Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

AAP Office sealed: AAP પર EDનું ગ્રહણ યથાવત, પહેલા દિલ્હીના મુખ્યમંત્રી આવ્યા સંકજામાં અને હવે...

AAP Office sealed: લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) ની તારીખો જેવી રીતે નજીક આવી રહી છે, તેની સાથે ભારતીય રાજકારણમાં પણ મોટી ઉથાલપાથલ જોવા મળી છે. એક તરફ દેશની આવયકર સંસ્થા દ્વારા Congressના બેંક ખાતઓ બંધ કરી દેવામાં આવ્યા...
07:02 PM Mar 23, 2024 IST | Aviraj Bagda
AAP Office sealed

AAP Office sealed: લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) ની તારીખો જેવી રીતે નજીક આવી રહી છે, તેની સાથે ભારતીય રાજકારણમાં પણ મોટી ઉથાલપાથલ જોવા મળી છે. એક તરફ દેશની આવયકર સંસ્થા દ્વારા Congressના બેંક ખાતઓ બંધ કરી દેવામાં આવ્યા છે. તો બીજી તરફ EDએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (CM Arvind Kejriwal) ની લોકસભા ચૂંટણી પહેલા ધરપકડ કરી છે.

કાર્યકારો અને આગેવાનો રસ્તા પર ઉતરી આવ્યા

ત્યારે દિલ્હી સહિત દેશના ખૂણે-ખૂણે કાર્યકારો અને આગેવાનો રસ્તા પર ઉતરી આવ્યા છે. તેઓ સતત કેન્દ્ર સરકાર અને EDની ટીકા કરી રહ્યા છે. તે ઉપરાંત દિલ્હીમાં કાર્યરત AAPની ઓફિસ પણ બંધ કરી દેવામાં આવી છે. ત્યારે આ મામલે AAPની નેતા આતિશીએ સોશિયલ મીડિયાના માધ્યમથી આ મામલે માહિતી જાહેર કરી છે.

લેવલ પ્લેઇંગ ફિલ્ડના વચનનું ઉલ્લંઘન થઈ રહ્યું

આતિશીએ એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, "આમ આદમી પાર્ટીની ઓફિસને ચારે બાજુથી સીલ કરી દેવામાં આવી છે. લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) દરમિયાન પાર્ટીના કાર્યાલયમાં પ્રવેશ કેવી રીતે અટકાવી શકાય? ભારતીય બંધારણ (Indian Constitution) માં આપવામાં આવેલા '‘level playing field’'ના વચનનું ઉલ્લંઘન થઈ રહ્યું છે.

કેજરીવાલ છ દિવસ માટે ED કસ્ટડીમાં

Delhiની રાઉઝ એવન્યુ કોર્ટે કેજરીવાલ (CM Arvind Kejriwal) ને 6 દિવસ માટે EDની કસ્ટડીમાં મોકલી દીધા છે. દિલ્હીના મુખ્યમંત્રી 28 માર્ચ સુધી EDની કસ્ટડીમાં રહેશે. આ દરમિયાન તેમની દારૂ પોલિસી કેસ સંબંધિત પૂછપરછ કરવામાં આવશે. જોકે આ અંગે Supreme Courtમાં અરજી પણ દાખલ કરવામાં આવી છે. બીજી તરફ AAPની દલીલ છે કે સીએમ હજુ સુધી દોષી સાબિત થયા નથી અને આવી સ્થિતિમાં કોઈ કાયદો તેમને જેલમાંથી સરકાર ચલાવવાથી રોકતો નથી.

આ પણ વાંચો: Bihar Board Result 2024: જાણો… 2023ની સરખામણીમાં બિહાર બોર્ડના પરિણામમાં કેટલો સુધારો આવ્યો?

આ પણ વાંચો: ED : વગર વોરન્ટે પણ કરી શકે ધરપકડ…!

આ પણ વાંચો: S. Jaishankar : ભારત આતંકવાદને નજરઅંદાજ કરવાના મૂડમાં નથી : વિદેશ મંત્રી

Tags :
AAPAAP Office sealedAtishiBJPCM Arvind KejriwalCongressDelhiDelhi CMedGjaratfirstNational
Next Article