Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

AAP Sanjay Singh: આપ સાંસદ બહાર આવતાની સાથે સરકાર સામે હુંકાર કર્યો, જેલના તાળા તોડવામાં આવશે!

AAP Sanjay Singh:  આમ આદમી પાર્ટી (AAP) ના નેતા અને રાજ્યસભા સાંસદ સંજય સિંહ (Sanjay Singh) ને તિહાર જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. તેમને દારૂ કૌભાંડમાં 6 મહિના બાદ શરતી જામીન મળ્યા છે. જેલમાંથી બહાર આવ્યાની સાથે સરકાર સામે હુંકાર...
11:31 PM Apr 03, 2024 IST | Aviraj Bagda
AAP Sanjay Singh

AAP Sanjay Singh:  આમ આદમી પાર્ટી (AAP) ના નેતા અને રાજ્યસભા સાંસદ સંજય સિંહ (Sanjay Singh) ને તિહાર જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. તેમને દારૂ કૌભાંડમાં 6 મહિના બાદ શરતી જામીન મળ્યા છે. જેલમાંથી બહાર આવ્યાની સાથે સરકાર સામે હુંકાર કર્યો છે.

તિહાર જેલમાંથી બહાર આવતાની સાથે જ આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા સંજય સિંહ (Sanjay Singh) આક્રમક અંદાજમાં જોવા મળ્યા હતા. કેન્દ્ર પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે આ સમય સંઘર્ષ કરવાનો છે. જેલના તાળા તોડવામાં આવશે, Manish Sisodia, CM Arvind Kejriwal અને સત્યેન્દ્ર જૈનને જેલમાંથી મુક્ત કરવામાં આવશે.

જેલના તાળા તોડી દિલ્હીના સીએમને મુક્ત કરાશે

AAP નેતા સંજય સિંહે (Sanjay Singh) તિહાર જેલમાંથી મુક્ત થયા બાદ કાર્યકર્તાઓને સંબોધતા કહ્યું, “આ ઉજવણી કરવાનો સમય નથી... આ સંઘર્ષ કરવાનો સમય છે... અમારી AAP ના સૌથી મોટા નેતાઓ CM Arvind Kejriwal, Manish Sisodia અને સત્યેન્દ્ર જૈનને જેલમાં રાખવામાં આવ્યા છે. આ જેલના તાળા તોડી નાખવામાં આવશે અને CM Arvind Kejriwal ને મુક્ત કરવામાં આવશે.

લાખો કાર્યકરોની પ્રાર્થનાની અસર સાથે સત્યનો વિજય થયો

જેલમાંથી મુક્ત થયા બાદ સંજય સિંહ (Sanjay Singh) સૌથી પહેલા સીએમ અરવિંદ કેજરીવાલના ઘરે જશે. ત્યાં તેઓ સુનીતા કેજરીવાલને મળશે. સંજય સિંહને દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં રૂ. 2 લાખના અંગત બોન્ડ અને એટલી જ રકમની જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે. આ મુદ્દે AAP દ્વારા એક ટ્વીટ પણ કરવામાં આવી હતી. જેમાં લખ્યું હતું કે, 'સિંહને તમે ગમે તેટલા દિવસ કેદ કરો, સિંહ ક્યારેય ગર્જના કરવાનું ભૂલતો નથી. સંજય સિંહ મુક્ત થયા. જનતામાં ખુશીની લહેર. લાખો કાર્યકરોની પ્રાર્થનાની અસર સાથે સત્યનો વિજય થયો છે.

આ પણ વાંચો: BAP ઉમેદવાર રાજકુમારની રેલીમાં રાહુલની ‘ભારત જોડો યાત્રા’ કરતા પણ વધારે ભીડ ઉમટી

આ પણ વાંચો: Vijender Singh: વિજેન્દર સિંહે કોંગ્રેસે અલવિદા કેમ કહ્યું? મોટા ભાઈ મનોજે જણાવી આખી હકીકત

આ પણ વાંચો: Central Health Advisory: ડૉ. મનસુખ માંડવિયાએ ગરમીને લગતી બીમારીઓના વ્યવસ્થાપન માટે જાહેર આરોગ્યની સજ્જતાની સમીક્ષા કરી

Tags :
AAPAAP Sanjay SinghBJPCM Arvind KejriwalDelhiGujaratFirstMANISH SISODIYASanjay SinghSupreme CourtTihar Jail
Next Article