Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

એરફોર્સ વિંગ કમાન્ડરે મને કહ્યું, મારા રુમમાં આવ મારે તને ગિફ્ટ આપવાની છે

એરફોર્સની મહિલા સાથે ગેરવર્તણુંકનો આક્ષેપ વિંગ કમાન્ડર રેંકના અધિકારી પર લગાવ્યા ગંભીર આક્ષેપ એરફોર્સ દ્વારા પણ કોઇ કાર્યવાહી નહી થઇ રહી હોવાના આક્ષેપ નવી દિલ્હી: 'તે 31 ડિસેમ્બર 2023ની રાત હતી. ઓફિસર્સ મેસમાં નવા વર્ષની પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું...
એરફોર્સ વિંગ કમાન્ડરે મને કહ્યું  મારા રુમમાં આવ મારે તને ગિફ્ટ આપવાની છે
  • એરફોર્સની મહિલા સાથે ગેરવર્તણુંકનો આક્ષેપ
  • વિંગ કમાન્ડર રેંકના અધિકારી પર લગાવ્યા ગંભીર આક્ષેપ
  • એરફોર્સ દ્વારા પણ કોઇ કાર્યવાહી નહી થઇ રહી હોવાના આક્ષેપ

નવી દિલ્હી: 'તે 31 ડિસેમ્બર 2023ની રાત હતી. ઓફિસર્સ મેસમાં નવા વર્ષની પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ પાર્ટીમાં હું પણ હાજર હતી. રાત્રે 12 વાગ્યા સુધી નવા વર્ષની ઉજવણી ચાલુ રહી અને પછી ધીમે ધીમે એક પછી એક લોકો પાર્ટીમાંથી જવા લાગ્યા.પાર્ટી પૂરી થઈ ત્યાં સુધીમાં રાતના લગભગ 2 વાગ્યા હતા અને હું ઘરે જવા માટે તૈયાર થઈ રહી હતી. ત્યારે અચાનક મારા મોબાઇલમાં ફોન આવ્યો. ફોન વિંગ કમાન્ડરનો હતો. તેણે મને પૂછ્યું કે, તને નવા વર્ષની ભેટ મળી છે કે નહીં? મેં ના કહ્યું ત્યારે તેણે કહ્યું કે, તારી ગીફ્ટ મારા રૂમમાં છે આવી જા. ભારતીય વાયુસેનામાં તૈનાત એક મહિલા અધિકારીની આ અગ્નિપરીક્ષા છે, જેણે વિંગ કમાન્ડર પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે.

Advertisement

આ પણ વાંચો : પીએમ મોદીએ CJI ના ઘેર ગણેશ પૂજા કરી અને શરુ થયું.....

શ્રીનગર એરફોર્સ સ્ટેશન પર તહેનાત છે મહિલા કર્મચારી

પીડિત મહિલા અધિકારી શ્રીનગર એરફોર્સ સ્ટેશન પર તૈનાત છે. તેણીએ ફરિયાદમાં જણાવ્યું કે, તેને છેલ્લા બે વર્ષથી પરેશાન કરવામાં આવી રહી હતી. તેણીની ફરિયાદના આધારે, 8 સપ્ટેમ્બર 2024 ના રોજ બડગામ પોલીસ સ્ટેશનમાં બળાત્કાર સંબંધિત કલમો હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પીડિત મહિલાનો દાવો છે કે, છેલ્લા બે વર્ષથી શ્રીનગર એરફોર્સ સ્ટેશનના અધિકારીઓ દ્વારા તેણીને સતત ઉત્પીડન, યૌન શોષણ અને માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે. પીડિત મહિલા અધિકારીએ તેની ફરિયાદમાં તે રાતની તેની આપવીતી વર્ણવે છે.

Advertisement

આ પણ વાંચો : "Rahul Gandhi ના હાલ તેમની દાદી જેવા જ થશે", કોંગ્રેસે શેર કર્યો Video

ગિફ્ટ આપવા માટે રૂમમાં બોલાવી

મહિલા અધિકારીએ દાવો કર્યો કે, 'જ્યારે વિંગ કમાન્ડરનો ફોન આવ્યો અને મને રૂમમાં આવવાનું કહેવામાં આવ્યું, ત્યારે તે થોડું વિચિત્ર લાગ્યું. મેં તેને પૂછ્યું કે શું તેની પત્ની અને બાળકો ત્યાં છે. જેનાં જવાબમાં તેમણે કહ્યું કે, તમે આવો અને તમારી ભેટ લઇ લો. જ્યારે હું તેના રૂમમાં પહોંચ્યો તો થોડી વાતચીત બાદ તેણે મારી છેડતી કરવાનું શરૂ કર્યું હતું. તેણે મને તેની સાથે બળજબરીથી ઓરલ સેક્સ કરવા દબાણ કર્યું હતું. હું ખૂબ જ ડરી ગઇ હતી અને વારંવાર તેને મને છોડી દેવા વિનંતી કરી રહી.

Advertisement

આ પણ વાંચો : JK Electionમાં આતંકીઓનો નાપાક મનસૂબો..આર્મીને મળ્યો....

ઓરલ સેક્સ કરવા માટે મજબુર કરવામાં આવી

પીડિતાનો દાવો છે કે, 'મેં તેને વારંવાર કહ્યું કે આવું ન કરો, પરંતુ તેઓ સતત બળજબરી કરી રહ્યા હતા. મેં ખુબ પ્રતિકાર કર્યો અને આખરે તેમને ધક્કો મારીને રૂમની બહાર ભાગી હતી. જતી વખતે તેણે કહ્યું કે તેનો પરિવાર શુક્રવારે બહાર જવાનો છે અને તે દિવસે ફરી મળીશું. બહાર આવ્યા બાદ હું આઘાતમાં હતી. લાંબા સમય સુધી મને સમજાયું નહીં કે મારી સાથે શું થયું છે. હું ડરી ગઇ હતી અને મને ખબર જ નહોતી પડતી કે મારે શું કરવું જોઇએ.

આ પણ વાંચો : UP: હરદોઈમાં મોટી દુર્ઘટના,શોર્ટ સર્કિટથી ટ્રેનમાં બ્લાસ્ટ કરવાનું કાવતરું!

માનસિક સ્થિતિ વ્યક્ત ન કરી શકું તેવી સ્થિતિ

બીજા દિવસે હું ઓફિસ ગઈ, પણ રાતના વિચારો મારા મગજમાં ઘૂમતા હતા. હું મારી માનસિક સ્થિતિ સમજાવી શકુ તેવી સ્થિતિમાં નહોતી. એક પરિણીત મહિલાએ સેનામાં જોડાયા પછી આ બધું સહન કરવું પડ્યું હતું. હું આગળ શું કરવું તે વિચારી શક્તિ નહોતી. જો કે બીજા દિવસે તે ઉચ્ચ અધિકારી ઓફિસમાં આવ્યો ત્યારે તેનું વર્તન જાણે કાંઇ બન્યું જ ન હોય તેવું હતું. તેની આંખોમાં કોઈ અફસોસ પણ નહોતો. મેં મારી બે સાથી મહિલા અધિકારીઓ સાથે આ મામલે વાત કરી હતી. તેમણે મને ફરિયાદ કરવા માટેની સલાહ આપી હતી.

આ પણ વાંચો : Mathura : જો તમે મથુરા-વૃંદાવન જવાનું વિચારી રહ્યા છો તો પહેલા જોઇલો આ Video

તપાસનાં નામે મને જ પરેશાન કરવામાં આવી

પીડિતાનો દાવો છે કે, હિંમત એકઠી કરીને મેં ફરિયાદ નોંધાવી અને મારા કેસની તપાસ માટે કર્નલ રેન્કના અધિકારીની નિમણૂક કરવામાં આવી. જાન્યુઆરી મહિનામાં બે વખત વિંગ કમાન્ડરને મારી સાથે બેસાડવામાં આવી અને અમારા બંનેના નિવેદન નોંધાયા હતા. જ્યારે મેં તેની હાજરી સામે વાંધો ઉઠાવ્યો તો થોડા દિવસો પછી તપાસ બંધ કરી દેવાઇ હતી. ત્યાર બાદ મેં આંતરિક સમિતિને લેખિત ફરિયાદ કરી અને બે મહિના પછી મને બોલાવવામાં આવી. અનેકવાર પૂછવા છતાં મારી મેડિકલ તપાસ પણ કરવામાં આવી ન હતી. મને એવું લાગી રહ્યું હતું કે બધા વિંગ કમાન્ડરને બચાવવામાં વ્યસ્ત હતા.

આ પણ વાંચો : Maharashtra માં પોસ્ટર વોર શરૂ, વિપક્ષે દેવેન્દ્ર ફડણવીસને ખિસ્સાકાતરુ તરીકે બતાવ્યા

કોઇ પ્રત્યક્ષદર્શી નહીં હોવાના કારણે તપાસ બંધ

મહિલા અધિકારીએ વધુમાં કહ્યું કે, 'મેં રજા માટે અરજી કરી હતી, જે ફગાવી દેવામાં આવી હતી. આ સિવાય મેં મારી અથવા વિંગ કમાન્ડરની પોસ્ટિંગ અલગથી કરવાની વિનંતી પણ કરી હતી, પરંતુ આ તરફ પણ કોઈ ધ્યાન આપવામાં આવ્યું ન હતું. મને પરેશાન કરનાર વ્યક્તિ સામે મારે રોજ હાજર રહેવાની ફરજ પાડવામાં આવી હતી. તે અધિકારીઓ મને દરરોજ હેરાન કરતા હતા, જ્યારે વિંગ કમાન્ડર બેફિકર હતા. આંતરિક સમિતિએ તેની તપાસ બાદ કહ્યું હતું કે આ કેસમાં કોઈ પ્રત્યક્ષદર્શી નથી, તેથી તે નક્કી કરી શકાયું નથી કે આ ઘટના ખરેખર બની હતી કે નહીં અને તેઓએ મે મહિનામાં તેમની તપાસ બંધ કરી દીધી હતી.

આ પણ વાંચો : Kolkata Doctor Murder Case માં ચોંકાવનારું અપડેટ..!

સતત ડરના ઓથાર હેઠળ જીવી રહી છું

પીડિતાએ કહ્યું, 'તે ઘટના બાદ મને સતત માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. મને સામાજિક રીતે પણ બહિષ્કૃત કરવામાં આવી હતી. હું કોને મળી રહી છું અને કોની સાથે વાત કરું છું, તેના પર પણ ગુપ્ત રીતે નજર રાખવામાં આવતી હતી. હું જે લોકોને સાથે મળતી હતી, તેમના વરિષ્ઠ અધિકારીઓ તેમને હેરાન કરવા લાગતા હતા. આ હેરાનગતિથી હું માનસિક રીતે પરેશાન છું અને સતત ભયમાં જીવી રહી છું. એવું લાગે છે કે જાણે મને 24 કલાક મારા પર નજર રાખવામાં આવી રહી છે. ભારતીય વાયુસેના સત્તાવાળાઓ તરફથી કોઈ પગલાં ન લેવાતા આખરે મે જમ્મુ કાશ્મીર પોલીસમાં ફરિયાદ કરી હતી.

આ પણ વાંચો : Delhi : નકલી પાસપોર્ટ બનાવીને ભારતમાં રહેતો હતો તિબેટીયન નાગરિક, STF એ કરી ધરપકડ

Tags :
Advertisement

.