાં આ સંરક્ષણ સોદા પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. પૂર્વી લદ્દાખ (Ladakh) માં ચી (China) ને સાથે વધી રહેલા તણાવ વચ્ચે આ ડીલ ચીનને અંકુશમાં રાખવામાં મદદ કરશે. સંરક્ષણ સાધનોના સ્વદેશી ઉત્પાદનને કારણે વિદેશી હૂંડિયામણની પણ બચત થશે.

Advertisement

BrahMos Missile ની ખરીદી માટે 5 કરારોમાંથી બ્રહ્મોસ એરોસ્પેસ પ્રાઇવેટ લિમિટેડ (BAPL) સાથે 5 કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. BrahMos Missile ખરીદવા માટે 19,518.65 કરોડ રૂપિયાના કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટ 9 લાખ દિવસો સુધી કર્મચારીઓને રોજગાર આપશે.

લદ્દાખમાં BrahMos Missile તૈનાત કરવાની યોજના

BrahMos Missile સજ્જ જહાજો ખરીદવા માટે 988 કરોડના ખર્ચે BAPL સાથે બીજા કરાર કરવામાં આવ્યા છે. આ જહાજો સાથે સમુદ્ર કે જમીન પર સુપરસોનિક ઝડપે હુમલો કરી શકાશે. આ પ્રોજેક્ટ 7-8 વર્ષ માટે 60,000 કામકાજના દિવસોની રોજગારી આપશે. નોંધનીય છે કે લદ્દાખમાં પણ BrahMos Missile તૈનાત કરવાની યોજના છે.

Advertisement

મિગ-29 માટે એરો એન્જિન ખરીદવા માટે HAL સાથે કરાર

MIG-29 Fighter Aircraft માટે RD-33 એરો એન્જિન ખરીદવા માટે સંરક્ષણ ક્ષેત્રની મુખ્ય સરકારી કંપની Hindustan Aeronautics Limited (HAL) સાથે કરારો કરવામાં આવ્યા હતા. આ પ્રોજેક્ટનો ખર્ચ 5,249.72 કરોડ રૂપિયા થશે. MIG-29 નું Russian OEM ના ટ્રાન્સફર ઓફ ટેક્નોલોજી (TOT) લાયસન્સ દ્વારા ઉત્પાદન કરવામાં આવશે.

લાર્સન એન્ડ ટુબ્રો પાસેથી CIWS રડાર ખરીદવામાં આવશે

લાર્સન એન્ડ ટુબ્રો લિમિટેડ સાથે 2 કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે, જે હેઠળ 'Close-in Weapon System' (CIWS) અને High-end radar પ્રાપ્ત કરવામાં આવશે. CIWS ની ખરીદીમાં રૂ. 7,668.82 કરોડ અને રડારની ખરીદીમાં રૂ. 5,700 કરોડનો ખર્ચ થશે.

આ પ્રોજેક્ટ પાંચ વર્ષ સુધી કર્મચારીઓને રોજગારી આપશે

આ 5 વર્ષના પ્રોજેક્ટ દરમિયાન દર વર્ષે 2400 લોકોને આ કામમાં જોડવામાં આવશે. વધુ શક્તિશાળી રડારમાં અત્યાધુનિક સર્વેલન્સ ફીચર્સ છે. તેનાથી વાયુસેનાની હવાઈ સંરક્ષણ ક્ષમતામાં વધારો થશે. ખાનગી ક્ષેત્ર દ્વારા બનાવવામાં આવનાર ભારતમાં આ પ્રથમ રડાર સિસ્ટમ હશે. આનાથી 5 વર્ષ સુધી દર વર્ષે સરેરાશ 1000 લોકોને રોજગારી મળશે.

આ પણ વાંચો: Gondal: તબીબ દંપતીના કજીયામાં નવો વળાંક, પતિએ લગાવ્યો જાનથી મારી નાખવાનો આરોપ

Tags :
Advertisement

.