Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જમ્મુ-કાશ્મીરમાં AAP એ ખોલ્યું ખાતું, J&K બન્યું પાંચમું રાજ્ય જ્યા...

જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણીમાં AAP ની એન્ટ્રી AAP એ ડોડા બેઠક કબજે કરી પાર્ટીના ઉમેદવાર મેહરાજ મલિકની જીત દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તેમને વીડિયો કોલ દ્વારા અભિનંદન પાઠવ્યા Jammu Kashmir Results : આજે 8 ઓક્ટોબરના રોજ હરિયાણા અને જમ્મુ-કાશ્મીર...
જમ્મુ કાશ્મીરમાં aap એ ખોલ્યું ખાતું  j k બન્યું પાંચમું રાજ્ય જ્યા
  • જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણીમાં AAP ની એન્ટ્રી
  • AAP એ ડોડા બેઠક કબજે કરી
  • પાર્ટીના ઉમેદવાર મેહરાજ મલિકની જીત
  • દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તેમને વીડિયો કોલ દ્વારા અભિનંદન પાઠવ્યા

Jammu Kashmir Results : આજે 8 ઓક્ટોબરના રોજ હરિયાણા અને જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણી (Jammu-Kashmir assembly elections) ના પરિણામ લગભગ આવી જ ગયા છે. ત્યારે હરિયાણામાં જ્યા ભાજપ હેટ્રિક (BJP Hat-trick) તરફ આગળ વધી રહ્યું છે તો બીજી તરફ જમ્મુ-કાશ્મીર (Jammu-Kashmir) માં કોંગ્રેસ-NC ગઠબંધન બહુમતી હાંસલ કરી રહ્યું હોય તેવું સ્પષ્ટપણે દેખાઇ રહ્યું છે. જમ્મુ-કાશ્મીરમાં આમ આદમી પાર્ટીએ પોતાનું ખાતું ખોલાવ્યું છે. અહીં AAP એ ડોડા બેઠક કબજે કરી છે. આ સાથે જમ્મુ-કાશ્મીર પાંચમું રાજ્ય છે જ્યા AAP ને સફળતા મળી છે. ડોડા બેઠક પરથી હવે જમ્મુ-કાશ્મીરમાં પાર્ટીના ઉમેદવાર મેહરાજ મલિકની જીત બાદ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તેમને વીડિયો કોલ દ્વારા અભિનંદન પાઠવ્યા છે.

Advertisement

AAP ની જમ્મુ-કાશ્મીરમાં એન્ટ્રી

આમ આદમી પાર્ટીના 36 વર્ષીય ઉમેદવાર મેહરાજ મલિકે ડોડા મતવિસ્તારમાં ભાજપના તેમના નજીકના હરીફને 4,538 મતોના માર્જિનથી હરાવ્યા હતા. 10 વર્ષ બાદ આ બેઠક અગાઉ 2014માં ભાજપ પાસે હતી. અગાઉ આ બેઠક કોંગ્રેસ પાસે હતી. ડોડાથી ચૂંટાયેલા આમ આદમી પાર્ટીના ઉમેદવાર મેહરાજ મલિકની જીત બાદ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તેમની સાથે વીડિયો કોલ પર વાત કરી હતી. બંનેનો વીડિયો કોલ પર વાત કરતો વીડિયો સામે આવ્યો છે. પાંચમા રાજ્યમાં AAPનું ખાતું ખોલવાની ખુશી અરવિંદ કેજરીવાલના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ હતી.

Advertisement

કેજરીવાલે મેહરાજ મલિકને અભિનંદન પાઠવ્યું

વીડિયો કોલમાં એરવિંદ કેજરીવાલે કહ્યું કે, 'દેશભરમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો ખૂબ જ ખુશ છે કે ડોડા પાંચમું રાજ્ય છે જ્યાં આપણી પાર્ટીના ઉમેદવાર ધારાસભ્ય બન્યા છે. તમારું (મેહરાજ મલિક) કામ ખૂબ સારું છે. લોકો તમારી સાથે છે. જવાબમાં મેહરાજે કેજરીવાલને અભિનંદન આપવા બદલ આભાર માન્યો હતો. તેમને આમ આદમી પાર્ટીના વિજય ઉત્સવમાં ભાગ લેવા ડોડાની મુલાકાત લેવા વિનંતી પણ કરી હતી. જેના પર અરવિંદ કેજરીવાલે તેમને નિરાશ ન કરતાં ડોડા આવવાના આમંત્રણને પણ સ્વીકારી લીધું અને કહ્યું કે તેઓ ચોક્કસ આવશે. ડોડાની મુલાકાત માટે 10મી તારીખ પણ કન્ફર્મ કરી છે.

Advertisement

કોને કેટલા મત મળ્યા?

ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કાઉન્સિલ (DDC)ના સભ્ય મેહરાજ મલિકને આમ આદમી પાર્ટીએ ડોડા સીટ પરથી ઉમેદવાર બનાવ્યા હતા. ચૂંટણી લડતી વખતે તેમણે અહીંથી 23,228 મત મેળવ્યા હતા, જ્યારે ભાજપના ગજયસિંહ રાણાને માત્ર 18,690 મત મળ્યા હતા. આ સિવાય નેશનલ કોન્ફરન્સના નેતા અને પૂર્વ મંત્રી ખાલિદ નજીબ સુહરવર્દી અને DPAP નેતા અબ્દુલ મજીદ વાનીને આ સીટ પર અનુક્રમે 13,334 અને 10,027 વોટ મળ્યા છે. કોંગ્રેસના ઉમેદવાર શેખ રિયાઝ અહેમદ 4,170 મત મેળવીને પાંચમા ક્રમે છે.

આ પણ વાંચો:  Haryana Election Result : વિનેશ ફોગાટની જીત પર બ્રિજભૂષણ શરણ સિંહે કેમ કહ્યું, સત્યાનાશ....

Tags :
Advertisement

.