Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

આસ્થા કે અંધવિશ્વાસ! એક શખ્સે પોતાની જ બલી આપવાનો કર્યો પ્રયત્ન, 9 દિવસના ઉપવાસ બાદ મંદિરમાં જઇ કર્યું આ કામ

અષ્ટમીના દિવસે બલિદાન આપવાનો પ્રયાસ કર્યો MP ના દેવી મંદિરમાં ગરદન કાપી પોતાના હાથથી તેની ગરદન કાપી Madhya Pradesh News : હાલમાં નવરાત્રીનો પાવન પર્વ ચાલી રહ્યો છે, ત્યારે માઈ ભક્તો આ દિવસોમાં ઉપવાસ કરતા હોય છે, જેથી તેમની...
આસ્થા કે અંધવિશ્વાસ  એક શખ્સે પોતાની જ બલી આપવાનો કર્યો પ્રયત્ન  9 દિવસના ઉપવાસ બાદ મંદિરમાં જઇ કર્યું આ કામ
Advertisement
  • અષ્ટમીના દિવસે બલિદાન આપવાનો પ્રયાસ કર્યો
  • MP ના દેવી મંદિરમાં ગરદન કાપી
  • પોતાના હાથથી તેની ગરદન કાપી

Madhya Pradesh News : હાલમાં નવરાત્રીનો પાવન પર્વ ચાલી રહ્યો છે, ત્યારે માઈ ભક્તો આ દિવસોમાં ઉપવાસ કરતા હોય છે, જેથી તેમની મનોકામનાઓ પૂર્ણ થઇ શકે. વળી ઘણા લોકો આ દિવસોમાં માતા પ્રત્યેની ભક્તિને અંધવિશ્વાસમાં ફેરવી દે છે, જે તમે એક કિસ્સા પરથી સમજી શકશો. એક ચોંકાવનારો મામલો મધ્ય પ્રદેશના પત્ના જિલ્લાના ગ્રામ પંચાયત કેવટપુરથી સામે આવ્યો છે. અહીં એક શખ્સે 9 દિવસના ઉપવાસ બાદ પોતાની જ બલી આપવાનો પ્રયત્ન કર્યો હતો.

9 દિવસ ઉપવાસ બાદ ગળું કાપવાનો પ્રયત્ન

મધ્યપ્રદેશના પન્નામાં અષ્ટમીના દિવસે એક યુવકે મંદિરમાં આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. 9 દિવસ ઉપવાસ અને પૂજા કરતી વખતે, શુક્રવારે તેણે માતાના આંગણિયે પોતાનું ગળું કાપવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારબાદ મંદિરમાં લોહી ફેલાઈ ગયું હતું. તે વધુ હુમલો કરે તે પહેલા મંદિરના પૂજારી અને અન્ય લોકોએ તેને રોક્યો હતો. દરમિયાન તે બેભાન થઈ ગયો હતો. તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે.

Advertisement

લોહીથી રંગાયું મંદિર

વાસ્તવમાં આ સમગ્ર મામલો પન્ના જિલ્લાના કેવતપુર ગ્રામ પંચાયતનો છે. અહીં ગામમાં જ હાજર દેવી માતાના મંદિરમાં એક વ્યક્તિએ પોતાની ગરદન કાપીને બલિદાન આપવાનો પ્રયત્ન કર્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે યુવક છેલ્લા 9 દિવસથી ઉપવાસ પર હતો. પરિવારના સુખ અને સમૃદ્ધિ માટે તે માતાને સતત પ્રાર્થના કરતો હતો. પરિવારના સભ્યો પણ કહે છે કે દેવી માતા ત્યાં આવતા હતા. દરમિયાન આજે સવારે પોતે જ વિજયાસી દેવી માના મંદિરે પહોંચી ગળું કાપી નાખ્યું હતું. તેની ગરદન કપાવાને કારણે મંદિરમાં સર્વત્ર લોહી ફેલાઈ ગયું હતું. સ્થાનિક લોકોએ આ અંગે પોલીસને જાણ કરી હતી.

Advertisement

હોસ્પિટલમાં ચાલુ સારવાર

માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ઘાયલ યુવકને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગઇ હતી. પહેલા તેને અજયગઢના સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં યુવકની ગંભીર સ્થિતિને જોતા તેને રેફર કરવામાં આવ્યો હતો. આ પછી યુવકને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. હાલ યુવકની હાલત સ્થિર હોવાનું કહેવાય છે. આ મામલે ગામના રહેવાસી હનુમાન દ્વિવેદીએ જણાવ્યું કે કેવતપુરમાં ચંદેલા કાળમાં વિજયાસી દેવીનું પ્રસિદ્ધ મંદિર છે. અગાઉ પણ આ મંદિરમાં લોકોએ જીભ કાપીને પ્રસાદ ચઢાવ્યો હતો. એવું માનવામાં આવે છે કે તે સમયે જીભ પોતે જ જોડાઈ ગઈ હતી. આ મામલે યુવકે આજે પોતાના માથાનું બલિદાન આપ્યું હતું.

આ પણ વાંચો:  Madhya Pradesh : ઉજ્જૈનમાં પૂર્વ કાઉન્સિલરની ઘરમાં ઘૂસીને ગોળી મારી હત્યા, પત્ની અને પુત્રની અટકાયત

Tags :
Advertisement

Related News

featured-img
રાષ્ટ્રીય

તિહાર જેલમાં બંધ અંડરવર્લ્ડ ડોન છોટા રાજનની તબિયત લથડી, AIIMSમાં દાખલ

featured-img
જૂનાગઢ

Junagadh: ઝેરી મધમાખીઓના ઝુંડે ખેડૂત પર કર્યો હુમલો, સારવાર દરમિયાન થયું મોત

featured-img
રાજકોટ

Rajkot-કાલાવડ રોડ પર ડોક્ટરે નશાની હાલતમાં અકસ્માત સર્જ્યો

featured-img
રાષ્ટ્રીય

છત્તીસગઢમાં ટ્રિપલ મર્ડર, પત્રકારના આખા પરિવારની કુહાડીથી હત્યા

featured-img
Top News

રાજકોટના સાંસદ Parshottam Rupala ને એક નાગરિકે કર્યો કોલ, ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

featured-img
રાષ્ટ્રીય

'હું ગોવાના CMની પત્ની વિરુદ્ધ કોઈ નિવેદન નહીં આપું.', કોર્ટમાં બોલ્યા AAP સાંસદ સંજય સિંહ

×

Live Tv

Trending News

.

×